ગિરીશભાઈ પંડ્યા
આયોવા
આયોવા : યુ. એસ.ની મધ્ય પશ્ચિમમાં આવેલું રાજ્ય. તે આશરે 400 3૦´ થી 430 3૦´ ઉ. અ. અને 9૦0 ૦૦´થી 970 00´ પ. રે. વચ્ચેનો1,45,752ચો.કિમી જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે મિનેસોટા, પૂર્વે વિસ્કૉન્સિન અને ઇલિનૉય, દક્ષિણે મિસૂરી તથા પશ્ચિમે નેબ્રાસ્કા અને દક્ષિણ ડાકોટા રાજ્યો આવેલાં છે. દેશના મધ્ય-પશ્ચિમમાં…
વધુ વાંચો >આર્કિયન રચના
આર્કિયન રચના (Archaean System) : ભૂસ્તરીય કાળગણનાક્રમમાં સૌથી નીચે રહેલી પ્રી-કૅમ્બ્રિયન રચનાઓ પૈકીની પ્રાચીનતમ રચના. પૂર્વ-કૅમ્બ્રિયન કાળગાળાની દુનિયાભરની જૂનામાં જૂની તમામ ખડકરચનાઓ માટે આર્કિયન શબ્દપ્રયોગ પ્રયોજાયેલો છે. ભૂસ્તરીય કાળગણના માટેની ભૌતિક કાળમાપનપદ્ધતિઓ જેમ જેમ અખત્યાર કરાતી રહી છે, તેમ તેમ આ શબ્દપ્રયોગની અર્થ-ઉપયોગિતા પણ બદલાતી રહી છે.‘આર્કિયન’ને બદલે અગ્રગણ્ય નિષ્ણાતો…
વધુ વાંચો >આર્કોઝ
આર્કોઝ (Arkose) : ફેલ્સ્પારયુક્ત રેતીખડક. ઉત્પત્તિ-જળકૃત, કણજન્ય. ક્વાર્ટ્ઝ ઉપરાંત 25 % કે તેથી વધુ (નોંધપાત્ર પ્રમાણમાં) ફેલ્સ્પારના કણ ધરાવતો રેતીખડક. તે ગ્રૅનિટૉઇડ (ગ્રૅનૉઇટિક) કણરચનાવાળા એસિડિક-અગ્નિકૃત ખડકોની વિભંજન-પેદાશમાંથી બનેલો હોય છે; જો 25 %થી ઓછું ફેલ્સ્પાર પ્રમાણ હોય તો તેને ફેલ્સ્પેથિક રેતીખડક કહે છે. રેતીખડકનો આ એક નામસંસ્કરણ પામેલો પ્રકારભેદ જ…
વધુ વાંચો >આર્થિક ભૂસ્તરશાસ્ત્ર
આર્થિક ભૂસ્તરશાસ્ત્ર (Economic Geology) : ભૂસ્તરશાસ્ત્રની એક શાખા. આ શાખા વિશેષે કરીને રાષ્ટ્રના આર્થિક માળખાના સંદર્ભમાં એક અતિ મહત્વની શાખા છે. પૃથ્વીના પોપડાના આર્થિક અને વ્યાવહારિક દૃષ્ટિએ ઉપયોગી બની શકે એવા ખડકો અને ખનિજોના સમુદાય સાથે તે ગાઢ સંબંધ ધરાવે છે. આર્થિક ભૂસ્તરશાસ્ત્રની કાર્યક્ષેત્રસીમામાં માત્ર ધાતુખનિજનિક્ષેપો જ નહિ, પરંતુ જેનું…
વધુ વાંચો >આર્યસમૂહ
આર્યસમૂહ (Aryan Group) : ભારતીય સ્તરવિદ્યા(stratigr-aphy)માં ઊર્ધ્વ કાર્બોનિફેરસથી મધ્ય ઇયોસીન સુધીના કાળગાળા દરમિયાન નિક્ષેપક્રિયા પામેલી સંખ્યાબંધ સ્તરરચનાશ્રેણીઓના સળંગ ખડકસમૂહ માટે ઉપયોગમાં લેવાતો શબ્દપ્રયોગ. ઊર્ધ્વ કાર્બોનિફેરસ-પર્મિયન કાળગાળો એ ભારતના બાહ્ય દ્વીપકલ્પીય વિસ્તારો માટે કાર્બોપર્મિયન અથવા હર્સિનિયન નામે જાણીતી મહાન ભૂસંચલનક્રિયાઓની પરંપરાની ઊથલપાથલનો કાળ હતો. જુદા જુદા વિસ્તારોમાં નિક્ષેપવિરામ (break) પડવાને કારણે…
વધુ વાંચો >આલ્પાઇન ગિરિનિર્માણ
આલ્પાઇન ગિરિનિર્માણ (Alpine Orogeny) : આલ્પ્સ પર્વતસંકુલના નિર્માણનું ઘટનાચક્ર. તૃતીય જીવયુગ (tertiary) દરમિયાન થયેલા ક્રમિક ભૂસંચલનજન્ય ઉત્થાન (tectonic uplift) દ્વારા યુરોપીય ભૂપૃષ્ઠ પર આલ્પ્સ તરીકે ઓળખાતા જે વિશાળ પર્વતસંકુલનું નિર્માણ થયું, તે સમગ્ર ઘટનાચક્રને આલ્પાઇન ગિરિનિર્માણ કહેવાય છે. આ જ કાળ દરમિયાન મધ્ય અને દક્ષિણ એશિયાના વિશાળ વિસ્તારને આવરી લેતા…
વધુ વાંચો >આવશ્યક ખનિજો
આવશ્યક ખનિજો (essential minerals) : અગ્નિકૃત ખડકોમાં જોવા મળતા ત્રણ પૈકીનો એક ખનિજ વર્ગ અને તેમાં સમાવિષ્ટ ખનિજો. ખડકોનાં વર્ગીકરણ, પ્રકાર તેમજ નામાભિધાન માટે ખૂબ જ જરૂરી ખનિજઘટકો. આવશ્યક ખનિજ એ ખડકમાંનું મુખ્ય ખનિજ જ હોવું જોઈએ તેમજ વધુ પ્રમાણમાં જ હોવું જોઈએ એ જરૂરી નથી, કારણ કે ગૌણ પ્રમાણ…
વધુ વાંચો >આસ્ફાલ્ટ
આસ્ફાલ્ટ : કુદરતમાં ખનિજ રૂપે મળી આવતું કાળા અથવા ભૂખરા રંગનું ઘટ્ટ, પ્રવાહીરૂપ, લચકારૂપ કે ઘનરૂપ હાઇડ્રોકાર્બન પદાર્થોનું વિશિષ્ટ મિશ્રણ. મૂળ હાઇડ્રોકાર્બનરૂપ પદાર્થોને બિટ્યૂમેન તરીકે ઓળખવામાં આવે છે. આ પદાર્થોમાં કાર્બન અને હાઇડ્રોજન ઉપરાંત નાઇટ્રોજન, ઑક્સિજન અને સલ્ફરયુક્ત સંયોજનો પણ હોય છે. પ્રાચીન કાળમાં પણ આસ્ફાલ્ટ જેવા પદાર્થો વપરાશમાં હોવાની…
વધુ વાંચો >આંતરટ્રૅપ સ્તરો
આંતરટ્રૅપ સ્તરો (intertrappean beds) : લાવાના ટ્રૅપખડકો વચ્ચે જામેલા જળકૃત ખડકો. પ્રસ્ફુટિત લાવાપ્રવાહોથી ઠરીને તૈયાર થયેલા, ડેક્કન ટ્રૅપ નામે ઓળખાતા ખડકસ્તરોની વચ્ચે આંતરે આંતરે જોવા મળતા, નિક્ષેપરચનાથી બનેલા, નદીજન્ય કે સરોવરજન્ય જીવાવશેષયુક્ત જળકૃત ખડકસ્તરોને આંતરટ્રૅપ સ્તરો તરીકે ઓળખાવાય છે, જે એક પછી એક અનેક વાર થયેલાં લાવાનાં પ્રસ્ફુટનો વચ્ચેના, વીતી…
વધુ વાંચો >