ગિરીશભાઈ પંડ્યા

ફાટ-શિરા (Fissure vein)

ફાટ-શિરા (Fissure vein) : બખોલ-પૂરણી(cavity filling)નો એક પ્રકાર. ખડકમાં રહેલી ફાટ ખનિજદ્રવ્યથી ભરાઈ જતાં તૈયાર થતો પટ ફાટ-શિરા કહેવાય. બખોલ-પૂરણીના બધા જ પ્રકારો પૈકી ફાટ-શિરાનું પ્રમાણ વધુ જોવા મળે છે અને સ્થાનભેદે તેમાંથી ભિન્ન ભિન્ન પ્રકારનાં ખનિજો – ધાતુખનિજો મળી રહે છે. ફાટ-શિરાઓની રચના બે ક્રમિક કક્ષાઓમાં થતી હોય છે…

વધુ વાંચો >

ફાયલાઇટ

ફાયલાઇટ : ઑલિવીન વર્ગનું લોહઘટકયુક્ત ખનિજ. રાસા. બં. : 2FeO·SiO2. સ્ફ.વ. : ઑર્થોરહોમ્બિક. સ્ફ.સ્વ. : સ્ફટિકો મેજઆકાર, જાડા, છેડાઓ ક્યારેક ફાચર જેવા અણીવાળા; સામાન્ય રીતે દળદાર, ઘનિષ્ઠ, દાણાદાર, યુગ્મતા જો મળે તો (100) ફલક પર, પણ અસામાન્ય; સ્ફટિકો પારદર્શકથી પારભાસક. સંભેદ : (010) અને (100) ફલકને સમાંતર – અપૂર્ણ ભંગસપાટી…

વધુ વાંચો >

ફારૂખાબાદ–ફતેહગઢ

ફારૂખાબાદ–ફતેહગઢ : ઉત્તરપ્રદેશ રાજ્યના મધ્ય-પશ્ચિમ ભાગમાં આવેલો જિલ્લો, જિલ્લામથક તથા જોડિયું શહેર. આ જિલ્લો 26° 47´થી 27° 42´ ઉ. અ. અને 79° 07´થી 80° 02´ પૂ. રે. વચ્ચેનો વિસ્તાર આવરી લે છે. જિલ્લાનો કુલ વિસ્તાર 2,181 ચોકિમી. જેટલો છે. તેની ઉત્તરે બદાયૂં અને શાહજહાંપુર જિલ્લાઓ, પૂર્વમાં હરદોઈ જિલ્લો, અગ્નિમાં ઉન્નાવ…

વધુ વાંચો >

ફિજી

ફિજી નૈર્ઋત્ય પૅસિફિક મહાસાગરમાં આવેલો પ્રજાસત્તાક ટાપુસમૂહ. ભૌગોલિક સ્થાન : આ ટાપુસમૂહ 18° 0´ દ. અ. અને 178° 0´ પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. તે ન્યૂઝીલૅન્ડના ઑકલૅન્ડથી ઉત્તરમાં આશરે 1,800 કિમી. અંતરે તથા ઑસ્ટ્રેલિયાના સિડનીથી ઈશાનમાં આશરે 2,700 કિમી. અંતરે આવેલો છે. ફિજીનો રાષ્ટ્રસમૂહ વાસ્તવમાં તો કુલ 806 જેટલા ટાપુઓથી…

વધુ વાંચો >

ફિનલૅન્ડ

ફિનલૅન્ડ ઉત્તર યુરોપમાં આવેલો દેશ. ભૌ. સ્થાન : 58° 30´થી 70° 05´ ઉ. અ. અને 19° 07´થી 31° 35´ પૂ. રે. વચ્ચે વિસ્તરેલો છે. આ દેશનો 66% ભૂમિભાગ ગાઢ જંગલોથી આચ્છાદિત હોવાથી તથા કુલ 33,522 ચોકિમી. જળવિસ્તાર ધરાવતાં, ઠેકઠેકાણે આવેલાં હજારો સરોવરોથી ભરાયેલો રહેતો હોવાથી તેનું સમગ્ર સ્થળર્દશ્ય રમણીય બની…

વધુ વાંચો >

ફિનલૅન્ડનો અખાત

ફિનલૅન્ડનો અખાત : બાલ્ટિક સમુદ્રનો પૂર્વ તરફ વિસ્તરેલો ફાંટો. તે ઉત્તરમાં ફિનલૅન્ડ અને પૂર્વ તથા દક્ષિણે ઍસ્તોનિયા વચ્ચે આવેલો છે. તે પૂર્વ-પશ્ચિમ 400 કિમી. લંબાઈમાં તથા ઉત્તર-દક્ષિણ સ્થાનભેદે 19થી 128 કિમી. જેટલી પહોળાઈમાં પથરાયેલો છે. તે પૂર્વ તરફ છીછરો, પરંતુ પશ્ચિમ છેડા તરફ તેની મહત્તમ ઊંડાઈ 115 મીટર જેટલી છે.…

વધુ વાંચો >

ફિનિક્સ (શહેર)

ફિનિક્સ (શહેર) : યુ.એસ.ના અગ્નિભાગમાં આવેલા અલાબામા રાજ્યની પૂર્વ સરહદે આવેલું શહેર. ભૌગોલિક સ્થાન : 32° 28´ ઉ. અ. અને 85° 0´ પ. રે. તે જ્યૉર્જિયા રાજ્યની પશ્ચિમ સરહદે આવેલા કોલંબસ શહેરની તદ્દન સામે બંને રાજ્યની સરહદ બનાવતી ચટ્ટાહુચી નદીના પશ્ચિમ કિનારા પર તેમજ માટગોમરીથી પૂર્વમાં 132 કિમી. અંતરે આવેલું…

વધુ વાંચો >

ફિનિક્સ ટાપુઓ

ફિનિક્સ ટાપુઓ : મધ્ય પશ્ચિમ પૅસિફિક મહાસાગરમાં વિષુવવૃત્તની નજીક દક્ષિણે કિરિબાતી વિભાગમાં આવેલા 8 કંકણાકાર પ્રવાલદ્વીપોનો વસ્તીવિહીન ટાપુસમૂહ. ભૌગોલિક સ્થાન : 4° દ. અ. અને 172° પ. રે.ની આજુબાજુ છૂટક છૂટક તે વહેંચાયેલા છે. તે હવાઈ ટાપુઓથી નૈર્ઋત્યમાં 2,650 કિમી.ને અંતરે આવેલા છે. ટાપુસમૂહમાં ફિનિક્સ (રવાકી), સિડની (મનરા), મેક્કીન, ગાર્ડનર…

વધુ વાંચો >

ફિયૉર્ડ

ફિયૉર્ડ : સીધા ઢોળાવવાળી બાજુઓ ધરાવતા (નદીમુખ કે) હિમનદીમુખમાં પ્રવેશેલો દરિયાઈ ફાંટો. આવા ફાંટા થાળા આકારના અને પ્રમાણમાં લાંબા હોય છે. જૂના વખતમાં જામેલા, સરકતા જતા હિમજથ્થાના બોજથી હિમનદીઓનાં મુખ ઘસારો પામીને બાજુઓમાંથી ઊભા ઢોળાવવાળાં બનેલાં હોય છે. આ કારણે તે દરિયાઈ જળથી ભરાયેલાં રહે છે. હિમનદીઓ કે હિમજથ્થા ધરાવતા…

વધુ વાંચો >

ફિરોજપુર

ફિરોજપુર : પંજાબ રાજ્યનો પશ્ચિમ સીમાવર્તી જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક અને શહેર. જિલ્લો : આ જિલ્લો 29° 55´થી 31° 09´ ઉ. અ. અને 73° 52´થી 75° 26´ પૂ. રે. વચ્ચેનો આશરે 5,874 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે અમૃતસર અને કપુરથલા જિલ્લા, ઈશાન અને પૂર્વ…

વધુ વાંચો >