ગિરીશભાઈ પંડ્યા
પંકપ્રવાહ
પંકપ્રવાહ : પંક પથરાવાથી અને પ્રસરણ પામવાથી તૈયાર થતી રચના. પહાડી પ્રદેશોમાં અવારનવાર થતા ભૂપાતના ભીના દ્રવ્યજથ્થાનો વિનાશકારી પ્રકાર. સૂક્ષ્મ માટીદ્રવ્ય તેમાં આગળ પડતું હોય છે. પહાડોના ઉગ્ર ઢોળાવો પર કે કોતરોમાં આ પ્રકારનું દ્રવ્ય જળધારક બનતાં નરમ બને તો તેમાંથી પ્રવાહની રચના થાય છે. આ પ્રકારના દ્રવ્યનો 50 %થી…
વધુ વાંચો >પંકભૂમિ (marsh)
પંકભૂમિ (marsh) : પંકમિશ્રિત છીછરા જળથી લદબદ રહેતી ભૂમિ. કોહવાતી વનસ્પતિ સહિત ભેજવાળી રહેતી જમીનો, દરિયા-કંઠાર પરના ભેજવાળા રહેતા ખુલ્લા ભાગો, પર્વતોની વચ્ચેના ખીણવિસ્તારોના નીચાણવાળા ભાગો, સમશીતોષ્ણ વિસ્તારોમાંનાં તદ્દન છીછરાં રહેતાં બંધિયાર સરોવરો, અયનવૃત્તોમાંનાં ગરમ ભેજવાળી આબોહવાવાળાં સંખ્યાબંધ સ્થળો, જ્યાં ઝાડનાં ઝુંડ તેમજ વનસ્પતિ ઊગી નીકળતાં હોય; તેમની વચ્ચે વચ્ચે…
વધુ વાંચો >પંખાકાર કાંપસમૂહ (Bajada Bahada)
પંખાકાર કાંપસમૂહ (Bajada, Bahada) : (1) શુષ્ક કે અર્ધશુષ્ક પ્રદેશોમાં પૂર-પટ(flood-sheet)ને પરિણામે શિલાચૂર્ણની નિક્ષેપક્રિયા દ્વારા વિસ્તૃત પંખાકારમાં રચાતું મેદાની સ્વરૂપ. (2) પર્વત અને થાળાની વચ્ચેના વિસ્તારમાં પર્વત-તળેટીથી થાળા સુધીના ભાગમાં પંખાકારે કાંપના ભેગા થતા જવાથી રચાતું લગભગ સપાટ મેદાની આવરણ. (3) પર્વતની હારમાળાના તળેટી-વિસ્તારમાં પર્વતની ધારે ધારે કાંપના સંગમથી શ્રેણીબંધ…
વધુ વાંચો >પંચગની (Panchgani)
પંચગની (Panchgani) : મહારાષ્ટ્રના સાતારા જિલ્લામાં મહાબળેશ્વર (17o 55′ ઉ. અ. અને 73o 45′ પૂ. રે.) નજીક પૂર્વ તરફ 18 કિમી. અંતરે આવેલું ગામ, ગિરિમથક, આરોગ્યધામ તેમજ પ્રવાસી સ્થળ. તે પુણેથી 100 કિમી.ને અંતરે સુરુલમહાબળેશ્વર માર્ગ પર સહ્યાદ્રિની હારમાળામાં 1313 મીટરની ઊંચાઈએ આવેલું છે. અહીંથી 45 કિમી.ને અંતરે આવેલું વાથાર…
વધુ વાંચો >પંજાબ (પાકિસ્તાન)
પંજાબ (પાકિસ્તાન) : દક્ષિણ એશિયાનો લગભગ 7,00,000 ચોકિમી.નો વિશાળ મેદાની વિસ્તાર આવરી લેતો ભારત-પાકિસ્તાનમાં આવેલો પ્રદેશ. ‘પંજાબ’ નામ ધરાવતો પ્રાંત પાકિસ્તાનના ઈશાન ભાગમાં તથા એ જ નામ ધરાવતું રાજ્ય વાયવ્ય ભારતમાં જોડાજોડ એકબીજાની સરહદે આવેલાં છે. આ સરહદ આંતરરાષ્ટ્રીય સરહદ છે. પાકિસ્તાનનો પંજાબ પ્રાંત ભારતના પંજાબ રાજ્યની પશ્ચિમ તરફ આવેલો…
વધુ વાંચો >પાણિપત
પાણિપત : દિલ્હીની ઉત્તરે આવેલ ઐતિહાસિક યુદ્ધમેદાન. વાયવ્ય ભારતમાં આવેલા હરિયાણા રાજ્યના પાણિપત જિલ્લાનું એક નગર. તે દિલ્હીથી ઉત્તરે આશરે 80 કિમી. અંતરે જમના નદીના ખુલ્લા મેદાનમાં, ઉત્તરપ્રદેશ અને હરિયાણાની રાજ્ય-સરહદની નજીક પશ્ચિમ તરફ આવેલું છે. ભૌગોલિક સ્થાન : 29º23′ ઉ. અ. અને 76o 58′ પૂ. રે. આ નગરમાં સુતરાઉ…
વધુ વાંચો >પાતુઆખાલી
પાતુઆખાલી : બાંગ્લાદેશના ખુલના વહીવટી વિભાગમાં આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. આ જિલ્લાની ઉત્તર અને પૂર્વમાં બરીસાલ (બાકરગંજ) જિલ્લો, દક્ષિણે બંગાળાનો ઉપસાગર, નૈર્ઋત્યમાં ખુલના જિલ્લો આવેલા છે. આ જિલ્લાનો વિસ્તાર 4,338 ચોકિમી. જેટલો છે. આખોય વિસ્તાર હારીનઘાટા, બિશખાલી અને બુરીશ્વર નદીઓનાં પૂરનાં મેદાનોથી બનેલો હોવાથી તે હકીકતમાં…
વધુ વાંચો >પાયરોક્લૉર
પાયરોક્લૉર : માઇક્રોલાઇટ શ્રેણીનું ખનિજ. એલ્સવર્થાઇટ અને હૅચેટ્ટોલાઇટ તેના પ્રકારો છે. રાસા. બં.: (Na, Ca, U)2 (Nb, Ta, Ti)2O6 (OH, F). સ્ફ. વ. : ક્યૂબિક. સ્ફ. સ્વ. : સ્ફટિકો ઑક્ટાહેડ્રલ, ક્યારેક (011), (113) કે (001) ફલકો સહિત. ખડકોમાં જડાયેલા કણો સ્વરૂપે પણ મળે; અનિયમિત દળદાર જથ્થા પણ મળે. યુગ્મતા (111)…
વધુ વાંચો >પાયરૉક્સિનાઇટ
પાયરૉક્સિનાઇટ : એક પ્રકારનો અલ્ટ્રાબેઝિક અગ્નિકૃત ખડક. આવશ્યકપણે માત્ર પાયરૉક્સિનથી બનેલા મધ્યમ કે સ્થૂળ દાણાદાર ખડકને પાયરૉક્સિનાઇટ કહેવાય. ઑલિવીન-વિહીન અન્ય લોહમૅગ્નેશિયન ખનિજોથી બનેલા પર્કનાઇટને પણ પાયરૉક્સિનાઇટ કહી શકાય. વધુ પડતા પાયરૉક્સિનથી બનેલો, ક્યારેક થોડા ઑલિવીન કે હૉર્નબ્લેન્ડ સહિતનો, વજનદાર, ઘેરા રંગવાળો દૃશ્ય સ્ફટિકોવાળો (phaneritic) અગ્નિકૃત ખડક. વધુ પડતા કે સંપૂર્ણ…
વધુ વાંચો >પાયરૉક્સિનૉઇડ (pyroxenoids)
પાયરૉક્સિનૉઇડ (pyroxenoids) : ખનિજોનો એક સામૂહિક પ્રકાર. રાસાયણિક રીતે પાયરૉક્સિન ખનિજવર્ગને સમાન એવાં સૂત્રો ધરાવતો, પરંતુ અણુરચનાત્મક દૃષ્ટિએ સંબંધ ન ધરાવતો ખનિજસમૂહ. આ સમૂહમાં સંકલિત SiO4 ચતુષ્ફલકોની એકાકી શૃંખલા હોય છે, જ્યારે પાયરૉક્સિન-સમૂહમાં આવી સાદી શૃંખલા નથી હોતી. કેટાયનનો વધુ મર્યાદિત ગાળો તેના માળખામાં ગોઠવાય છે અને Alથી થતું Siનું…
વધુ વાંચો >