ગિરીશભાઈ પંડ્યા

નૉરફોક ટાપુ

નૉરફોક ટાપુ : દક્ષિણ પૅસિફિક મહાસાગરમાં ઑસ્ટ્રેલિયાના સિડનીથી ઈશાનમાં 1600 કિમી. અંતરે અને ન્યૂઝીલૅન્ડના ઑકલૅન્ડથી વાયવ્યમાં 1000 કિમી. અંતરે આવેલો ઑસ્ટ્રેલિયન કબજા હેઠળનો નૉરફોકનો ટાપુ મુખ્ય છે, પરંતુ ફિલિપ અને નેપીઅન નામના બીજા બે નાના ટાપુઓ પણ નજીકમાં આવેલા છે. તે બંને વસ્તીવિહીન છે. ઑસ્ટ્રેલિયા-કેનબેરાના મુલ્કી ખાતા મારફતે ગવર્નર જનરલ…

વધુ વાંચો >

નૉરમાર્કાઇટ

નૉરમાર્કાઇટ : સાયનાઇટનો એક પ્રકાર. સબઍસિડિક અગ્નિકૃત-અંત:કૃત પ્રકારનો ખડક. સાયનાઇટનો અતિસંતૃપ્ત પ્રકાર. આલ્કલી-ફેલ્સ્પારથી અતિસમૃદ્ધ હોય, થોડોક ક્વાર્ટ્ઝ હોય, પરંતુ પ્લેજિયોક્લેઝ ન હોય એવા સાયનાઇટને નૉરમાર્કાઇટ કહેવાય. નૉર્વેના નૉરમાર્ક સ્થળમાં મળતા આ લાક્ષણિક પ્રકાર પરથી નામ પડેલું છે. (જુઓ : સાયનાઇટ.) ગિરીશભાઈ પંડ્યા

વધુ વાંચો >

નૉરાઇટ

નૉરાઇટ : ગૅબ્બ્રોનો એક પ્રકાર. બેઝિક અગ્નિકૃત–અંત:કૃત પ્રકારનો ખડક, જેમાં લૅબ્રેડોરાઇટ (પ્લેજિયોક્લેઝ) ઉપરાંત ક્લાઇનોપાયરૉક્સીન કરતાં ઑર્થોપાયરૉક્સીનનું પ્રમાણ વિશેષ હોય. તેની કણરચના ગૅબ્બ્રોના જેવી જ મધ્યમથી સ્થૂળ દાણાદાર હોય છે. ઑલિવિન સહિતનો આ પ્રકાર ઑલિવિન-નૉરાઇટ કહેવાય છે. હાયપરસ્થીન ગૅબ્બ્રો તેનું ઉદાહરણ છે. (જુઓ : ગૅબ્બ્રો.) ગિરીશભાઈ પંડ્યા

વધુ વાંચો >

નૉર્વે

નૉર્વે ઉત્તર યુરોપના સ્કૅન્ડિનેવિયન દ્વીપકલ્પમાં આવેલો દેશ. ભૌગોલિક સ્થાનની દૃષ્ટિએ તે 57° 53´થી 71° 0´ ઉ. અ. અને 5° 0´થી 31° 15´  પૂ. રે. વચ્ચે આવેલો છે. સ્વાલબાર્ડ અને યાન માઇએન ટાપુ સહિત તેનું કુલ ક્ષેત્રફળ 3,23,895 ચોકિમી. જેટલું છે. ઉત્તરે આર્ક્ટિક મહાસાગરનો બેરન્ટ્સ સમુદ્ર, વાયવ્ય તેમજ પશ્ચિમે નૉર્વેજિયન સમુદ્ર…

વધુ વાંચો >

નોસીઅન (નોસીલાઇટ)

નોસીઅન (નોસીલાઇટ) : સોડાલાઇટ સમૂહમાં ગણાતું ખનિજ. રાસા. બં. : Na8A16Si6O24SO4 સ્ફ. વ. : ક્યૂબિક. સ્ફ. સ્વરૂપ : સ્ફટિકો ડોડેકાહેડ્રલ  મોટેભાગે જથ્થામય કે દળદાર, દાણાદાર. યુગ્મતા (111) ફલક પર. પારદર્શકથી પારભાસક. સંભેદ : (110) ફલક પર અસ્પષ્ટ. ચળકાટ : કાચમય. રંગ : રંગવિહીન, સફેદ, રાખોડી, ભૂરાશ-પડતો, કથ્થાઈ, લાલાશ-પડતો, કાળો. કઠિનતા…

વધુ વાંચો >

ન્યૂ કેસલ (કૅનેડા)

ન્યૂ કેસલ (કૅનેડા) : કૅનેડાના ન્યૂ બ્રુન્સવિકમાં આવેલું નગર અને બંદર. ભૌગોલિક સ્થાન : 47° 0´ ઉ. અ. અને 65° 34´ પ. રે.. તે પ્રાંતીય ધોરી માર્ગ નં. 11 પર તેમજ કૅનેડિયન નૅશનલ રેલમાર્ગ પર સેન્ટ જૉનની ઉત્તરે 193 કિમી. અંતરે મીરામિચિ નદીકાંઠે વસેલું છે. 1899માં તેને નગર તરીકેનો દરજ્જો…

વધુ વાંચો >

પચમઢી (પંચમઢી)

પચમઢી (પંચમઢી) : મધ્યપ્રદેશનું જાણીતું ગિરિમથક, આરોગ્યધામ તથા રાજ્યનું ઉનાળુ પાટનગર. ભૌ. સ્થાન : 22° 30´ ઉ.અ. અને 78° 30´ પૂ.રે. તે રાજ્યના હોશંગાબાદ જિલ્લાના સોહાગપુર તાલુકામાં સાતપુડા પર્વતશ્રેણીમાં આવેલું છે. આશરે 60 ચોકિમી.માં વિસ્તરેલું, આરોગ્યધામ તરીકે વિકસેલું આ ગિરિમથક સમુદ્રસપાટીથી 1067 મીટર ઊંચાઈ પર વસેલું છે. ભૂપૃષ્ઠના ઊંચાણ-નીચાણની વિવિધતા…

વધુ વાંચો >

પડખવાણ (exfoliation)

પડખવાણ (exfoliation) : ખડકની બાહ્યસપાટી પરથી પડ છૂટાં પડવાની ક્રિયા. ભૌતિક કે રાસાયણિક પરિબળોની ક્રિયા વાતાવરણમાં ખુલ્લા રહેલા ખડકો પર થાય છે. તે ઉપરાંત દૈનિક તાપમાનના ગાળા દરમિયાન વારાફરતી એ ખડકો ગરમ અને ઠંડા થતા હોય છે. એ કારણોથી ખડકોની બાહ્ય સપાટીમાં જુદા જુદા પ્રમાણમાં પ્રસરણ-સંકોચન થાય છે અને તેથી…

વધુ વાંચો >

પતિયાલા

પતિયાલા : ભારતની વાયવ્ય દિશાએ પંજાબ રાજ્યના 33 જિલ્લાઓમાંનો એક જિલ્લો અને જિલ્લામથક. ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ – આબોહવા : તે 38 47´ ઉ. અ.થી 39 41´ ઉ. અ. અને 115 58´ પૂ. રે.થી 116 54´ પૂ. રે.ની આસપાસ આવેલો જિલ્લો. જેની ઉત્તરે ફત્તેહગઢ, સાહિબ અને મોહાલી જિલ્લા, પશ્ચિમે ફત્તેહગઢ, સાહિબ અને સંગરુર જિલ્લા, પૂર્વે…

વધુ વાંચો >

પત્રબંધ-રચના (foliated structure)

પત્રબંધ–રચના (foliated structure) : ખડકોમાં જોવા મળતી પત્રવત્ કે પર્ણવત્ ખનિજીય ગોઠવણી. કોઈ પણ ખડકના બંધારણમાં રહેલાં ખનિજો જ્યારે અન્યોન્ય સમાંતર પડસ્થિતિમાં સંકેન્દ્રિત થયેલાં હોય ત્યારે ઉદ્ભવતી ગોઠવણીને પત્રબંધ(પર્ણવત્) રચના કહેવાય. ખડકોમાં જોવા મળતી પ્રવાહરચના, ફાટ-સંભેદ, સ્લેટ-સંભેદ અને શિસ્ટોઝ સંરચના પત્રબંધ-રચનાના જ પ્રકાર ગણાય. ખડકો જ્યારે દાબનાં પ્રતિબળોની અસર હેઠળ…

વધુ વાંચો >