ગિરીશભાઈ પંડ્યા

ગ્રેબન

ગ્રેબન : એક પ્રકારનું ગર્ત અથવા થાળું. બે સમાંતર સ્તરભંગો વચ્ચેનો અવતલન પામેલો ભૂમિભાગ. આવા ભૂમિભાગની લંબાઈનું પરિમાણ તેની પહોળાઈ કરતાં ઘણું વધારે હોઈ શકે છે. ફાટખીણને પણ ગ્રેબન તરીકે ઘટાવાય છે; દા.ત., રાઇન નદીનો વિસ્તાર વોસજીસ અને બ્લૅક ફૉરેસ્ટ પર્વત વચ્ચે અવતલન પામેલો છે. આફ્રિકાની ફાટખીણ પણ ગ્રેબન તરીકે…

વધુ વાંચો >

ગ્વાનો

ગ્વાનો : સેન્દ્રિય ઉત્પત્તિજન્ય ફૉસ્ફેટનિક્ષેપ. સામાન્ય રીતે ટાપુઓ પર ટોળામાં વસવાટ કરતાં અને માછલીઓ પર નભતાં પક્ષીઓ, ચામાચીડિયાં તેમજ અન્ય પ્રાણીઓની હગારથી બનેલા નિક્ષેપજથ્થા માટે ‘ગ્વાનો’ શબ્દ પ્રયોજાય છે. આ પ્રકારનાં સંકેન્દ્રણો દરિયાઈ ટાપુઓ પર તેમજ દરિયાકિનારાના કેટલાક ભાગો પર મળતાં હોય છે. આ ઉપરાંત ચૂનાખડકોમાં તૈયાર થયેલી ગુફાઓમાં પણ…

વધુ વાંચો >

ગ્વાલિયર

ગ્વાલિયર : મધ્યપ્રદેશના ઉત્તર ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 25° 34´થી 26° 21´ ઉ. અ. અને 77° 40´થી 78° 54´ પૂ. રે. વચ્ચેનો 5,214 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ જિલ્લો બે ભાગમાં વહેંચાયેલો છે, જેમાં મોટો ભાગ પશ્ચિમ તરફ અને…

વધુ વાંચો >

ઘર્ષણક્રિયા (abrasion)

ઘર્ષણક્રિયા (abrasion) : નદીજળ દ્વારા થતી વહનક્રિયામાં ખનિજકણોની પરસ્પર ભૌતિક અથડામણથી થતો ઘસારો. આ પ્રકારના પરિબળથી કણોના પરિમાણમાં ક્રમશ: ઘટાડો થતો જાય છે, કણો ગોળાકાર બને છે અને ક્યારેક તેમનું ચૂર્ણમાં રૂપાંતર પણ થાય છે. પવન દ્વારા વેગથી ઊડી આવતા કણો જ્યારે આ જ રીતે પરસ્પર અથડાઈને ઘસાય ત્યારે તે…

વધુ વાંચો >

ઘસારો (erosion)

ઘસારો (erosion) : ભૂપૃષ્ઠના ખડકો કે પૃથ્વીની સપાટી પરનો કોઈ પણ દ્રવ્ય જથ્થો જે જે પ્રક્રિયાઓ દ્વારા તેમના મૂળ માતૃખડક કે સમૂહમાંથી મુક્ત થઈ છૂટો પડે અને દ્રાવ્ય બને તે તમામ પ્રક્રિયાઓ. આ પ્રક્રિયાઓમાં ખવાણ, ધોવાણ, દ્રાવણ અને વહનક્રિયાનો સમાવેશ કરી શકાય. ભૌતિક (વિભંજન) કે રાસાયણિક (વિઘટન) ક્રિયા દ્વારા છૂટા…

વધુ વાંચો >

ઘુંમટ (ભૂસ્તરશાસ્ત્ર)

ઘુંમટ (ભૂસ્તરશાસ્ત્ર) : ગેડનો એક પ્રકાર. સ્તર કે સ્તરોનો સમૂહ નીચેથી ઉપર તરફ કાર્ય કરતાં દાબનાં વિરૂપક બળોની અસરને કારણે જ્યારે ગોળાઈમાં ઊંચકાય ત્યારે સ્તરો બધી બાજુએ કેન્દ્રત્યાગી નમનદિશાવાળા બને છે. આવા આકારમાં રચાતા ગેડપ્રકારને ઘુંમટ કે ઘુંમટ-ગેડ (domical fold) કહે છે. કચ્છમાં જુરા અને હબઈ ગામો નજીક જોવા મળતા…

વધુ વાંચો >

ચતુર્થ જીવયુગ (Quaternary period)

ચતુર્થ જીવયુગ (Quaternary period) : કૅનોઝોઇક મહાયુગનો ઉત્તરાર્ધ કાળ. ભૂસ્તરીય કાળક્રમમાં તે તૃતીય (tertiary) જીવયુગ પછી શરૂ થતો હોઈ તેને ચતુર્થ જીવયુગ નામ આપવામાં આવ્યું છે. આ કાળને શરૂ થયે હજી તો વધુમાં વધુ 20 ± લાખ વર્ષ અને છેલ્લા સંશોધન મુજબ 16 ± લાખ વર્ષ જેટલો સમય વીત્યો હશે;…

વધુ વાંચો >

ચતુર્થરૂપતા (tetartohedrism)

ચતુર્થરૂપતા (tetartohedrism) : એક જ સ્ફટિક વર્ગના પૂર્ણરૂપતા ધરાવતા ઉપવર્ગની સમતાનાં તત્વો માટે જરૂરી સંખ્યાનાં ફલકો પૈકી જ્યારે તેનાથી નિમ્ન કક્ષાની સમતામાં ચોથા ભાગની સંખ્યાનાં ફલકોવાળાં સ્વરૂપો મળે ત્યારે એવાં સ્વરૂપોને એકચતુર્થાંશ સ્વરૂપો કહેવાય છે અને આ પ્રકારની ઘટનાને ચતુર્થરૂપતા કહે છે. ઉદાહરણ તરીકે નીચેનાં સ્વરૂપો લઈ શકાય. સ્ફટિક વર્ગ…

વધુ વાંચો >

ચર્ટ

ચર્ટ : સિલિકાનો અદ્રાવ્ય, અવશિષ્ટ સૂક્ષ્મસ્ફટિકમય પ્રકાર. કૅલ્સેડોની અને સૂક્ષ્મસ્ફટિકમય ક્વાર્ટ્ઝનું કે વિવિધ જાતના ઓપલયુક્ત સિલિકાનું બનેલું ઘનિષ્ઠ સ્વરૂપ; અથવા કૅલ્સેડોની અને ઓપલ બંનેના બનેલા ઘનિષ્ઠ ખડક-સ્વરૂપને પણ ચર્ટ તરીકે ઓળખાવાય છે. તે દળદાર સ્વરૂપવાળાં ઓપલયુક્ત સિલિકાથી માંડીને ક્રિસ્ટોબેલાઇટનાં અવ્યવસ્થિત રીતે ગોઠવાયેલાં અંતર્ગત માળખાવાળાં ઓપલ સુધીનાં વિવિધ સ્વરૂપોમાં પ્રાપ્ય હોય…

વધુ વાંચો >

ચર્નિયન

ચર્નિયન : ઇંગ્લૅન્ડના લેસ્ટરશાયરમાં જોવા મળતો લાક્ષણિક પ્રી-કૅમ્બ્રિયન જ્વાળામુખીજન્ય સ્તરવિદ્યાત્મક વિભાગ. ગિરીશભાઈ પંડ્યા

વધુ વાંચો >