ગિરીશભાઈ પંડ્યા
ગોલપારા (Goalpara)
ગોલપારા (Goalpara) : અસમ રાજ્યના પશ્ચિમ ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 26° 25´ ઉ. અ. અને 89° 25´ પૂ. રે. આજુબાજુનો 1824 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે બ્રહ્મપુત્ર નદીથી અલગ પડતા ધુબરી, બૉંગાઇગાંવ અને બારપેટા જિલ્લા તથા દક્ષિણ તરફ…
વધુ વાંચો >ગૉલશ્મિટ, વિક્ટર મોરિત્સ
ગૉલશ્મિટ, વિક્ટર મોરિત્સ (જ. 27 જાન્યુઆરી 1888, ઝુરિક, સ્વિટ્ઝર્લૅન્ડ; અ. 20 માર્ચ 1947, ઑસ્લો, નૉર્વે) : અકાર્બનિક સ્ફટિક-રસાયણશાસ્ત્ર અને આધુનિક ભૂરસાયણશાસ્ત્રનો પાયો નાખનાર નૉર્વેજિયન ખનિજશાસ્ત્રી અને ખડકવિદ. 1900માં કુટુંબ સાથે નૉર્વે ગયા. નૉર્વેની યુનિવર્સિટીના ભૂસ્તરશાસ્ત્રી વાલ્ડિમેર સી. બ્રોગરના વિદ્યાર્થી બન્યા. અભ્યાસકાળ પૂરો થતાં 1914માં મિનરૉલૉજિકલ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રોફેસર અને ડિરેક્ટર તરીકે…
વધુ વાંચો >ગૉલશ્મિટ, વિક્ટર મોર્ડેશાઈ
ગૉલશ્મિટ, વિક્ટર મોર્ડેશાઈ (જ. 10 ફેબ્રુઆરી 1853, માઇન્ત્સ, હેસ; અ. 8 મે 1933, સૉલ્ઝબર્ગ) : જર્મન ખનિજશાસ્ત્રી. સ્ફટિકશાસ્ત્રના પ્રખર અભ્યાસી. ‘ઇન્ડેક્સ ઑવ્ ક્રિસ્ટલ ફૉર્મ્સ વિશે ત્રણ ગ્રંથ 1886–91માં અને ‘ક્રિસ્ટલોગ્રાફિક ટેબલ ઑવ્ અગલ્સ’ 1897માં પ્રકાશિત કર્યા. 1912–23 દરમિયાન ‘ઍટલસ ઑવ્ ક્રિસ્ટલ ફૉર્મ્સ’ના ગ્રંથોનું સંકલન કર્યું. સ્ફટિક સંજ્ઞાઓમાં જોવા મળતી અંકશ્રેણી…
વધુ વાંચો >ગોલાઘાટ (Golaghat)
ગોલાઘાટ (Golaghat) : અસમ રાજ્યના મધ્ય-પૂર્વ ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 26° 31´ ઉ. અ. અને 93° 58´ પૂ. રે.ની આજુબાજુનો 3,502 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે શોણિતપુર અને જોરહટ, પૂર્વ તરફ જોરહટ અને નાગાલૅન્ડ રાજ્યની સીમા, દક્ષિણ તરફ…
વધુ વાંચો >ગોંડા (Gonda)
ગોંડા (Gonda) : ઉત્તરપ્રદેશના ફૈઝાબાદ વિભાગમાં ઉત્તર તરફ આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. તે 26° 46´થી 27° 50´ ઉ. અ. અને 81° 33´થી 82° 46´ પૂ. રે. વચ્ચેનો 4,003 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની મહત્તમ લંબાઈ 68 કિમી. અને મહત્તમ પહોળાઈ 66 કિમી. જેટલી છે.…
વધુ વાંચો >ગૌણ સલ્ફાઇડ નિક્ષેપો
ગૌણ સલ્ફાઇડ નિક્ષેપો (secondary sulphide deposits) : ભૂગર્ભજળસપાટીથી નીચેના કેટલાક વિભાગોમાં અનુકૂળ સંજોગો હેઠળ ઉદભવતા સલ્ફાઇડજન્ય નિક્ષેપો. ભૂપૃષ્ઠના ખડકો પર લાંબા ગાળાની ખવાણની ક્રિયાની અસર થાય છે ત્યારે તેમાંના ખનિજ-ઘટકો વિભંજન – વિઘટન પામીને છૂટા પડી જાય છે. મોટા ભાગનાં દ્રવ્યો જળવહન દ્વારા સ્થાનાંતરિત થાય છે; પરંતુ ખડકોમાં ધાતુખનિજ-દ્રવ્ય હોય…
વધુ વાંચો >ગ્રહીય ભૂગર્ભજળ (meteoric water)
ગ્રહીય ભૂગર્ભજળ (meteoric water) : વાતાવરણમાં ભેજસ્વરૂપે સંગ્રહાયેલું જળ અથવા વાતાવરણમાંથી કોઈ પણ સ્વરૂપે પ્રાપ્ત થતું જળ. તે વર્ષાજળ, ઝાકળજળ, ધુમ્મસજળ, હિમજળ કે બરફસ્વરૂપે હોઈ શકે. આ તમામ સ્વરૂપોમાં સ્થિત જળ છેવટે નદીનાળાં મારફતે પોપડાનાં ખડકછિદ્રો દ્વારા પ્રવેશ પામી ભૂગર્ભજળ તરીકે એકત્રિત થઈને સચવાઈ રહે છે. સપાટી પરના જળનું બાષ્પીભવન…
વધુ વાંચો >ગ્રાઇસેન
ગ્રાઇસેન : મોટે ભાગે અબરખ, ક્વાર્ટઝ અને ક્યારેક ટોપાઝ (પોખરાજ) સહિતનાં ખનીજોના બંધારણવાળો એક પ્રકારનો ખડક. ગ્રૅનાઇટ કે ગ્રૅનાઇટ જેવા ખડકો ઉપર ફ્લૉરિન-સમૃદ્ધ ઉષ્ણબાષ્પ ખનીજ-પ્રક્રિયા થતાં, તેમાં રહેલું ઑર્થોક્લેઝ ફેલ્સ્પાર K2O · Al2O3 · 6SiO2 પરિવર્તિત થતું જઈ જલયુક્ત બંધારણવાળા અબરખમાં ફેરવાય છે. આ અબરખ મોટે ભાગે તો મસ્કોવાઇટ હોય…
વધુ વાંચો >ગ્રાફિક કણરચના
ગ્રાફિક કણરચના : ક્વાર્ટ્ઝ અને ફૅલ્સ્પારની વ્યવસ્થિત આંતરવિકાસ ગૂંથણીમાંથી ઉદભવતી કણરચના. આ પ્રકારની કણરચના મહદ્અંશે ગ્રૅનાઇટ બંધારણવાળા ખડકોમાં જોવા મળે છે. બે ખનીજોનું જ્યારે એકીસાથે સ્ફટિકીકરણ થાય છે ત્યારે આ પ્રકારનું માળખું ગોઠવાય છે. આવી કણરચનાવાળા માળખામાં ફૅલ્સ્પારની પશ્ચાદભૂમાં ફૅલ્સ્પારની લગોલગ ક્વાર્ટ્ઝના વીક્ષાકાર સ્ફટિકો ગોઠવાયેલા જોવા મળે છે. આ બે…
વધુ વાંચો >ગ્રિનોકાઇટ
ગ્રિનોકાઇટ : રા. બં. : CdS (Cd = 77.7 % S 22.3 %) (ગ્રિનોકાઇટ અને હોવલિયાઇટ બંને CdSના દ્વિરૂપ પ્રકારો છે.) સ્ફ.વ. : હેક્ઝાગૉનલ – અર્ધસ્વરૂપ સ્ફટિકો. સ્વ. : પ્રિઝમ અને પિરામિડ; ક્યારેક મૃદાચ્છાદિત યુગ્મસ્ફટિકો ચક્રાકારી, લગભગ પારદર્શક. સં. : સ્પષ્ટ (1120), અપૂર્ણ (0001). ભં. સ.…
વધુ વાંચો >