ગિરીશભાઈ પંડ્યા

હડસનનો ઉપસાગર (હડસનનો અખાત)

હડસનનો ઉપસાગર (હડસનનો અખાત) : કૅનેડાના ઈશાન ભાગમાં આવેલો વિશાળ સમુદ્રફાંટો. ભૌગોલિક સ્થાન : તે 60° ઉ. અ. અને 86° પ. રે.ની આજુબાજુનો આશરે 8,19,730 (આજુબાજુના અન્ય ફાંટાઓ સહિત 12,33,000) ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ ઉપસાગર તેના દક્ષિણ ફાંટા જેમ્સના અખાત સહિત ઉત્તર–દક્ષિણ 1,690 કિમી. લાંબો અને પૂર્વ–પશ્ચિમ…

વધુ વાંચો >

હમાઇટ (હ્યુમાઇટ  Humite)

હમાઇટ (હ્યુમાઇટ  Humite) : સ્ફટિકરચના અને રાસાયણિક બંધારણનું ઘનિષ્ઠ સંકલન અને સંબંધ ધરાવતી મૅગ્નેશિયમ નેસોસિલિકેટ ખનિજોની શ્રેણી. નીચેની સારણીમાં બતાવ્યા મુજબ આ શ્રેણીમાં ચાર ખનિજોનો સમાવેશ થાય છે : હમાઇટ શ્રેણીનાં ખનિજોનાં બંધારણ : કોષ (cell) પરિમાણ ખનિજ     બંધારણ a0 b0 c0 નૉર્બર્ગાઇટ Mg3(SiO4)(F·OH)2 8.74 4.71 10.22 કૉન્ડ્રોડાઇટ Mg5(SiO4)2(F·OH)2…

વધુ વાંચો >

હમીરપુર (ઉત્તરપ્રદેશ)

હમીરપુર (ઉત્તરપ્રદેશ) : ઉત્તરપ્રદેશ રાજ્યના ઝાંસી વિભાગમાં આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 25° 57´ ઉ. અ. અને 80° 09´ પૂ. રે.ની આજુબાજુનો 4,095 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. ઉત્તરમાં યમુના નદીથી અલગ પડતા કાનપુર અને ફતેહપુર જિલ્લા આવેલા છે. પૂર્વમાં બાંદા જિલ્લો કેન નદીથી અલગ પડે છે. દક્ષિણ…

વધુ વાંચો >

હમીરપુર (હિમાચલ પ્રદેશ)

હમીરપુર (હિમાચલ પ્રદેશ) : હિમાચલ પ્રદેશમાં આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 31° 41´ ઉ. અ. અને 76° 31´ પૂ. રે.ની આજુબાજુનો 1,118 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે બિયાસ નદીથી અલગ પડતો કાંગરા જિલ્લો, પૂર્વમાં સરખાદથી અલગ પડતો મંડી જિલ્લો, દક્ષિણે બિલાસપુર જિલ્લો તથા પશ્ચિમે ઊના જિલ્લો…

વધુ વાંચો >

હમ્બર (નદી)

હમ્બર (નદી) : ઇંગ્લૅન્ડના ઈશાન ભાગમાં હમ્બરસાઇડ પરગણામાં થઈને પૂર્વ તરફ વહેતી, ઉત્તર સમુદ્રને મળતી નદી. ભૌગોલિક સ્થાન : 53° 32´ ઉ. અ. અને 0° 08´ પૂ. રે.. તેની લંબાઈ આશરે 64 કિમી. જેટલી તથા પહોળાઈ સ્થાનભેદે 1.5 કિમી.થી 11 કિમી. જેટલી છે. ઔસ અને ટ્રેન્ટ તેની સહાયક નદીઓ છે.…

વધુ વાંચો >

હરતાલ (orpiment)

હરતાલ (orpiment) : આર્થિક દૃષ્ટિએ મહત્વનાં ગણાતાં આર્સેનિક(સોમલ)નાં ત્રણ ખનિજો આર્સેનોપાયરાઇટ, હરતાલ(ળ) અને રિયલગાર પૈકીનું એક. તેને હરિતાલ પણ કહે છે. રાસા. બં. : As2S3 – આર્સેનિક ટ્રાયસલ્ફાઇડ, તેમાં આર્સેનિકની ટકાવારી 61.0 % અને ગંધકની 39 % જેટલી હોય છે. સ્ફ. વર્ગ : મૉનોક્લિનિક. સ્ફ. સ્વ. : સ્ફટિકો વિરલ, મોટે…

વધુ વાંચો >

હરદોઈ

હરદોઈ : ઉત્તર પ્રદેશ રાજ્યના લખનૌ વિભાગમાં પશ્ચિમ તરફ આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 26° 53´થી 27° 47´ ઉ. અ. અને 79° 41´થી 80° 49´ પૂ. રે. વચ્ચેનો 5986 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર તરફ શાહજહાનપુર અને લખીમપુર ખેરી જિલ્લા,…

વધુ વાંચો >

હરદ્વાર

હરદ્વાર : ઉત્તરાખંડ રાજ્યના હરદ્વાર જિલ્લામાં આવેલું હિન્દુઓનું પવિત્ર યાત્રાધામ. ભૌગોલિક સ્થાન : તે 29° 57´ 30´´ ઉ. અ. અને 78° 12´ 00´´ પૂ. રે. પર સહરાનપુરથી અંદાજે 63 કિમી. ઈશાનમાં શિવાલિક પર્વતમાળાના તળેટીના ભાગમાં ગંગા નદીના જમણા કાંઠે વસેલું છે. અહીં ગંગા નદી પહાડી પ્રદેશ છોડીને મેદાની પ્રદેશમાં પ્રવેશ…

વધુ વાંચો >

હરદ્વાર (જિલ્લો)

હરદ્વાર (જિલ્લો) : ઉત્તરાખંડ રાજ્યના નૈર્ઋત્ય ભાગમાં આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન : 29° 57´ 30´´ ઉ. અ. અને 78° 12´ પૂ. રે.ની આજુબાજુ વિસ્તરેલો છે. તેની ઉત્તરે દહેરાદૂન જિલ્લો, પૂર્વમાં પૌરી ગઢવાલ જિલ્લો, અગ્નિ, દક્ષિણ અને પશ્ચિમ તથા વાયવ્યમાં ઉત્તરપ્રદેશની સીમા આવેલાં છે. જિલ્લામથક હરદ્વાર જિલ્લાની પૂર્વમાં આવેલું છે. લક્ષ્મણઝૂલા…

વધુ વાંચો >

હરારે

હરારે : આફ્રિકા ખંડના દક્ષિણ ભાગમાં આવેલા ઝિમ્બાબ્વેનું પાટનગર અને મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 17° 46´ દ. અ. અને 31° 08´ પૂ. રે.. તે માશોનાલૅન્ડ ઉચ્ચપ્રદેશ પર સમુદ્રસપાટીથી 1,525 મીટરની ઊંચાઈએ આવેલું છે. વિસ્તાર 872 ચોકિમી. હરારે શહેરનો મધ્યભાગ આ શહેર ઝિમ્બાબ્વેના સરકારી વહીવટી કેન્દ્રીય મથક, બૅંકિંગ મથક અને…

વધુ વાંચો >