ગિરીશભાઈ પંડ્યા

સ્પિટિ વિસ્તાર

સ્પિટિ વિસ્તાર : હિમાચલ પ્રદેશના ઈશાન ભાગમાં આવેલો તિબેટ સાથે સરહદ બનાવતો વિસ્તાર. ભૌગોલિક સ્થાન : તે 32° 10´ ઉ. અ. અને 78° 00´ પૂ. રે.ની આજુબાજુનો ભાગ આવરી લે છે. સતલજને મળતી સહાયક નદી સ્પિટિ અહીં વાયવ્યથી અગ્નિ તરફ વહે છે. મધ્ય હિમાલયમાં આ નદીએ બનાવેલી ખીણ ભૂસ્તરીય અભ્યાસમાં…

વધુ વાંચો >

સ્પિલાઇટ

સ્પિલાઇટ : બહિર્ભૂત આગ્નેય, સમુદ્રતલીય જ્વાળામુખી ખડકપ્રકાર. સમુદ્રતળ પર બનતો, સૂક્ષ્મ સ્ફટિકમયથી સૂક્ષ્મ દાણાદાર કણરચનાવાળો, બેસાલ્ટ સમકક્ષ, ઘનિષ્ઠ અગ્નિકૃત ખડક. તેમાં મોટે ભાગે દૃશ્ય સ્ફટિકોનો અભાવ હોય છે તથા તેમનો રંગ લીલાશ/રાખોડી લીલાશ પડતો હોય છે, તેથી આ ખડકો બેસાલ્ટ જેવા દેખાતા હોય છે. સ્પિલાઇટમાં ફેલ્સ્પાર તરીકે આલ્બાઇટ (કે ઑલિગોક્લેઝ)…

વધુ વાંચો >

સ્પેન

સ્પેન પશ્ચિમ યુરોપમાં આવેલો દેશ. ભૌગોલિક સ્થાન : તે આશરે 36o 00´થી 43o 30´ ઉ. અ. અને 4o 00´ પૂ. રે. થી 9o 30´ પ. રે. વચ્ચેનો 5,04,750 ચોકિમી. જેટલો (ભૂમધ્ય સમુદ્રમાં આવેલા બેલારિક ટાપુઓ તથા ઍટલૅંટિક મહાસાગરમાં આવેલા કૅનેરી ટાપુઓ સહિત) વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર–દક્ષિણ મહત્તમ લંબાઈ…

વધુ વાંચો >

સ્પેસરાઇટ (સ્પેસરટાઇટ)

સ્પેસરાઇટ (સ્પેસરટાઇટ) : ગાર્નેટ ખનિજશ્રેણી પૈકીનું ખનિજ. રાસાયણિક બંધારણ : Mn3Al2Si3O12 [Mn3Al2(SiO4)3]. સ્ફટિક વર્ગ : ક્યૂબિક. સ્ફ. સ્વ. : રહોમ્બ્ડોડેકાહેડ્રન. રંગ : ઘેરો લાલ અથવા કથ્થાઈ-લાલ. ચમક : કાચમય, સ્ફટિક ધાર પર પારભાસક. પ્રભંગ : અપૂર્ણ વલયાકાર. કઠિનતા : 7–7.5. વિ. ઘ. : 4.15થી 4.27. કસોટી : ફૂંકણી પર ગરમ…

વધુ વાંચો >

સ્પોડ્યુમિન (spodumene)

સ્પોડ્યુમિન (spodumene) : સ્ફુલિંગમણિ પાયરોક્સિન વર્ગનું ખનિજ. તે ટ્રાયફેન નામથી પણ ઓળખાય છે. રાસા. બંધારણ : LiAlSi2O6 – લિથિયમ ઍલ્યુમિનિયમ સિલિકેટ. તે લિથિયમનું ધાતુખનિજ છે અને સીરેમિક દ્રવ્યો માટેનો સ્રોત ગણાય છે. આ ખનિજ  સામાન્ય રીતે લિથિયમધારક ગ્રૅનાઇટ-પેગ્મેટાઇટમાં રહેલું હોય છે. તે જ્યારે પારદર્શક, તેજસ્વી અને કાચ જેવી ચમકવાળું હોય…

વધુ વાંચો >

સ્ફટિકવિદ્યા (crystallography)

સ્ફટિકવિદ્યા (crystallography) સ્ફટિકોના અભ્યાસ સાથે સંલગ્ન વિજ્ઞાનશાખા. આ શાખા હેઠળ સ્ફટિકવિદ્યાનાં નીચેનાં અંગોનો સવિસ્તર અભ્યાસ કરવામાં આવે છે : (1) સ્ફટિકોની લાક્ષણિકતાઓ, (2) સ્ફટિકોનાં વિવિધ સ્વરૂપો–ભૌમિતિક સંબંધો, (3) સ્ફટિકોની આંતરિક અણુરચના, (4) સ્ફટિક અક્ષ આધારિત વર્ગોમાં અને સમમિતિ આધારિત ઉપવર્ગોમાં સ્ફટિકોનું વર્ગીકરણ, (5) સ્ફટિકોના ફલકોનું ગાણિતિક આંતરસંબંધોનું નિર્ધારણ, (6) ફલકો…

વધુ વાંચો >

સ્ફિન્ક્સ (sphinx)

સ્ફિન્ક્સ (sphinx) : મિસર અને ગ્રીસની પ્રાચીન દંતકથાઓનું કાલ્પનિક પ્રાણીસ્વરૂપ. મિસર, ગ્રીસ કે નજીકના પૂર્વના દેશોના લોકો આવી દંતકથાઓ કર્ણોપકર્ણ કહેતા રહેતા. જુદી જુદી લોકવાયકાઓ અનુસાર પ્રાચીન ગ્રીસનાં આવાં સ્ફિન્ક્સનું શરીર સિંહનું અને મસ્તક તથા વક્ષ:સ્થળ માનવ-સ્ત્રીનું કે ઘેટાનું કે બાજપક્ષીનું હતું; કેટલાંકને પાંખો અને સાપ જેવી પૂંછડી પણ હતી.…

વધુ વાંચો >

સ્ફીન (ટિટેનાઇટ)

સ્ફીન (ટિટેનાઇટ) : નેસોસિલિકેટ. રા. બં. : CaTiSiO5. સ્ફ. વ. : મૉનોક્લિનિક. સ્ફ. સ્વ. : વિવિધ સ્ફટિકો મળે, મોટે ભાગે ચપટા (001), ફાચર આકારના; પ્રિઝમેટિક પણ હોય; ક્યારેક પર્ણાકાર. યુગ્મતા (100) ફલક પર સામાન્ય; (221) ફલક પર પત્રવત્ યુગ્મતા. દેખાવ : પારદર્શકથી લગભગ અપારદર્શક. સંભેદ : (110) સ્પષ્ટ, (221) પર…

વધુ વાંચો >

સ્ફેર્યુલિટિક સંરચના

સ્ફેર્યુલિટિક સંરચના : સોયાકાર સ્ફટિકોનાં વિકેન્દ્રિત જૂથ એટલે સ્ફેર્યુલાઇટ અને તેનાથી બનતી રચના એટલે સ્ફેર્યુલિટિક સંરચના. આ સંરચનાનું સ્વરૂપ ગોલક જેવું હોય છે અને તેનો આડછેદ મોટે ભાગે 1 સેમી.થી પણ ઓછો હોય છે. તેના સ્ફટિકો સિલિકાસમૃદ્ધ લાવા(રહાયોલાઇટ કાચ)ની વિપુલતાવાળા હોય છે, જે મુખ્યત્વે ક્વાર્ટઝ, ટ્રિડિમાઇટ અને આલ્કલી ફેલ્સ્પારના બંધારણવાળા…

વધુ વાંચો >

સ્ફૅલેરાઇટ

સ્ફૅલેરાઇટ : જસતનું ધાતુખનિજ. તે ઝિંકબ્લેન્ડ તરીકે પણ ઓળખાય છે. વુર્ટઝાઇટ અને માટ્રાઇટ સાથે ત્રિરૂપતા ધરાવતું ખનિજ. રાસા. બં. : ZnS; શુદ્ધ સ્ફૅલેરાઇટમાં 67 % જસત અને 33 % ગંધક હોય છે. સ્ફ. વર્ગ : ક્યુબિક. સ્ફ. સ્વ. : સ્ફટિકો મોટે ભાગે ટેટ્રાહેડ્રલ, ડોડેકાહેડ્રલ; ફલકો સામાન્યત: ગોળાઈવાળા; દળદાર, વિભાજતાધારક; દાણાદાર;…

વધુ વાંચો >