ગિરીશભાઈ પંડ્યા

સ્તરભંગ-થાળું

સ્તરભંગ-થાળું : સ્તરભંગને કારણે રચાતું થાળું. પૃથ્વીના પોપડાનો એવો વિભાગ જે તેની બંને બાજુઓ પર બે સ્તરભંગોથી બનેલી સીમાઓવાળો હોય, વચ્ચેનો ભાગ સરકીને ઊંડે ઊતરી ગયો હોય તથા આજુબાજુના બંને વિભાગો સ્થિર રહ્યા હોય કે ઉપર તરફ ઓછાવત્તા કે સરખા ઊંચકાયા હોય. બંને બાજુના સ્તરભંગ ઘણી લંબાઈ સુધી વિસ્તરેલા હોય…

વધુ વાંચો >

સ્તરભંગ-બ્રેક્સિયા (Fault-breccia, Tectonic breccia)

સ્તરભંગ-બ્રેક્સિયા (Fault-breccia, Tectonic breccia) : સ્તરભંગક્રિયાથી ઉદભવેલો ખડકપ્રકાર. સ્તરભંગ થતી વખતે સ્તરભંગસપાટી પરની સામસામી ખડક-દીવાલો ઘસાઈને સરકે છે, ઘર્ષણથી ખડકો ભંગાણ પામે છે, ખડક ટુકડાઓ તૈયાર થાય છે, સાથે સાથે તૈયાર થતું સૂક્ષ્મ ખડકચૂર્ણ તે ટુકડાઓને સાંધે છે, અરસપરસ એકબીજામાં સંધાઈને જડાઈ જાય છે. આ રીતે તૈયાર થતો નવજાત ખડક…

વધુ વાંચો >

સ્તરરચના (bedding stratification)

સ્તરરચના (bedding, stratification) : નિક્ષેપ-જમાવટથી તૈયાર થતા સ્તરસમૂહની ગોઠવણી. આ શબ્દ સ્તરવિદ્યાત્મક હોઈને જળકૃત સંરચનાઓ પૈકીનો એક પ્રકાર છે અને તે જળકૃત ખડકોનું પ્રથમ પરખ-લક્ષણ બની રહે છે. એક કરતાં વધુ સ્તર કે પડથી રચાતા સ્તરસમૂહની ગોઠવણીને સ્તરરચના અને તેનાથી બનતી સંરચનાને પ્રસ્તરીકરણ કહેવાય છે. સામાન્ય રીતે આ બંને પર્યાયો…

વધુ વાંચો >

સ્તરવિદ્યા (stratigraphy)

સ્તરવિદ્યા (stratigraphy) : ભૂસ્તરશાસ્ત્રની ઘણી મહત્વની વિષયશાખા. તેમાં પૃથ્વીના પોપડાના સ્તરવાળા ખડકોની રચના, તેમનાં સ્તરાનુક્રમ, ઉત્પત્તિસ્થિતિ, બંધારણ, સહસંબંધ, વય વગેરેનો વિસ્તૃત અભ્યાસ કરવામાં આવે છે. આ શાખા મુખ્યત્વે તો જળકૃત ખડકરચનાઓ સાથે વધુ સંલગ્ન ગણાય છે; તેમ છતાં સ્તરાનુક્રમના તેના નિયમો લાવા કે ટફ જેવા અગ્નિકૃત ખડકોને તેમજ જળકૃત/જ્વાળામુખીજન્ય વિકૃત…

વધુ વાંચો >

સ્થળદૃશ્ય ‘ઇન્સેલબર્ગ’ (Inselberg landscape)

સ્થળદૃશ્ય ‘ઇન્સેલબર્ગ’ (Inselberg landscape) : એક પ્રકારનું ઘસારાજન્ય ભૂમિલક્ષણ. શુષ્ક, અર્ધશુષ્ક વિસ્તારો કે જ્યાં વર્ષાપ્રમાણ ઓછું હોય, બાષ્પીભવન વધુ અને ઝડપી હોય તથા વનસ્પતિપ્રમાણ નહિવત્ હોય ત્યાં ઘસારાનાં પરિબળો વધુ વેગથી કાર્યશીલ રહેતાં હોય છે. આવા પ્રદેશોમાં ઘસારાજન્ય ભૂમિલક્ષણો તૈયાર થવા માટે અનુકૂળતા ઊભી થાય છે. શુષ્ક આબોહવા, સૂસવાતા પવનો…

વધુ વાંચો >

સ્થળવર્ણન-નકશા (topographical maps)

સ્થળવર્ણન-નકશા (topographical maps) : સપાટી-લક્ષણોનું આલેખન અથવા આકારિકી વર્ણન. ભૂપૃષ્ઠ પરનાં કુદરતી રીતે તૈયાર થયેલાં ભૂમિસ્વરૂપો અને માનવસર્જિત લક્ષણોની સમજ આપતું આલેખન. ઊંચાણનીચાણની આકારિકીવાળાં ટેકરીઓ, ડુંગરધારો, ઉચ્ચ સપાટ પ્રદેશો, પર્વતો, મેદાનો, ખીણપ્રદેશો અને થાળાં; જળવહેંચણીવાળાં કળણભૂમિ, પંકભૂમિ, ધારાપ્રવાહો, ઝરણાં, નદીઓ, તળાવો, સરોવરો, ખાડીસરોવરો, ખાડીઓ, ત્રિકોણપ્રદેશો, નદીનાળપ્રદેશો, અખાતો, ઉપસાગરો, સમુદ્રો અને…

વધુ વાંચો >

સ્થાયી તુષારભૂમિ (permafrost)

સ્થાયી તુષારભૂમિ (permafrost) : હિમસંજોગની અસર હેઠળ કાયમી ઠરેલો રહેતો ભૂમિસ્તરવિભાગ. કેટલાંય વર્ષો સુધી જ્યાં તાપમાન 0° સે.થી નીચે રહેતું હોય એવો ભૂમિપ્રદેશ, પછી ભલે તે પ્રદેશ બરફથી જામેલો રહેતો હોય કે ન રહેતો હોય, ત્યાંના ખડકો કે જમીન-પ્રકાર ગમે તે હોય. તુષારભૂમિની ઉપલી તલસપાટી બરફ હોવા–ન હોવાને કારણે લગભગ…

વધુ વાંચો >

સ્નોડાઉન શ્રેણી

સ્નોડાઉન શ્રેણી : ઉત્તર વેલ્સમાં ઑર્ડોવિસિયન કાળ દરમિયાન (વર્તમાન પૂર્વે 50 કરોડ વર્ષ અગાઉ શરૂ થઈ તે પછીનાં 7 કરોડ વર્ષ સુધી પ્રવર્તેલા કાળ દરમિયાન) સ્નોડાઉન પર્વતવિસ્તારમાં જોવા મળતી કેરેડૉક વયની ખડકશ્રેણી. આ શ્રેણીનો મોટા ભાગનો ખડકદ્રવ્યજથ્થો જ્વાળામુખીજન્ય છે અને તે સિલિકાસમૃદ્ધ રહોયોલાઇટયુક્ત લાવા તેમજ ટફથી બનેલો છે. તેની જમાવટ…

વધુ વાંચો >

સ્પાઇનેલ

સ્પાઇનેલ : સ્પાઇનેલ ખનિજ શ્રેણી પૈકીનું એક ખનિજ. રાસા. બં. : MgAl2O4. સ્ફ. વર્ગ : ક્યુબિક. સ્ફ. સ્વ. : સ્ફટિકો મોટે ભાગે ઑક્ટાહેડ્રલ, ભાગ્યે જ ક્યુબ કે ડોડેકાહેડ્રલ સ્વરૂપે હોય; દળદાર, સ્થૂળ દાણાદારથી ઘનિષ્ઠ પણ હોય; ગોળ દાણાદાર પણ મળે. યુગ્મતા (111) ફલક પર, આવર્તક યુગ્મતા દ્વારા છ વિભાગો હોય.…

વધુ વાંચો >

સ્પાર્ટા

સ્પાર્ટા : પ્રાચીન ગ્રીસનું એક વખતનું ખૂબ જ શક્તિશાળી રાજ્ય અને શહેર. ભૌગોલિક સ્થાન : 37° 05´ ઉ. અ. અને 22° 27´ પૂ. રે.. લૅકોનિયાનું પાટનગર. તે લૅસેડીમૉન નામથી પણ ઓળખાતું હતું. તે તેના લશ્કરી સત્તા-સામર્થ્ય તેમજ તેના વફાદાર સૈનિકો માટે ખ્યાતિ ધરાવતું હતું. દેશના રક્ષણ કાજે મરી ફીટવા તૈયાર…

વધુ વાંચો >