ગિરીશભાઈ પંડ્યા
સેનાપતિ (Senapati)
સેનાપતિ (Senapati) : મણિપુર રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 25° 15´ ઉ. અ. અને 94° પૂ. રે.ની આજુબાજુનો 3271 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર તરફ નાગાલૅન્ડ રાજ્ય, પૂર્વમાં ઉખરુલ જિલ્લો, દક્ષિણે થોઉબલ અને ઇમ્ફાલ જિલ્લા તથા પશ્ચિમે તામેન્ગલાંગ જિલ્લો આવેલા…
વધુ વાંચો >સેનિડિન (Sanidine)
સેનિડિન (Sanidine) : ફેલ્સ્પાર સમકક્ષ ખનિજ. ઑર્થોક્લેઝ ફેલ્સ્પારની વિવિધ જાતો – ઍડ્યુલેરિયા, ચંદ્રમણિ, સૂર્યમણિ, સેનિડિન, ઍવેન્યુરાઇન, મરચિસોનાઇટ – પૈકીનું એક. અવ્યવસ્થિત (disordered) મોનોક્લિનિક ઑર્થોક્લેઝ. KAlSi3O8નું રૂપાંતર. સેનિડિનને કાચમય ફેલ્સ્પાર પણ કહેવાય છે. તેના સ્ફટિકો ક્યારેક પારદર્શક પણ હોય છે. સ્ફટિકો ઘણુંખરું મેજ આકારના, (010) ફલકને સમાંતર, તો ક્યારેક સમચોરસ પ્રિઝમ…
વધુ વાંચો >સૅનિડિનાઇટ
સૅનિડિનાઇટ : ઓછી વિકૃતિ પામેલા અમુક પ્રકારના નિક્ષેપો પર થતી ઉચ્ચ કક્ષાની સંસર્ગવિકૃતિ તેમજ ઉષ્ણબાષ્પપ્રક્રિયા દ્વારા ઉદ્ભવતો ખડકજૂથ-પ્રકાર. મોટેભાગે આર્જિલાઇટ જેવા મૃણ્મય ખડક પ્રકારો જ્વાળામુખી-કંઠ(નળી)માં કે પ્રસ્ફુટન પામતા લાવામાં સામેલ થાય ત્યારે આ પ્રકારનો ખડક તૈયાર થાય છે. જર્મનીના પશ્ચિમ ભાગમાં આવેલા લાશર સરોવર-વિસ્તારમાં આવું ખડકજૂથ જોવા મળે છે. પી.…
વધુ વાંચો >સેન્ટ જ્યૉર્જઝ (Saint George’s) ખાડી
સેન્ટ જ્યૉર્જઝ (Saint George’s) ખાડી : ઇંગ્લૅન્ડના નૈર્ઋત્ય ભાગમાં આવેલો આટલાંટિક મહાસાગરનો ફાંટો. ભૌગોલિક સ્થાન : 52° 00´ ઉ. અ. અને 6° 00´ પ. રે.. તે વેલ્સને દક્ષિણ આયર્લૅન્ડથી અલગ કરે છે. તેની લંબાઈ આશરે 160 કિમી. અને સ્થાનભેદે પહોળાઈ 97થી 160 કિમી. જેટલી છે. તે હોલીહેડ અને ડબ્લિનથી સેન્ટ…
વધુ વાંચો >સેન્ટ ડેનિસ
સેન્ટ ડેનિસ : ફ્રાન્સના પૅરિસ વિસ્તારનું શહેર. ભૌગોલિક સ્થાન : 48° 56´ ઉ. અ. અને 2° 22´ પૂ. રે.. તે સીન નદીના જમણા કાંઠે પૅરિસના ઉત્તર તરફના પરા તરીકે વસેલું છે. 19મી સદીના મધ્યકાળ સુધી તો તે ફ્રાન્સના રાજવીઓના દફનસ્થળ(પ્રખ્યાત ઍબી ચર્ચ)ની આજુબાજુ વિકસેલા નાના નગર તરીકે જાણીતું હતું; તે…
વધુ વાંચો >સેન્ટ પીટર્સબર્ગ
સેન્ટ પીટર્સબર્ગ : મૉસ્કો પછીના બીજા ક્રમે આવતું રશિયાનું મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 59° 55´ ઉ. અ. અને 30° 15´ પૂ. રે.. તે દેશના વાયવ્ય ભાગમાં બાલ્ટિક સમુદ્રના ફાંટારૂપ ફિનલૅન્ડના અખાતના પૂર્વ છેડે આવેલું છે. તે રશિયા, યુરોપ તેમજ દુનિયાભરનું એક ઔદ્યોગિક અને સાંસ્કૃતિક મથક છે. સેન્ટ પીટર્સબર્ગ શહેરનો…
વધુ વાંચો >સેન્ટ મોરિત્ઝ
સેન્ટ મોરિત્ઝ : પૂર્વ સ્વિટ્ઝર્લૅન્ડની આલ્પ્સ પર્વતમાળામાં આવેલું જાણીતું વિહારધામ (વિશ્રામ-નગર). ભૌગોલિક સ્થાન : 46° 30´ ઉ. અ. અને 9° 50´. પૂ. રે.. તે ગ્રૉબુંડેન પરગણાની એંગાદીન ખીણમાં, સમુદ્રસપાટીથી 1,840 મીટરની ઊંચાઈ પર, પર્વત તળેટી અને નાના સરોવરની વચ્ચે વસેલું છે. સેંટ મોરિત્ઝનું અર્થતંત્ર પ્રવાસન પર નભે છે. અહીં આવતા…
વધુ વાંચો >સેન્ટ લુઈ
સેન્ટ લુઈ : યુ.એસ.ના મિસોરી રાજ્યનું મોટામાં મોટું શહેર, ઔદ્યોગિક મથક અને પરિવહનનું મથક. ભૌગોલિક સ્થાન : 43° 24´ ઉ. અ. અને 84° 36´ પ. રે.. તે રાજ્યની પૂર્વ સરહદે મિસિસિપી-મિસોરીના સંગમસ્થળેથી આશરે 16 કિમી. અંતરે દક્ષિણ તરફ મિસિસિપી નદીના પશ્ચિમ કાંઠે વસેલું છે. તે મિસિસિપી પરનું ખૂબ જ વ્યસ્ત…
વધુ વાંચો >સેન્ટ લૉરેન્સ (ટાપુ અને રાષ્ટ્રીય ઉદ્યાન)
સેન્ટ લૉરેન્સ (ટાપુ અને રાષ્ટ્રીય ઉદ્યાન) : કૅનેડાના અગ્નિ ઑન્ટેરિયોમાં આવેલી સેન્ટ લૉરેન્સ નદીમાંના ટાપુઓ અને નાના બેટ તેમજ મુખ્ય ભૂમિને જોડતો-આવરી લેતો, કિંગ્સ્ટન અને બ્રૉકવિલે વચ્ચે પથરાયેલો ઉદ્યાન. ભૌગોલિક સ્થાન : 44° 18´ ઉ. અ. અને 76° 08´ પ. રે.. મુખ્ય ભૂમિ પરનું આ આરક્ષિત સ્થળ બ્રૉકવિલેથી પશ્ચિમ તરફ…
વધુ વાંચો >સેન્ટ લૉરેન્સ (નદી)
સેન્ટ લૉરેન્સ (નદી) : ઉત્તર અમેરિકાની મહત્ત્વની નદી. તે યુ.એસ. અને અગ્નિ કૅનેડાની સરહદ પર આવેલી છે. ભૌગોલિક સ્થાન : 49° 30´ ઉ. અ. અને 67° 00´ પ. રે.. કૅનેડાની મૅકેન્ઝી નદીને બાદ કરતાં તે બીજા ક્રમે આવતી મોટી નદી ગણાય છે, તેની લંબાઈ – તેના મૂળ સ્થાન ઑન્ટેરિયો સરોવરથી…
વધુ વાંચો >