ગિરીશભાઈ પંડ્યા
સીસાનાં ખનિજો
સીસાનાં ખનિજો : સીસાનું તત્વ ધરાવતાં કુદરતમાં મળતાં ખનિજો. સીસાની ધાતુ તેની પ્રાકૃત સ્થિતિમાં ભાગ્યે જ મળે છે. તે અન્ય તત્ત્વોના સહયોગમાં જ મળે છે, મોટેભાગે તો તે જસતનાં ધાતુખનિજો સાથે મળતાં હોય છે. ખનિજ રાસા. બંધારણ તત્વની ટકાવારી ગૅલેના PbS Pb 86.6 સેરુસાઇટ PbCO3 Pb 77.5 અગ્લેસાઇટ PbSO4 Pb…
વધુ વાંચો >સુએઝ (અખાત)
સુએઝ (અખાત) : ઉત્તર આફ્રિકા ખંડના પશ્ચિમ ભાગ અને ઇજિપ્તની પૂર્વ તરફ આવેલા સિનાઈ દ્વીપકલ્પ વચ્ચેનો રાતા સમુદ્રનો નૈર્ઋત્ય ફાંટો. જબલની સામુદ્રધુની ખાતેના તેના મુખભાગથી સુએઝ શહેર સુધીની અખાતની લંબાઈ 314 કિમી. જેટલી છે. આ અખાત સુએઝની નહેર મારફતે ભૂમધ્ય સમુદ્ર સાથે જોડાય છે. આ અખાતને કાંઠે આવેલી વસાહતો મુખ્યત્વે…
વધુ વાંચો >સુએઝ (શહેર)
સુએઝ (શહેર) : સુએઝના અખાતમાં સુએઝ નહેરના દક્ષિણ છેડાના પ્રવેશસ્થાને આવેલું ઇજિપ્તનું શહેર અને દરિયાઈ બંદર. ભૌગોલિક સ્થાન : 29° 58´ ઉ. અ. અને 32° 33´ પૂ. રે.. સુએઝ એક બંદર તરીકે પ્રાચીન કાળથી અસ્તિત્વ ધરાવે છે. આ સ્થળનું બંદર તરીકે તો ઘણું મહત્વ છે, તેમ છતાં 1869માં સુએઝ નહેરનું…
વધુ વાંચો >સુએઝ નહેર
સુએઝ નહેર : ભૂમધ્ય સમુદ્ર અને રાતા સમુદ્રને જોડતો, ઇજિપ્તમાં આવેલો, આશરે 190 કિમી. લંબાઈનો માનવસર્જિત જળમાર્ગ. ભૌગોલિક સ્થાન : 29° 00´ ઉ. અ. અને 32° 50´ પૂ. રે.. 1869માં તેનું નિર્માણકાર્ય પૂરું થતાં તેને જહાજી અવરજવર માટે ખુલ્લો મૂકવામાં આવેલો છે. આ જળમાર્ગ થવાથી યુ.કે. અને ભારત વચ્ચે અંદાજે…
વધુ વાંચો >સુપીરિયર સરોવર (Lake Superior)
સુપીરિયર સરોવર (Lake Superior) : ઉત્તર અમેરિકામાં આવેલાં પાંચ વિશાળ સરોવરો પૈકીનું એક. ભૌગોલિક સ્થાન : તે આશરે 46°થી 49° ઉ. અ. અને 84°થી 92° પ. રે. વચ્ચેનો 82,103 ચોકિમી. જેટલો વિસ્તાર ધરાવે છે. આટલું વિશાળ ક્ષેત્રફળ ધરાવતું, દુનિયાનું આ મોટામાં મોટું સરોવર ગણાય છે. તેની પૂર્વ-પશ્ચિમ લંબાઈ 563 કિમી.…
વધુ વાંચો >સુપૉલ (Supaul)
સુપૉલ (Supaul) : બિહાર રાજ્યના ઈશાન ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 26° 07´ ઉ. અ. અને 86° 36´ પૂ. રે.ની આજુબાજુનો 2,985 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની પૂર્વ-પશ્ચિમ લંબાઈ ઉત્તર-દક્ષિણ પહોળાઈ કરતાં વધુ છે. તેની ઉત્તરે નેપાળ, પૂર્વમાં અરારિયા, દક્ષિણે…
વધુ વાંચો >સુરબાયા (Surabaya)
સુરબાયા (Surabaya) : ઇન્ડોનેશિયાના પાટનગર જાકાર્તા પછીના બીજા ક્રમે આવતું જાવાનું મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 7° 15´ દ. અ. અને 112° 45´ પૂ. રે.. તે પૂર્વ જાવાના ઉત્તર કાંઠે વસેલું છે. સાંકડી મદુરા સામુદ્રધુનીની ઉત્તર તરફના મદુરા ટાપુની બરોબર સામે આવેલું – આ શહેર નીચાણવાળા મેદાનમાં કાલીમસ નદીની બંને…
વધુ વાંચો >સુરેન્દ્રનગર (જિલ્લો)
સુરેન્દ્રનગર (જિલ્લો) : ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. આ જિલ્લો સૌરાષ્ટ્ર, કચ્છ અને તળગુજરાતને સાંકળે છે. ભૌગોલિક સ્થાન : તે 22° 07´થી 23° 32´ ઉ. અ. અને 70° 58´થી 72° 11´ પૂ. રે. વચ્ચેનો 10,489 ચોકિમી. (ગુજરાત રાજ્યના ભૂમિભાગનો 5.53 %) જેટલો વિસ્તાર…
વધુ વાંચો >સુવર્ણ (ભૂસ્તરશાસ્ત્ર)
સુવર્ણ (ભૂસ્તરશાસ્ત્ર) : માનવસંસ્કૃતિના ઇતિહાસમાં મનુષ્યે ખોદીને કાઢેલી અને ઉપયોગમાં લીધેલી પ્રાચીન ધાતુઓ પૈકીની એક. સુવર્ણખનનની નોંધો ઋગ્વેદ, પુરાણો, અન્ય શાસ્ત્રો, હિબ્રૂ ગ્રંથો તેમજ ગ્રીક અને રોમન સાહિત્યમાંથી મળી રહે છે. મિસર અને બૅબિલોનિયાના નવપાષાણ યુગના સ્તરોમાંથી 8,000 વર્ષ જૂના સુવર્ણ-અલંકારોના અવશેષો મળેલા હોવાની નોંધ છે. ભારત તેમજ અન્ય દેશોની…
વધુ વાંચો >સુવા
સુવા : દક્ષિણ પૅસિફિક મહાસાગરમાં આવેલા ટાપુદેશ ફિજીનું પાટનગર, મોટામાં મોટું શહેર, મુખ્ય બંદર તથા ઔદ્યોગિક વેપારીમથક. ભૌગોલિક સ્થાન : 18° 08´ દ. અ. અને 178° 25´ પૂ. રે.. તે ફિજીના 800 ટાપુઓ પૈકી સૌથી મોટા વિતિલેવુ ટાપુના અગ્નિકાંઠે વસેલું છે. આ શહેર પૂર્વ તરફ આવેલી રેવા નદીના મુખ અને…
વધુ વાંચો >