ગિરીશભાઈ પંડ્યા
સિંધુ-ગંગાનાં મેદાનો (Indo-Gangetic Plains)
સિંધુ–ગંગાનાં મેદાનો (Indo-Gangetic Plains) : સિંધુ-ગંગા તથા તેમની સહાયક નદીઓના કાંપથી બનેલાં વિશાળ વિસ્તાર આવરી લેતાં મેદાનો. પ્રાકૃતિક ભૂસ્તરશાસ્ત્ર અને ભૌગોલિક દૃષ્ટિએ જોતાં ભારતનો સમગ્ર વિસ્તાર ત્રણ સ્પષ્ટ એકમો(વિભાગો)નો બનેલો છે : (1) શ્રીલંકાના દ્વીપ સહિત વિંધ્ય પર્વતોની દક્ષિણે આવેલો દ્વીપકલ્પીય ભારતનો ત્રિકોણાકાર ઉચ્ચપ્રદેશ. (2) ભારતની પશ્ચિમે, ઉત્તરે અને પૂર્વમાં…
વધુ વાંચો >સિંધુદુર્ગ
સિંધુદુર્ગ : મહારાષ્ટ્ર રાજ્યના દક્ષિણ છેડે કોંકણ-વિભાગમાં દરિયાકાંઠે આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 17° 35´થી 18° 30´ ઉ. અ. અને 73° 20´થી 74° 10´ પૂ. રે. વચ્ચેનો 5,222 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે રત્નાગિરિ જિલ્લો, પૂર્વમાં કોલ્હાપુર જિલ્લો, અગ્નિકોણમાં બેલગામ (કર્ણાટક) જિલ્લો, દક્ષિણે ગોવા રાજ્ય તથા…
વધુ વાંચો >સીએટલ (Seattle)
સીએટલ (Seattle) : યુ.એસ.ના વાયવ્ય છેડા પરના વૉશિંગ્ટન રાજ્યમાં આવેલું મોટું શહેર, વેપારીમથક અને બંદર. ભૌગોલિક સ્થાન : 47° 40´ ઉ. અ. અને 122° 18´ પ. રે.. આ શહેર પૅસિફિક મહાસાગરથી આશરે 200 કિમી. અંતરે પજેટના અખાતના પૂર્વ કાંઠે જુઆન દ ફુકાની સામુદ્રધુની પર આવેલું છે. સીએટલના મોકાના સ્થાનને કારણે…
વધુ વાંચો >સીતાપુર
સીતાપુર : ઉત્તરપ્રદેશના લખનૌ વિભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 27° 06´થી 27° 54´ ઉ. અ. અને 80° 18´થી 81° 24´ પૂ. રે. વચ્ચેનો 5,743 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. સીતાપુર તેની ઉત્તરે ખેરી જિલ્લો, પૂર્વ તરફ બહરૈચ જિલ્લો, અગ્નિ તરફ બારાબંકી…
વધુ વાંચો >સીતામઢી (Sitamadhi)
સીતામઢી (Sitamadhi) : બિહાર રાજ્યના ઉત્તર ભાગમાં આવેલો સરહદી જિલ્લો તથા તે જ નામ ધરાવતું શહેર. ભૌગોલિક સ્થાન : તે 26° 36´ ઉ. અ. અને 85° 29´ પૂ. રે.ની આજુબાજુનો 2627.7 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે નેપાળની સીમા, પૂર્વે મધુબની, અગ્નિ તરફ દરભંગા, દક્ષિણે મુઝફ્ફરપુર અને પશ્ચિમે…
વધુ વાંચો >સીનેબાર
સીનેબાર : પારાનું મુખ્ય ખનિજ. રાસા. બં. : HgS. સ્ફ. વર્ગ : હૅક્ઝાગોનલ. સ્ફ. સ્વ. : સ્ફટિકો રહોમ્બોહેડ્રલથી માંડીને જાડા મેજ-આકાર; નાજુકથી માંડીને મજબૂત પ્રિઝમેટિક સ્વરૂપો પણ મળે; મોટેભાગે દળદાર, સૂક્ષ્મદાણાદાર; સ્ફટિકમય પોપડીઓ કે ચૂર્ણમય આચ્છાદનો રૂપે પણ મળે. યુગ્મતા (0001) ફલક પર, ઘણી વાર યુગ્મોમાં આંતરગૂંથણી પણ હોય. દેખાવ…
વધુ વાંચો >સીમા-સ્તરભંગ (boundary fault)
સીમા–સ્તરભંગ (boundary fault) : ભૂસંચલનજન્ય ગેડપર્વતમાળાઓમાં રચનાત્મક સીમાઓ દર્શાવતો સ્તરભંગ. આ પ્રકારના સ્તરભંગો ઘણા કિલોમિટરની લંબાઈમાં વિસ્તરેલા હોય છે. અરવલ્લી, હિમાલય અને આલ્પ્સ જેવાં પર્વતસંકુલોમાં તે જોવા મળે છે અને ભૂસંચલનજન્ય ધસારા (thrust) સપાટી સહિત રચનાત્મક પ્રકારની સીમાઓ રચે છે. સિંધુથી બ્રહ્મપુત્ર સુધીની હિમાલયની સળંગ લંબાઈમાં દક્ષિણ તરફ તદ્દન બહાર…
વધુ વાંચો >સીર દરિયા
સીર દરિયા : ઉઝબેક, તાજિક અને કઝાખ દેશોમાંથી વહેતી નદી. તે પૂર્વ ફરઘાના ખીણપ્રદેશમાં નાર્યન અને કારા દરિયા નદીઓના સંગમથી બને છે અને તેનાં પાણી અરલ સમુદ્રમાં ઠલવાય છે. તેનો મુખપ્રદેશ 46° ઉ. અ. અને 61° પૂ. રે. પર આવેલો છે. સીર દરિયા નદીની પોતાની લંબાઈ 2212 કિમી. જેટલી છે.…
વધુ વાંચો >સીરિયા
સીરિયા : ભૂમધ્ય સમુદ્રને પૂર્વ કિનારે આવેલો અરબ દેશ. ભૌગોલિક સ્થાન : તે 32° 30´થી 37° 30´ ઉ. અ. અને 36°થી 42° 30´ પૂ. રે. વચ્ચેનો 1,85,180 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેનું પૂર્વ-પશ્ચિમ મહત્તમ અંતર 829 કિમી. અને ઉત્તર-દક્ષિણ મહત્તમ અંતર 748 કિમી. છે. તેની ઉત્તરે તુર્કી, પૂર્વમાં…
વધુ વાંચો >સીરેરગાયરાઇટ (Cerargyrite)
સીરેરગાયરાઇટ (Cerargyrite) : ચાંદીધારક ખનિજ. રાસા. બં. AgCl. સ્ફ. વર્ગ : ક્યૂબિક. સ્ફ. સ્વરૂપ : સ્ફટિકો મોટેભાગે ક્યૂબ-ફલકોમાં; પરંતુ ક્યારેક અન્ય ફલકો સહિત, સામાન્ય રીતે દળદાર, ઘણુંખરું પોપડી સ્વરૂપે, મીણવત્ આચ્છાદન સ્વરૂપે, ભાગ્યે જ સ્તંભાકાર કે રેસાદાર. યુગ્મતા (111) ફલક પર સામાન્ય. સ્ફટિકો પારદર્શકથી પારભાસક. સીરેરગાયરાઇટ સંભેદ : નથી હોતો.…
વધુ વાંચો >