ગિરીશભાઈ પંડ્યા

સિરોહી

સિરોહી : રાજસ્થાનના નૈર્ઋત્યભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 24° 20´થી 25° 17´ ઉ. અ. અને 72° 16´થી 73° 10´ પૂ. રે. વચ્ચેનો 5,136 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેના ઈશાનમાં પાલી, પૂર્વમાં ઉદેપુર, દક્ષિણમાં બનાસકાંઠા (ગુજરાત) તથા પશ્ચિમ અને વાયવ્યમાં જાલોર…

વધુ વાંચો >

સિલ (Sill)

સિલ (Sill) : સંવાદી પ્રકારનું આગ્નેય ખડકપટ રચતું અંતર્ભેદક. જે અંતર્ભેદક જળકૃત ખડકોની સ્તર-રચનાને કે વિકૃત ખડકોની શિસ્ટોઝ સંરચનાને કે કોઈ પણ પ્રકારના ખડકોની રચનાત્મક સપાટીઓને સમાંતર ગોઠવાયેલું હોય, લગભગ સળંગ પણ સરખી જાડાઈવાળું હોય, જેની જાડાઈ તેના પટવિસ્તાર કરતાં પ્રમાણમાં ઓછી હોય એવા મૅગ્માજન્ય અંતર્ભેદકને સિલ કહેવાય છે. જે…

વધુ વાંચો >

સિલિકા

સિલિકા : સિલિકોન ડાયૉક્સાઇડ. સિલિકોન અને ઑક્સિજનથી બનેલું રાસાયણિક સંયોજન. રાસાયણિક બંધારણ : SiO2. પૃથ્વીના પોપડામાં અને ભૂમધ્યાવરણમાં તેનું પ્રમાણ વધુ હોય છે. ‘સિલિકેટ’ નામથી ઓળખાતાં ખડકનિર્માણ-ખનિજોમાં તે બહોળા પ્રમાણમાં રહેલું હોય છે. આ સિલિકેટ ખનિજવર્ગોમાં અબરખ, ફેલ્સ્પાર, ઍમ્ફિબૉલ, પાયરૉક્સિન વગેરેનો સમાવેશ થાય છે. તેમાં સિલિકા સહિત અન્ય તત્ત્વો પણ…

વધુ વાંચો >

સિલિકાયુક્ત નિક્ષેપો

સિલિકાયુક્ત નિક્ષેપો : સિલિકાનું બંધારણ ધરાવતા નિક્ષેપો. આ પ્રકારના નિક્ષેપો સ્પષ્ટપણે અલગ પડતી બે પ્રકારની દ્રાવણની ક્રિયા દ્વારા અસ્તિત્વમાં આવે છે : 1. રાસાયણિક પ્રક્રિયા અને 2. કાર્બનિક પ્રક્રિયા. 1. રાસાયણિક ઉત્પત્તિ ધરાવતા સિલિકાયુક્ત નિક્ષેપો : ક્વાર્ટઝ (SiO2) તદ્દન અદ્રાવ્ય છે; પરંતુ સિલિકાનાં કેટલાંક સ્વરૂપો કુદરતમાં મળતાં અલ્કલીય જળમાં ઠીક…

વધુ વાંચો >

સિલિકા વર્ગ

સિલિકા વર્ગ : સિલિકા(SiO2)નું બંધારણ ધરાવતાં ખનિજોનો વર્ગ. આ વર્ગમાં મળતાં બધાં જ ખનિજોનું રાસાયણિક બંધારણ SiO2 હોવા છતાં તેમનાં વિવિધ સ્વરૂપોનું સંરચનાત્મક માળખું તેમજ તેમના ગુણધર્મો સિલિકેટ વર્ગનાં ખનિજો સાથે ઘનિષ્ઠપણે સામ્ય ધરાવે છે. સિલિકા વર્ગનાં ખનિજોનું અણુમાળખું SiO4 ચતુષ્ફલકોની ત્રણ આયામની ગોઠવણીવાળું હોય છે, જેમાં પ્રત્યેક ચતુષ્ફલકના ચાર…

વધુ વાંચો >

સિલિકેટ (ભૂસ્તરીય)

સિલિકેટ (ભૂસ્તરીય) : સિલિકોન, ઑક્સિજન તેમજ એક કે તેથી વધુ ધાત્વિક તત્ત્વો ધરાવતો કોઈ પણ ખનિજ-સમૂહ. પૃથ્વીના પોપડાનો આશરે 95 % ભાગ સિલિકેટ ખનિજોથી બનેલો છે. મોટાભાગના ખડકો જેમ સિલિકેટ બંધારણવાળા હોય છે તેમ સપાટી પરની જમીનો પણ મુખ્યત્વે સિલિકેટથી બનેલી હોય છે. બધા જ સિલિકેટનું સ્ફટિકીય અણુરચના-માળખું સિલિકોન-ઑક્સિજન ચતુષ્ફલકો(tetrahedra)ના…

વધુ વાંચો >

સિલિકેટ ખનિજો (ખનિજીય સંદર્ભમાં)

સિલિકેટ ખનિજો (ખનિજીય સંદર્ભમાં) : સિલિકેટ બંધારણ ધરાવતાં ખનિજો. ખડક-નિર્માણ-ખનિજોના કેટલાક પ્રકારોને આવરી લેતો વિશિષ્ટ સમૂહ. પૃથ્વીના પોપડાના ખડકોના બંધારણમાં રહેલા સિલિકેટ, ઑક્સાઇડ, કાર્બોનેટ, સલ્ફાઇડ, સલ્ફેટ વગેરે જેવા ખનિજસમૂહો પૈકીનો એક. રાસાયણિક બંધારણના સંદર્ભમાં આ સમૂહ સમલક્ષણી હોય છે. આ કારણથી જ તે ખડકનિર્માણ-ખનિજોનો વિશિષ્ટ સમૂહ રચે છે. આ સમૂહ…

વધુ વાંચો >

સિલિમેનાઇટ (Sillimanite)

સિલિમેનાઇટ (Sillimanite) : સિલિકેટ ખનિજો પૈકીનું એક. ડૅન્યુબરાઇટ-ટોપાઝ જૂથ(ડૅન્યુબરાઇટ, ટોપાઝ, ઍન્ડેલ્યુસાઇટ, સિલિમેનાઇટ, કાયનાઇટ)નું ખનિજ. રાસા. બં. : Al2O3.SiO2 (કાયનાઇટ-ઍન્ડેલ્યુસાઇટ સમકક્ષ), ઍલ્યુમિના : 63.2 %, સિલિકા : 36.8. સરખા બંધારણવાળાં આ ત્રણેય ખનિજો પૈકી તે વધુમાં વધુ સ્થાયી હોય છે, ઝડપથી દ્રવિત થતું નથી; પરંતુ 1000° સે.થી વધુ ગરમ થતાં તે…

વધુ વાંચો >

સિલી ટાપુઓ

સિલી ટાપુઓ : ઇંગ્લૅન્ડના કૉર્નવૉલના છેડા પરના લૅન્ડ્ઝ એન્ડથી પશ્ચિમે આશરે 40 કિમી. અંતરે આવેલા આટલાન્ટિક મહાસાગરના ટાપુઓ. ભૌગોલિક સ્થાન : 49° 55´ ઉ. અ. અને 6° 20´ પ. રે.. આ ટાપુજૂથમાં આશરે 150 જેટલા ટાપુઓ છે, તે પૈકીના માત્ર પાંચ ટાપુઓ પર જ વસ્તી છે. તેમનો કુલ વિસ્તાર માત્ર…

વધુ વાંચો >

સિલેશિયા

સિલેશિયા : નૈર્ઋત્ય પોલૅન્ડમાં આવેલો વિસ્તાર. ભૌગોલિક સ્થાન : તે 51° 00´ ઉ. અ. અને 16° 45´ પૂ. રે.ની આજુબાજુનો આશરે 49,000 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેમાં સુદેતીસ પર્વતો અને ઓડર નદીની ઉપલી ખીણનો સમાવેશ થાય છે. સમગ્ર વિસ્તાર આશરે 1 કરોડ જેટલી વસ્તી ધરાવે છે. આ પ્રદેશમાં…

વધુ વાંચો >