ગિરીશભાઈ પંડ્યા

વાડિયા, દારાશા નોશેરવાન

વાડિયા, દારાશા નોશેરવાન (જ. 25 ઑક્ટોબર 1883, સૂરત; અ. 15 જૂન 1969) : મૂળ ગુજરાતી પારસી. ભારતના ખ્યાતનામ ભૂસ્તરશાસ્ત્રી. ભારતીય પ્રાદેશિક ભૂસ્તરશાસ્ત્રના તેમના માહિતીપ્રદ અભ્યાસ અને રજૂઆત માટે જાણીતા. ઉચ્ચ શિક્ષણ મુંબઈ યુનિવર્સિટીમાં લીધું. 1903માં બી.એસસી. અને 1906માં એમ.એસસી. થયા. 1947માં દિલ્હી યુનિવર્સિટી અને 1967માં અલીગઢ યુનિવર્સિટીએ ડૉક્ટર ઑવ્ સાયન્સની…

વધુ વાંચો >

વાતાવરણ (ભૌગોલિક)

વાતાવરણ (ભૌગોલિક) પૃથ્વીની આજુબાજુ અંદાજે 800 કિમી. કે તેથી વધુ (આંતરગ્રહીય માધ્યમમાં ભળી જતા અંતર સુધીના) વિસ્તારમાં ફેલાયેલું હવાનું આવરણ. વાયુઓથી બનેલું આ આવરણ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ-બળને કારણે અવકાશમાં છટકી જઈ શકતું નથી. શિલાવરણ, જલાવરણ, જીવાવરણ અને વાતાવરણ જેવા પૃથ્વીના ચાર વિભાગો પૈકીનો આ સૌથી બહારનો વિભાગ છે. બંધારણ : વાતાવરણ…

વધુ વાંચો >

વાતાવરણ-જલાવરણ (વાયુ-સમુદ્ર) અંતરાપૃષ્ઠ (air-sea interface)

વાતાવરણજલાવરણ (વાયુ-સમુદ્ર) અંતરાપૃષ્ઠ (air-sea interface) : વાતાવરણ અને મહાસાગર-જળના સંપર્કમાં રહેલો સીમાપટ. પૃથ્વીનાં પારિસ્થિતિક પરિબળો પૈકીનાં ભૌતિક અને રાસાયણિક પરિબળોની સક્રિયતા માટે આ પટનું ઘણું મહત્વ છે. મોટાભાગની દરિયાઈ જીવસૃદૃષ્ટિના નિભાવ માટે તે ઉપયોગી બની રહે છે. ગરમ થયેલી મહાસાગર-જળસપાટી પરથી પાછાં પડતાં વિકિરણો દ્વારા અયનવૃત્તીય અક્ષાંશોના વિસ્તાર પરનું અંતરાપૃષ્ઠ…

વધુ વાંચો >

વાનકુવર

વાનકુવર : કૅનેડાના પશ્ચિમ ભાગમાં બ્રિટિશ કોલંબિયામાં આવેલું મોટામાં મોટું શહેર તથા કૅનેડાનું અત્યંત વ્યસ્ત રહેતું બંદર. ભૌગોલિક સ્થાન : 49° 13´ ઉ. અ. અને 123° 06´ પ. રે.. તે બ્રિટિશ કોલંબિયાના નૈર્ઋત્ય ભાગમાં યુ.એસ.-કૅનેડાની સરહદથી ઉત્તર તરફ આશરે 40 કિમી. અંતરે બુર્રાર્ડ દરિયાઈ ફાંટાના દક્ષિણ કાંઠા પર ફ્રેસર નદીના…

વધુ વાંચો >

વાનકુવર, જ્યૉર્જ

વાનકુવર, જ્યૉર્જ (જ. 1758, કિંગ્ઝલીન, નૉફોક, ઇંગ્લૅન્ડ; અ. 1798) : બ્રિટિશ અભિયંતા. વાનકુવર ટાપુ (બ્રિટિશ કોલંબિયા  કૅનેડા), વાનકુવર શહેર તેમજ યુ.એસ.ના વૉશિંગ્ટન રાજ્યમાં આવેલ વાનકુવર શહેરનાં નામ તેમના નામ પરથી અપાયેલાં છે. 13 વર્ષની નાની ઉંમરે તેઓ નૌકાક્ષેત્રે કુશળ દરિયાખેડુ બનેલા. કૅપ્ટન જેમ્સ કૂકની છેલ્લી બે સફરોમાં તેમને શરૂઆતનો સમુદ્ર-સફરનો…

વધુ વાંચો >

વાન હાઇસ, ચાર્લ્સ રિચાર્ડ

વાન હાઇસ, ચાર્લ્સ રિચાર્ડ (જ. 29 મે 1857, ફલ્ટન, વિસ્કોન્સિન, યુ.એસ.; અ. 19 નવેમ્બર 1918, મિલવૌકી, વિસ્કોન્સિન, યુ.એસ.) : ભૂસ્તરશાસ્ત્રી. યુ.એસ.ના સુપિરિયર સરોવર-વિસ્તારની પ્રી-કૅમ્બ્રિયન રચનાઓનો, વિશેષ કરીને તો, તેમાં સંકળાયેલાં લોહધાતુખનિજોનો તેમણે અભ્યાસ કરેલો; જે ત્યાં મળી આવતા મહત્વના નિક્ષેપોની આર્થિક ઉપલબ્ધિ માટે ઉપયોગી નીવડેલો. આ કાર્ય માટે તેઓ ખૂબ…

વધુ વાંચો >

વાનૌતુ (Vanuatu)

વાનૌતુ (Vanuatu) : નૈર્ઋત્ય પૅસિફિક મહાસાગરમાં આવેલો ટાપુદેશ. ભૌગોલિક સ્થાન : 16° 00´ દ. અ. અને 167° 00´ પૂ.રે.. તે 80 જેટલા ટાપુઓથી બનેલો છે. તેનો કુલ ભૂમિવિસ્તાર આશરે 12,200 ચોકિમી. જેટલો છે. વિસ્તારના ઊતરતા ક્રમમાં મુખ્ય ટાપુઓ આ પ્રમાણે છે : એસ્પિરિટુ સાન્ટો, માલાકુલા, એફૅટ, એરોમૅન્ગો અને તન્ના એફૅટ…

વધુ વાંચો >

વાયનાડ

વાયનાડ : કેરળ રાજ્યના ઉત્તર વિભાગમાં આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 11° 26´ 28´´થી 11° 58´ 22´´ ઉ. અ. અને 75° 46´ 38´´થી 76° 26´ 11´´ પૂ. રે. વચ્ચેનો 2,132 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે પશ્ચિમ ઘાટના ઉચ્ચપ્રદેશીય ભાગ પર આવેલો છે. તેની ઉત્તર અને પૂર્વ સરહદે…

વધુ વાંચો >

વાયુનિષ્ક્રમણ (outgassing)

વાયુનિષ્ક્રમણ (outgassing) : પૃથ્વીના પોપડાના અંદરના ભાગોમાંથી ભૂપૃષ્ઠ પર વાયુ બહાર નીકળવાની ક્રિયા. સામાન્ય રીતે ભૂપૃષ્ઠમાં જ્વાળામુખી-પ્રસ્ફુટન થાય કે ભૂકંપ દ્વારા ફાટો પડે ત્યારે વાયુનિષ્ક્રમણ થઈ શકે છે. એ જ રીતે બાષ્પ-જ્વાળામુખો(fumeroles)માંથી તેમજ ગરમ પાણીના ફુવારા(geysers)માંથી પણ સતત રીતે કે ક્રમે ક્રમે વાયુનિષ્ક્રમણ થતું રહેતું હોય છે. બાષ્પમુખો સક્રિય જ્વાળામુખી-પ્રદેશોમાં…

વધુ વાંચો >

વારમ્બંગલ હારમાળા

વારમ્બંગલ હારમાળા : પૂર્વ ઑસ્ટ્રેલિયાની લિવરપુલ હારમાળામાંથી વાયવ્ય તરફ વિસ્તરેલી, આશરે 150 કિમી. લાંબી, ઓછી ઊંચાઈ ધરાવતી ગિરિમાળા. તેના પશ્ચિમ છેડે, કૂનબારાબ્રાન નજીક, આજથી આશરે 1.4 કરોડ વર્ષ અગાઉ થયેલાં જ્વાળામુખી-પ્રસ્ફુટનોને કારણે તે બનેલી, પરંતુ આજે તો તેના ઘસાયેલા અવશેષો માત્ર જોવા મળે છે. આજે જે અવશેષો જોવા મળે છે…

વધુ વાંચો >