ગિરીશભાઈ પંડ્યા
રત્નાગિરિ
રત્નાગિરિ : મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે આશરે 16° 30´ થી 18° 05´ ઉ. અ. અને 73° 00´ થી 74° 40´ પૂ. રે. વચ્ચેનો 8,249 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે રાયગઢ જિલ્લો, પૂર્વમાં સહ્યાદ્રિની ટેકરીઓ, સહ્યાદ્રિની પેલી પાર…
વધુ વાંચો >રત્નો (gems, gemstones)
રત્નો (gems, gemstones) ઝવેરાતના ઉપયોગમાં લઈ શકાય એવા મૂલ્યવાન સુંદર સ્ફટિકો. જે ખનિજ અલંકાર તરીકે ઉપયોગમાં લેવા માટે સુંદર દેખાતું હોય અને સુંદર દેખાતું ટકી રહેવા માટે ટકાઉપણાનો પણ ગુણધર્મ ધરાવતું હોય તે રત્ન કહેવાને પાત્ર ગણાય. ચમક, તેજ, અનેકરંગિતા, રંગદીપ્તિ, રંગવૈવિધ્ય, માર્જાર-ચક્ષુ-ચમક (chatoyancy) અને દ્વિરંગવિકાર (dichroism) એ રત્ન તરીકે…
વધુ વાંચો >રબાત
રબાત : મોરૉક્કોનું પાટનગર અને તેનાં મુખ્ય ચાર શહેરો પૈકીનું એક શહેર. ભૌગોલિક સ્થાન : 33° 57´ ઉ. અ. અને 6° 50´ પ. રે. . તે આટલાંટિક મહાસાગરને કિનારે છીછરી નદી બો રેગ્રેગ(Bou Regreg)ના મુખ પર વસેલું છે. રબાત અને તેની તદ્દન નજીકનું સૅલે (Sale´) શહેર આ નદીના સામસામે કાંઠે…
વધુ વાંચો >રબાત (માલ્ટા)
રબાત (માલ્ટા) : ભૂમધ્ય સમુદ્રમાં પશ્ચિમ-મધ્ય માલ્ટામાં આવેલું નગર. ભૌગોલિક સ્થાન : આશરે 35° 55´ ઉ. અ. અને 14° 30´ પૂ. રે.. તે વાલેટાની પશ્ચિમે મેડિના નજીક આવેલું છે. રોમન ઇતિહાસકાળમાં રબાત અને મેડિનાનાં સ્થળોનો ટાપુના પાટનગર મેલિટા દ્વારા કબજો મેળવાયેલો. અહીં ઘણાં રોમન ખંડિયેરો છે. તેમાં સંગ્રહાલયનો સમાવેશ કરતું…
વધુ વાંચો >રમ જંગલ
રમ જંગલ : ઑસ્ટ્રેલિયાની નૉર્ધર્ન ટેરિટરીમાં આવેલો યુરેનિયમ-ખાણ ઉદ્યોગનો વિસ્તાર. ભૌગોલિક સ્થાન : 13° 25´ દ. અ. અને 131° 0´ પૂ. રે. . તે ડાર્વિનથી દક્ષિણ તરફ આશરે 97 કિમી.ને અંતરે આવેલો છે. જૉન મિશેલ વ્હાઇટ નામના એક પૂર્વેક્ષકે (prospector) 1949માં અહીંના એક સ્થળેથી સર્વપ્રથમ વાર યુરેનિયમ શોધી કાઢેલું. 1952માં…
વધુ વાંચો >રમલા (Ramla)
રમલા (Ramla) : ઇઝરાયલમાં તેલઅવીવ-યાફોથી અગ્નિકોણમાં કિનારાના મેદાન પર આવેલું મધ્ય ઇઝરાયલનું મુખ્ય નગર. ભૌગોલિક સ્થાન : 31° 55´ ઉ. અ. અને 34° 52´ પૂ. રે. . પૅલેસ્ટાઇનમાં આરબો (ખલીફા સુલેમાન ઇબ્ન અબ્દ-અલ-મલિક, શાસનકાળ 715થી 717) દ્વારા આ નગર સ્થાપવામાં આવેલું. તેણે નજીકમાં આવેલા લોદ (લિડ્ડા) ખાતેના તત્કાલીન પાટનગરને ખેસવીને…
વધુ વાંચો >રવાદાર-વટાણાદાર ચૂનાખડક
રવાદાર-વટાણાદાર ચૂનાખડક (oolitic-pisolitic limestone) : રવા કે વટાણાના આકાર અને કદ જેવડા લગભગ ગોળાકાર કણો કે કાંકરાથી બંધાયેલો ચૂનાયુક્ત ખડક. રવાદાર ચૂનાખડકના બંધારણમાં રહેલા કણો નાનકડા, ઓછાવત્તા ગોળાકાર હોય છે. મોટા ભાગના ગોલકો 0.5થી 1 મિમી. વ્યાસના હોય છે. વટાણાદાર ગોલકો રવાદાર કણો જેવા જ, પણ 2 મિમી. વ્યાસથી મોટા…
વધુ વાંચો >રવાન્દા (Rwanda)
રવાન્દા (Rwanda) : પૂર્વ-મધ્ય આફ્રિકામાં વિષુવવૃત્તની દક્ષિણે આવેલો નાનો દેશ. જૂનું નામ રુઆન્ડા. સત્તાવાર નામ રિપબ્લિક ઑવ્ રવાન્દા. ભૌગોલિક સ્થાન : તે 2° 00´ દ. અ. અને 30° 00´ પૂ. રે.ની આજુબાજુનો 26,338 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેનું પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ અંતર અનુક્રમે 233 કિમી. અને 177 કિમી.…
વધુ વાંચો >રંગવિકાર (pleochroism)
રંગવિકાર (pleochroism) : ખનિજછેદોમાં જોવા મળતો પ્રકાશીય ગુણધર્મ. ખનિજછેદોની પરખ માટેના ગુણધર્મો પૈકી વિશ્લેષક-(analyser)ની અસર હેઠળ જોવા મળતી રંગફેરફારની પ્રકાશીય ઘટના. અમુક ખનિજોના છેદો સાદા ધ્રુવીભૂત પ્રકાશમાં જે કોઈ રંગ દર્શાવતા હોય તે સૂક્ષ્મદર્શકની પીઠિકાને ફેરવતા જઈને જોવામાં આવે ત્યારે રંગફેરફારની ઘટના બતાવે છે; જેમ કે, પીળો કથ્થાઈમાં, આછો લીલો…
વધુ વાંચો >રંગવિકારી વલય (pleochroic haloes)
રંગવિકારી વલય (pleochroic haloes) : સૂક્ષ્મદર્શક હેઠળ અમુક ખનિજછેદોમાં જોવા મળતી પ્રકાશીય ગુણધર્મધારક ઘટના. ખનિજદળમાં રહેલા અન્ય ખનિજીય આગંતુક કણોની આજુબાજુ ક્યારેક જોવા મળતાં રંગવાળાં કે રંગતફાવતવાળાં વલય (કૂંડાળાં). 1873માં હૅરી રોઝેનબુશે કૉર્ડિરાઇટની આજુબાજુમાં અને તે પછીથી અન્ય નિરીક્ષકોએ ઘણાં ખનિજોમાં આવાં વલય જોયાની નોંધ મળે છે. દ્વિવક્રીભવનનો ગુણધર્મ ધરાવતાં…
વધુ વાંચો >