સિલ્વાઇટ (Sylvite) : પોટૅશિયમધારક ખનિજ. પોટાશના સ્રોત તરીકે રાસાયણિક ખાતરમાં ઉપયોગમાં લેવાતું દ્રવ્ય. રાસા. બં. : KCl; ક્લોરિન 47.6 %; પોટૅશિયમ 52.4 %; ક્યારેક તેમાં NaCl પણ હોય. સ્ફ. વર્ગ : ક્યૂબિક. સ્ફટિક-સ્વરૂપ : ઑક્ટાહેડ્રલ છેડાઓ સહિત ઘન સ્વરૂપોમાં મળે, દાણાદાર સ્ફટિકમય, દળદાર, ઘનિષ્ઠ પણ હોય. સંભેદ : પૂર્ણપણે ક્યૂબિક. પ્રભંગ : ખરબચડો, બરડ. કઠિનતા : 2. વિ. ઘ. : 1.971.99. ચમક : કાચમય. રંગ : રંગવિહીન, શ્વેત, અશુદ્ધિયુક્ત હોય ત્યારે વાદળી કે પીતરંગી લાલ. સ્વાદ : સાદા મીઠા જેવો ખારો, કડવાશ પડતો. પ્રાપ્તિસ્થિતિ : હેલાઇટ (NaCl) સમકક્ષ. જ્વાળામુખી/ફ્યુમેરોલની આજુબાજુમાં ઊર્ધ્વપાતન પેદાશ (sublimate) તરીકે. પ્રાપ્તિસ્થાનો : વિસુવિયસ, જર્મની, પોલૅન્ડ.

ગિરીશભાઈ પંડ્યા