ખનિજ ઇજનેરી

સંપૂર્ણ સ્ફટિકમય કણરચના (holocrystalline texture)

સંપૂર્ણ સ્ફટિકમય કણરચના (holocrystalline texture) : ખનિજ સ્ફટિકોથી બનેલી કણરચના. જે ખડકમાંનાં ખનિજ ઘટકો સંપૂર્ણપણે સ્ફટિકોથી બનેલાં હોય એવા ખડકમાંની ખનિજ ગોઠવણીને સંપૂર્ણ સ્ફટિકમય કણરચના કહે છે; તેમ છતાં, આ પ્રકારની કણરચનાવાળા કેટલાક ખડકોમાં સ્ફટિકોની કિનારીઓ પાસાદાર ન પણ હોય, ખનિજ ઘટકો અંશત: દાણાદાર કે અંશત: મહાસ્ફટિકમય (પૉર્ફિરિટિક) પણ હોય.…

વધુ વાંચો >

સંભેદ (cleavage)

સંભેદ (cleavage) : (1) ખનિજના સંદર્ભમાં : વિભાજકતાનો ગુણધર્મ. ખનિજોનું તેમની અમુક ચોક્કસ તલસપાટી પર છૂટાં (ભેદ) પડી જવાનું વલણ. આ પ્રકારના વલણને સંભેદ અથવા વિભાજકતા કહે છે. કેટલાંક ખનિજો માટે આ ગુણધર્મ લાક્ષણિક બની રહે છે, જેને કારણે તે ખનિજ સહેલાઈથી પારખી શકાય છે. સંભેદ ખનિજોના સ્ફટિકમય સ્વરૂપ પર…

વધુ વાંચો >

સંરચના (structure)

સંરચના (structure) : ખડક કે ખનિજમાં જોવા મળતું રચનાત્મક લક્ષણ. રચનાત્મક લક્ષણ ખડકો કે ખનિજોમાં તેમનાં વિશિષ્ટ દેખાવ, આકાર કે ગોઠવણીને કારણે ઉદ્ભવતું હોય છે, તે મુજબ તેનાં નામ અપાય છે. ભૂસ્તરશાસ્ત્રની જુદી જુદી શાખાઓમાં સંરચનાનું અર્થઘટન જુદી જુદી રીતે થાય છે. ખનિજશાસ્ત્રની દૃષ્ટિએ : અમુક ખનિજો તેમના બાહ્ય દેખાવમાં…

વધુ વાંચો >

સાર્ડોનિક્સ (Sardonyx)

સાર્ડોનિક્સ (Sardonyx) : સિલિકા (SiO2) બંધારણવાળો ખનિજ-પ્રકાર. ક્વાર્ટઝ ખનિજનું સૂક્ષ્મ દાણાદાર સ્વરૂપ. સિલિકા ખનિજ-સમૂહમાં આવતા પટ્ટાદાર કૅલ્શિડૉનીની એક જાત. ઉપરત્ન તરીકે ઉપયોગમાં લેવાતું અર્ધકીમતી ખનિજ. કૅલ્શિડૉનીની જે વિવિધ જાતો મળે છે તે પૈકીની શ્વેત કે કાળા રંગની પશ્ર્ચાદ્ભૂમાં જ્યારે પીળાશ પડતી, લાલાશ પડતી કે કેસરી ઝાંયવાળી કથ્થાઈ પટ્ટીરચનાઓ હોય ત્યારે…

વધુ વાંચો >

સિડેરાઇટ

સિડેરાઇટ : લોહ કાર્બોનેટ. કૅલ્સાઇટ સમૂહનું ખનિજ. રાસા. બં. : FeCO3. લોહપ્રમાણ 48.2 %. સ્ફ. વ. : હૅક્ઝાગોનલ-ર્હૉમ્બોહેડ્રલ સમમિતિધારક, કૅલ્શાઇટ જેવી સ્ફટિક રચના. સ્ફ. સ્વ. : સ્ફટિકો સામાન્યત: ર્હૉમ્બોહેડ્રલ; મેજ આકાર, પ્રિઝમેટિક, સ્કેલેનોહેડ્રલ પણ હોય. સ્ફટિક-ફલકો ક્યારેક વળેલા હોય; દળદાર, સ્થૂળથી સૂક્ષ્મદાણાદાર પણ મળે; ક્વચિત્ ગોલક જેવા કે દ્રાક્ષના ઝૂમખા…

વધુ વાંચો >

સિડેરોલાઇટ

સિડેરોલાઇટ : ઉલ્કાઓનો એક પ્રકારનો સમૂહ. ઉલ્કાઓને નીચે પ્રમાણેના મુખ્ય ત્રણ સમૂહોમાં વહેંચેલી છે. આ ત્રણે સમૂહોનાં અંતર્ગત બંધારણીય લક્ષણો અન્યોન્ય ઓતપ્રોત જોવા મળેલાં છે : 1. સિડેરાઇટ સમૂહ અથવા લોહ ઉલ્કાઓ : જે લગભગ સંપૂર્ણપણે નિકલમિશ્રિત લોહદ્રવ્યથી બનેલી છે, તેથી તેમને ધાત્વિક ઉલ્કાઓ પણ કહેવાય છે. તેના પેટાપ્રકારો પણ…

વધુ વાંચો >

સિલિકા વર્ગ

સિલિકા વર્ગ : સિલિકા(SiO2)નું બંધારણ ધરાવતાં ખનિજોનો વર્ગ. આ વર્ગમાં મળતાં બધાં જ ખનિજોનું રાસાયણિક બંધારણ SiO2 હોવા છતાં તેમનાં વિવિધ સ્વરૂપોનું સંરચનાત્મક માળખું તેમજ તેમના ગુણધર્મો સિલિકેટ વર્ગનાં ખનિજો સાથે ઘનિષ્ઠપણે સામ્ય ધરાવે છે. સિલિકા વર્ગનાં ખનિજોનું અણુમાળખું SiO4 ચતુષ્ફલકોની ત્રણ આયામની ગોઠવણીવાળું હોય છે, જેમાં પ્રત્યેક ચતુષ્ફલકના ચાર…

વધુ વાંચો >

સિલિકેટ ખનિજો (ખનિજીય સંદર્ભમાં)

સિલિકેટ ખનિજો (ખનિજીય સંદર્ભમાં) : સિલિકેટ બંધારણ ધરાવતાં ખનિજો. ખડક-નિર્માણ-ખનિજોના કેટલાક પ્રકારોને આવરી લેતો વિશિષ્ટ સમૂહ. પૃથ્વીના પોપડાના ખડકોના બંધારણમાં રહેલા સિલિકેટ, ઑક્સાઇડ, કાર્બોનેટ, સલ્ફાઇડ, સલ્ફેટ વગેરે જેવા ખનિજસમૂહો પૈકીનો એક. રાસાયણિક બંધારણના સંદર્ભમાં આ સમૂહ સમલક્ષણી હોય છે. આ કારણથી જ તે ખડકનિર્માણ-ખનિજોનો વિશિષ્ટ સમૂહ રચે છે. આ સમૂહ…

વધુ વાંચો >

સિલિમેનાઇટ (Sillimanite)

સિલિમેનાઇટ (Sillimanite) : સિલિકેટ ખનિજો પૈકીનું એક. ડૅન્યુબરાઇટ-ટોપાઝ જૂથ(ડૅન્યુબરાઇટ, ટોપાઝ, ઍન્ડેલ્યુસાઇટ, સિલિમેનાઇટ, કાયનાઇટ)નું ખનિજ. રાસા. બં. : Al2O3.SiO2 (કાયનાઇટ-ઍન્ડેલ્યુસાઇટ સમકક્ષ), ઍલ્યુમિના : 63.2 %, સિલિકા : 36.8. સરખા બંધારણવાળાં આ ત્રણેય ખનિજો પૈકી તે વધુમાં વધુ સ્થાયી હોય છે, ઝડપથી દ્રવિત થતું નથી; પરંતુ 1000° સે.થી વધુ ગરમ થતાં તે…

વધુ વાંચો >

સિલોમેલેન (Psilomelane)

સિલોમેલેન (Psilomelane) : મૅંગેનીઝનું ધાતુખનિજ. રાસાયણિક બંધારણ : BaMn2+ MnO16(OH)4. સ્ફટિકવર્ગ : મૉનોક્લિનિક. સ્ફ. સ્વરૂપ : દળદાર, દ્રાક્ષના ઝૂમખાસમ, વૃક્કાકાર, અધોગામી સ્તંભો રૂપે, વલયાકાર પટ્ટા રૂપે, મૃણ્મય. સંભેદ : અનિર્ધારિત. રંગ : કાળાથી માંડીને પોલાદ જેવો રાખોડી, અપારદર્શક. ચૂર્ણ-રંગ : કથ્થાઈ-કાળાથી કાળો, ચમકવાળો. ચમક : આછી ધાત્વિક, નિસ્તેજ. કઠિનતા :…

વધુ વાંચો >