ખગોળ
સ્વાર્ટ્ઝચાઇલ્ડ કાર્લ
સ્વાર્ટ્ઝચાઇલ્ડ, કાર્લ (જ. 9 ઑક્ટોબર 1873, ફ્રેન્કફર્ટ મેઇન; અ. 11 મે 1916, પોટ્સડમ, જર્મની) : વીસમી સદીના ખગોળવિજ્ઞાન માટે વિકાસપાયો નાખનાર ખ્યાતનામ જર્મન ખગોળવિદ. તેમણે આ ક્ષેત્રે પ્રાયોગિક અને સૈદ્ધાંતિક નોંધપાત્ર ફાળો આપ્યો છે, જે પ્રાથમિક અને તાત્વિક મૂલ્ય ધરાવે છે. વિજ્ઞાનક્ષેત્રે તે અપવાદરૂપ શક્તિ અને ક્ષમતા ધરાવતા હતા. માત્ર…
વધુ વાંચો >હગિન્સ વિલિયમ (સર)
હગિન્સ, વિલિયમ (સર) (જ. 7 ફેબ્રુઆરી 1824, સ્ટૉક નેવિન્ગટન, લંડન; અ. 12 મે 1910, લંડન) : વર્ણપટદર્શક(spectroscope)નો ઉપયોગ કરનાર પ્રથમ અંગ્રેજ ખગોળવિદ. વર્ણપટદર્શક વડે કરેલા આવાં ખગોલીય પિંડોનાં અવલોકનોમાં ક્રાંતિ આવી. હગિન્સે અવલોકનોને આધારે બતાવ્યું કે પૃથ્વી ઉપર અને સૂર્યમાં જે તત્વો મોજૂદ છે, તેવાં જ તત્વો તારકો ધરાવે છે.…
વધુ વાંચો >હબલ એડવિન પોવેલ (Hubble Edwin Powell)
હબલ, એડવિન પોવેલ (Hubble, Edwin Powell) [જ. 1889, મિસૂરી (યુ.એસ.); અ. 1953] : વીસમી સદીના પૂર્વાર્ધના વિખ્યાત ખગોળવિજ્ઞાની. વિશ્વના સૌપ્રથમ, પૃથ્વીના વાતાવરણની બહારથી પ્રકાશી અને ઇન્ફ્રારેડ વિસ્તારમાં ખગોળીય અવલોકનો માટે પૃથ્વી ફરતી ભ્રમણકક્ષામાં મુકાયેલ મોટા અવકાશી ટેલિસ્કોપને આ મહાન ખગોળવિજ્ઞાનીની સ્મૃતિ અર્થે ‘હબલ સ્પેસ ટેલિસ્કોપ’ નામ અપાયું છે. શરૂઆતનાં વર્ષોમાં…
વધુ વાંચો >હબલનો અચળાંક (Hubble constant)
હબલનો અચળાંક (Hubble constant) : બ્રહ્માંડના વિસ્તરણની ઝડપ સાથે સંકળાયેલો અચળાંક. 1929માં હબલે, ‘હબલના નિયમ’ (Hubble law) તરીકે પ્રસિદ્ધ થયેલ તેનો નિયમ તારવ્યો. જે અનુસાર બાહ્ય તારાવિશ્વો (external galaxies) આપણા તારાવિશ્વ ‘આકાશગંગા’ સંદર્ભે તેમના અંતરના સમપ્રમાણમાં જણાતા વેગથી દૂર જઈ રહ્યાં છે. બ્રહ્માંડમાં આકાશગંગાનું સ્થાન કંઈ વિશિષ્ટ નથી, એટલે ઉપર્યુક્ત…
વધુ વાંચો >હરબિગ-હૅરો પદાર્થ (Herbig-Haro objects)
હરબિગ-હૅરો પદાર્થ (Herbig-Haro objects) : એક પ્રકારના વિશિષ્ટ અને નાના વાયુવાદળ જેવા જણાતા પદાર્થ. આ પ્રકારના પદાર્થો, જે વિસ્તારમાં નવા તારાઓ સર્જાઈ રહ્યા હોય (જેમ કે, મૃગશીર્ષ તારામંડળની પ્રખ્યાત નિહારિકા) ત્યાં જણાય છે. આ જ તારામંડળમાં આવેલ એક અન્ય નિહારિકા(Nebula 1999)ની 1946–47માં લેવાયેલ તસવીરોમાં જ્યૉર્જ હરબિગ (George Herbig) અને ગાઇલામેરો…
વધુ વાંચો >હર્ટ્ઝસ્પ્રુંગ એજનર
હર્ટ્ઝસ્પ્રુંગ, એજનર (જ. 8 ઑક્ટોબર 1873, કોપનહેગન, ડેન્માર્ક; અ. 21 ઑક્ટોબર 1967, ડેન્માર્ક) : તારકોના ઉદભવ (જન્મ) અને અંત(મૃત્યુ)ના પ્રખર અભ્યાસી અને પથપ્રદર્શક ડેનિશ ખગોળવિદ. તેમણે વિરાટ (giant) અને વામન (dwarf) તારકોનું અસ્તિત્વ પુરવાર કર્યું તેમજ હર્ટ્ઝસ્પ્રુંગ-રસેલ રેખાકૃતિ(diagram)ની રચના તૈયાર કરી. કોપનહેગનમાં રહીને તેમણે રસાયણ-ઇજનેરીનો અભ્યાસ કર્યો તથા ત્યાં જ…
વધુ વાંચો >હર્ટ્ઝસ્પ્રુંગ–રસેલ આલેખ
હર્ટ્ઝસ્પ્રુંગ–રસેલ આલેખ : તારાકીય (steller) તાપમાન અને નિરપેક્ષ માન(magnitude)નો આલેખ. બીજી રીતે વર્ણપટીય (spectral) પ્રકાર અથવા વર્ણ (રંગ) અને જ્યોતિ(luminosity)નો આલેખ. આ આલેખને હર્ટ્ઝસ્પ્રુંગ–રસેલ (HR) આકૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. નિરપેક્ષ માન એ નિજી (સ્વાયત્ત) તેજસ્વિતાનું માપ છે તેને આ પ્રમાણે વ્યાખ્યાયિત કરી શકાય છે. 10 પાર્સેક (parsec) અંતરેથી…
વધુ વાંચો >હર્ષલ જ્હૉન સર
હર્ષલ, જ્હૉન સર (જ. 1792; અ. 1871) : અંગ્રેજ વિજ્ઞાની, ખ્યાતનામ ખગોળવિદ અને તત્વવેત્તા. હજારો સમીપ દ્વિ-તારકો (binary stars), તારકવૃંદો અને નિહારિકાઓની શોધ કરી. અવકાશીય સંશોધનો અને અભ્યાસના સંદર્ભમાં તેમણે ફોટોગ્રાફી, પૉઝિટિવ અને નેગેટિવ જેવા શબ્દો શોધીને પ્રચલિત કર્યા. સિલ્વર હેલાઇડના નિગ્રાહક (fixer) તરીકે સોડિયમ થાયોસલ્ફાઇડની શોધ કરી. ઉપરાંત નીલહરિત-પ્રકારની…
વધુ વાંચો >હર્ષલ વિલિયમ (સર)
હર્ષલ, વિલિયમ (સર) (જ. 1738, હેનોવર, જર્મની; અ. 1822) : બ્રિટિશ ખગોળવિદ. જન્મે જર્મન. 1751માં યુરેનસ ગ્રહ શોધી કાઢવા બદલ તેમને સારી એવી ખ્યાતિ મળી. ઉપરાંત તેમણે નિહારિકાઓની સમજમાં મોટો ફાળો આપ્યો હતો. તેમના સમયમાં નિહારિકાઓ અને તારાવિશ્વો(galaxies)ની સંખ્યાની જાણકારીમાં ઘણો વધારો થયો. તેઓ દૂરબીનના નિર્માતા પણ ગણાય છે. કેટલાંક…
વધુ વાંચો >હસન માસ્ટર કંટ્રોલ ફૅસિલિટી કર્ણાટક
હસન માસ્ટર કંટ્રોલ ફૅસિલિટી, કર્ણાટક : ભૂ-સ્થિર કક્ષામાં કાર્યરત ભારતના ઇનસેટ પ્રકારના બધા ઉપગ્રહોનું સંપૂર્ણ સંચાલન અને નિયંત્રણ કરવા માટે કર્ણાટક રાજ્યમાં હસન ખાતે સ્થાપવામાં આવેલી ‘મુખ્ય નિયંત્રણ સુવિધા’(Master Control Facility). આ સુવિધા ભૂ-સ્થિર કક્ષામાં કાર્ય કરતા ભારતના બધા ઉપગ્રહો માટેના ભૂમિ-તંત્રનું એક પ્રમુખ અંગ છે. ભૂ-સ્થિર સ્થાનાંતરણ કક્ષા(Geostationary Transfer…
વધુ વાંચો >