ખગોળ
રિડપાથ, ઇયાન (Ian Ridpath)
રિડપાથ, ઇયાન (Ian Ridpath) : બ્રિટનના અવૈતનિક ખગોળશાસ્ત્રી અને પ્રખ્યાત વિજ્ઞાનલેખક. વિશેષત: ખગોળ અને અંતરીક્ષ સંબંધિત વિષયોના લોકભોગ્ય લેખક અને ટીવી અને રેડિયો-પ્રસારક (broadcaster). બીબીસીની ‘બ્રેકફાસ્ટ ટાઇમ’ તથા અન્ય ટીવીની ચૅનલો પર તેમના કાર્યક્રમો ઘણાં વર્ષોથી નિયમિત આવે છે. રેડિયો પર ‘સાયન્સ નાઉ ઍન્ડ ટુડે’, ‘જૉન ડન શો’ (John Dunn…
વધુ વાંચો >રેડિયો-ટેલિસ્કોપ
રેડિયો-ટેલિસ્કોપ : અવકાશીય પિંડો(પદાર્થો)માંથી નીકળતા મંદ રેડિયો-તરંગોને એકત્રિત કરી તેમનું માપન કરનાર ઉપકરણ. જેમ પ્રકાશીય (optical) ટેલિસ્કોપ પ્રકાશને એકત્રિત કરે છે, તેમ રેડિયો-ટેલિસ્કોપ રેડિયો-તરંગોને ભેગા કરે છે. હકીકતમાં તો પ્રકાશ અને રેડિયો-તરંગો વિદ્યુત-ચુંબકીય તરંગો જ છે, કારણ કે તે વિદ્યુત-ચુંબકીય વિકિરણના ભાગ (અંશ) છે. પ્રકાશના તરંગોની તરંગલંબાઈ આશરે 4000 Åથી…
વધુ વાંચો >રોનાન, કોલિન એ. (Colin A. Ronan)
રોનાન, કોલિન એ. (Colin A. Ronan) (જ. 1920; અ. 1995) : અંગ્રેજીમાં ખગોળ ઉપરના અને વિજ્ઞાનના ઇતિહાસને લગતા સંખ્યાબંધ ગ્રંથોના અંગ્રેજ લેખક. કારકિર્દીના આરંભે કોલિન લશ્કર સાથે સંકળાયેલા હતા અને વિજ્ઞાનના સલાહકાર તરીકે ક્રમશ: સોપાન સર કરતા જઈને મેજરના દરજ્જે પહોંચ્યા હતા. અહીં તેમણે પ્રકાશીય (optical) ટૅકનૉલૉજીમાં નોંધપાત્ર કામ કર્યું…
વધુ વાંચો >રૉયલ ઑબ્ઝર્વેટરી, લખનઉ
રૉયલ ઑબ્ઝર્વેટરી, લખનઉ : ભારતમાં પરદેશી શાસનકાળ દરમિયાન ઈસુની અઢારમી–ઓગણીસમી સદીમાં આધુનિક સાધનોથી સજ્જ જે કેટલીક ખગોલીય વેધશાળાઓ સ્થપાઈ તેમાંની એક વેધશાળા, તે આ લખનઉની શાહી વેધશાળા. આ પહેલાં ઈ. સ. 1792માં મદ્રાસ(ચેન્નાઈ)માં અને તે પછી ઈ. સ. 1825માં કલકત્તા(કૉલકાતા)માં આવી વેધશાળાઓની સ્થાપના થઈ ચૂકી હતી. લખનઉની આ શાહી વેધશાળાની…
વધુ વાંચો >રૉયલ ગ્રિનિચ વેધશાળા (Royal Greenwich Observatory)
રૉયલ ગ્રિનિચ વેધશાળા (Royal Greenwich Observatory) : ગ્રેટ બ્રિટનની જૂનામાં જૂની ખગોલીય વેધશાળા. ઇંગ્લૅન્ડના રાજા ચાર્લ્સ બીજાએ દરિયાઈ સફરની જાણકારી તેમજ રેખાંશોની જાણકારી મેળવવા માટે 1675માં તેની સ્થાપના કરેલી. નૌકાનયન (navigation), સમય-જાળવણી, તારાઓની સ્થિતિનું નિર્ધારણ વગેરે જેવી જાણકારી મેળવવાનો તેનો હેતુ હતો. 1767માં આ વેધશાળાએ નાવિકી પંચાંગ (nautical almanac) પ્રકાશિત…
વધુ વાંચો >રૉશની ઉપગ્રહ-મર્યાદા
રૉશની ઉપગ્રહ-મર્યાદા : ગ્રહો અને ઉપગ્રહોની વચ્ચે અતૂટ સંબંધ જાળવતી અંતરની મર્યાદા. ગ્રહો અને ઉપગ્રહોની સૃષ્ટિમાં, ઉપગ્રહો તેમના અને તેમની કક્ષાના કેન્દ્રમાં રહેલ ગ્રહ વચ્ચેના અંતરમાં મર્યાદા જાળવે છે ! જો તે આ મર્યાદાનું ઉલ્લંઘન કરીને વધુ નજદીક આવે તો તે તૂટી જાય. અંતરની આ મર્યાદા, તે રૉશ(Roche)ની ઉપગ્રહ-મર્યાદા. આવી…
વધુ વાંચો >લઘુગ્રહો
લઘુગ્રહો : ખાસ કરીને મંગળ અને ગુરુની કક્ષાઓ વચ્ચે રહીને સૂર્યની આસપાસ ભ્રમણ કરતા હજારો નાના ગ્રહો. તેમને ગૌણ (minor) ગ્રહો પણ કહે છે. ગ્રહીય અંતરાલ(spacing)ને લગતા જે. એ. બોડેના નિયમથી મળતી ખાલી જગાથી પ્રેરિત થઈને અનુપસ્થિત ગ્રહની શોધ શરૂ થઈ. ઇટાલિયન ખગોળવિદ જી. પિયાઝી(Piazzi)એ 1 જાન્યુઆરી, 1801ના રોજ Ceresની…
વધુ વાંચો >લઘુગ્રહોનું ઉત્ખનન
લઘુગ્રહોનું ઉત્ખનન : પૃથ્વીની નૈસર્ગિક સંપત્તિમાંથી મળતી કીમતી ધાતુઓનો જથ્થો ઝડપથી ખૂટતો જતો હોઈ, આ પરિસ્થિતિમાં લઘુગ્રહોનું ઉત્ખનન કરીને એવી ધાતુઓ મેળવવા અંગેની એક કાલ્પનિક યોજના. અંતરીક્ષમાં અથવા ચંદ્ર પર માનવ-વસાહત તૈયાર કરવા અંગે વૈજ્ઞાનિક અને ટૅકનિકલ દૃષ્ટિબિંદુઓને લક્ષમાં રાખીને કેટલીક કાલ્પનિક યોજનાઓ વિચારવામાં આવી છે. તેવી જ રીતે લઘુગ્રહોના…
વધુ વાંચો >લમેત્ર જ્યૉર્જ
લમેત્ર જ્યૉર્જ (જ. 1894, બેલ્જિયમ; અ. 1966, બેલ્જિયમ) : વિશ્વની ઉત્પત્તિનો સિદ્ધાંત એટલે કે મહાવિસ્ફોટ(big-bang)ની ઘટનાનું સૂચન કરનાર ખ્યાતનામ બેલ્જિયન બ્રહ્માંડવિદ (cosmologist). યુ.એસ.ના ખગોળવિદ એડ્વિન હબલે દર્શાવ્યું કે વિશ્વ હરદમ વિસ્તરતું જાય છે, પણ લમેત્રે જણાવ્યું કે વિશ્વની ઉત્પત્તિ મહાવિસ્ફોટથી થઈ અને ત્યારબાદ તેનું નિરંતર વિસ્તરણ ચાલુ રહ્યું છે. મહાવિસ્ફોટનો…
વધુ વાંચો >લંબન (parallax)
લંબન (parallax) : અવલોકનકર્તાના વિસ્થાપનને કારણે થતું વસ્તુનું દિશા-પરિવર્તન અથવા વસ્તુના દેખીતા સ્થાનમાં થતું પરિવર્તન. ખગોળશાસ્ત્રના સંદર્ભમાં લંબનની વ્યાખ્યા આ પ્રમાણે છે : બે જુદી જુદી દિશાઓમાંથી અવકાશી પિંડ(તારા)નું અવલોકન લેતાં તેના સ્થાનમાં દેખાતું પરિવર્તન. લંબન કોણ(angle)માં માપવામાં આવે છે અને તે ઉપરથી તારાનું અંતર નક્કી કરી શકાય છે. નીચેની…
વધુ વાંચો >