ખગોળ
આર. આર. વીણાતારક
આર. આર. વીણાતારક (R. R. Lyrae) : એક પ્રકારના વીણા-તારામંડળ(Lyrae)માંના રૂપવિકારી (variable) તારા. વિલ્હેમ્લીના ફ્લેમિંગે (1899-1910)માં આ પ્રકારના 222 તારાઓ અને સ્ફોટક તારાઓ (novae) શોધી કાઢેલા. જે તારાઓના તેજમાં આવર્તી (periodic) વધઘટ થતી હોય તેમને પરિવર્તનશીલ કે રૂપવિકારી તારા કહે છે. તારો ઝાંખો બની પાછો મૂળ જેટલો તેજસ્વી થાય તેટલા…
વધુ વાંચો >આરોહી અને અવરોહી પાતબિન્દુઓ
આરોહી અને અવરોહી પાતબિન્દુઓ : ચન્દ્ર, ગ્રહ યા ધૂમકેતુની દક્ષિણથી ઉત્તર તરફ જતાં ક્રાન્તિવૃત્તને જે બિન્દુમાં કાપે તે આરોહી પાતબિન્દુ અને તેનાથી ઊલટી દિશામાં જતાં કાપે તે અવરોહી પાતબિન્દુ. સૂર્ય, ચન્દ્ર, ગ્રહો અને ધૂમકેતુઓ આકાશમાં જે માર્ગે ફરતા દેખાય છે તે તેમના કક્ષામાર્ગ છે. સૂર્યના વાર્ષિક આકાશી માર્ગને ક્રાન્તિવૃત્ત કહેવામાં…
વધુ વાંચો >આર્દ્રા
આર્દ્રા (Betelgeuse) : મૃગશીર્ષ તારામંડળનો રાતા રંગે ચમકતો તેજસ્વી તારો. આ તારામંડળ માગશર માસ દરમિયાન રાત્રિના પ્રથમ ચરણમાં પૂર્વાકાશમાં ધ્યાન ખેંચે છે. જુલાઈ માસમાં સૂર્ય આર્દ્રાની સમીપ હોવાથી આ નામનું નક્ષત્ર વર્ષાઋતુના આગમન સાથે સંકળાયેલ છે. રાતા રંગનો આ એક મહાવિરાટ (red supergiant) તારો છે. સૂર્ય કરતાં અધિક ભારવાળા તારાના…
વધુ વાંચો >આર્યભટ (ઉપગ્રહ)
આર્યભટ : ભારતનો પ્રથમ કૃત્રિમ ઉપગ્રહ. ‘આર્યભટ’ સોવિયેત રશિયાના ટૅકનિકલ સહકારથી ભારતીય અંતરીક્ષ સંશોધન સંગઠન (ISRO) દ્વારા બૅંગાલુરુમાં તૈયાર કરવામાં આવ્યો હતો. સોવિયેત રશિયાના અંતરીક્ષમથકેથી, સોવિયેત રૉકેટ ઇન્ટરકૉસ્મૉસની મદદથી 19 એપ્રિલ, 1975ના રોજ ‘આર્યભટ’ 600 કિમી.ની લગભગ વર્તુળાકાર ભ્રમણકક્ષામાં પ્રક્ષેપિત કરવામાં આવ્યો હતો. ‘આર્યભટ’ લગભગ 96 મિનિટમાં પૃથ્વીની એક પ્રદક્ષિણા…
વધુ વાંચો >આર્યભટ્ટ
આર્યભટ્ટ : ભારતમાં થઈ ગયેલા આ નામના બે ગણિતજ્ઞ ખગોળવેત્તાઓ. (1) આર્યભટ્ટ પ્રથમનો જન્મ ઈ. સ. 476માં થયો હતો. તે એક પ્રખર ગણિતજ્ઞ અને ખગોળવેત્તા હતા. તેમનો જન્મ કુસુમપુર નગરમાં થયો હતો. એમ મનાતું હતું કે કુસુમપુર હાલનું પટણા કે તેની નજીકનું કોઈ ગામ હશે; પરંતુ તે કદાચ દક્ષિણ ભારતના કેરળ…
વધુ વાંચો >આર્યભટ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઑબ્ઝર્વેશનલ સાયન્સીઝ (ARIES)
આર્યભટ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઑબ્ઝર્વેશનલ સાયન્સીઝ (ARIES) : માર્ચ, 2004માં ઉત્તરપ્રદેશ સ્ટેટ ઑબ્ઝર્વેટરીનું નવું નામકરણ થયું અને હવે તે ‘આર્યભટ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઑબ્ઝર્વેશનલ સાયન્સીઝ (ARIES)’ તરીકે ઓળખાય છે. તે નૈનીતાલ ખાતેની સૌર નિરીક્ષણ માટેની વેધશાળા છે. આ વેધશાળાની મૂળ સ્થાપના 1954ના એપ્રિલમાં વારાણસીમાં થઈ હતી. 1955માં તેને નૈનીતાલ લાવવામાં…
વધુ વાંચો >આલ્મા જેસ્ટ
આલ્મા જેસ્ટ : ગ્રીક ખગોળશાસ્ત્રી ક્લૉડિયસ ટોલેમીએ ઈ. સ. 140માં લખેલો ખગોલીય સિદ્ધાન્તોનો ગાણિતિક ગ્રંથ. તે વિષય-વૈશિષ્ટ્યને કારણે ‘મહાન ગણિતીય સંગ્રહ’, ‘મહાન ખગોળજ્ઞ’, ‘મહાન કોશ’ અને ‘સર્વશ્રેષ્ઠ’ (ગ્રીક ભાષામાં ‘મેજિસ્ટી’) વગેરે નામે ઓળખાતો હતો. આરબ વિદ્વાનોએ 827માં ઉપર્યુક્ત ગ્રંથનો અરબી ભાષામાં અનુવાદ કર્યો અને અરબી નામકરણપદ્ધતિ અનુસાર એને અલ-મેજિસ્તી કહીને,…
વધુ વાંચો >આંતરગ્રહીય માધ્યમ
આંતરગ્રહીય માધ્યમ : ગ્રહો વચ્ચે આવેલું અવકાશી ક્ષેત્ર. આ માધ્યમ તદ્દન ખાલી જગા છે એવું નથી; એમાં વાયુ, રજ અને પરમાણુના કણો આવેલા છે. આ કણોની વ્યાપ્તિ ક્ષુદ્ર પ્રમાણની છે અને તેથી ગ્રહો સાથે અથડાઈને તે કશું નુકસાન પહોંચાડી શકે એમ નથી. અલબત્ત, એ દ્રવ્ય વિદ્યુતચુંબકીય તેમજ ર્દષ્ટિગત અસરો ઉપજાવી…
વધુ વાંચો >આંતરતારકીય માધ્યમ
આંતરતારકીય માધ્યમ : આકાશગંગા અને વિશ્વના તારાઓ વચ્ચે આવેલું માધ્યમ. આ અત્યંત વિસ્તૃતિવાળો અવકાશ છે. આ માધ્યમની દ્રવ્યસંપદા આકાશગંગા વિશ્વ(મંદાકિનીવિશ્વ)ની દ્રવ્યસંપત્તિના હિસાબે પાંચ ટકા જેટલી છે. અવકાશમાં આવેલું આંતરતારકીય દ્રવ્ય ત્રણ પ્રકારનું છે. (1) નિહારિકાઓમાં આવેલું મોટા જથ્થાનું દ્રવ્ય. આ દ્રવ્ય વાયુ અને ધૂળના કણોનું બનેલું છે. (2) સામાન્ય આંતરતારકીય…
વધુ વાંચો >આંતરનિહારિકા માધ્યમ
આંતરનિહારિકા માધ્યમ : બ્રહ્માંડમાં મંદાકિની વિશ્વ જેવાં અસંખ્ય વિશ્વો વચ્ચેના અવકાશમાં આવેલા અણુ-પરમાણુના ભગ્નકણો. બ્રહ્માંડમાં ક્યાંક વિશ્વો તૂટીને નવાં વિશ્વો રચાય છે, તો ક્યાંક નાનાં વિશ્વોને હડપી મોટાં વિશ્વ બનવાનું પણ ચાલે છે. આ પ્રક્રિયામાં અનેક વાયુકણો છૂટા પડી અવકાશમાં ફેલાય છે. સ્વતંત્ર વિહરતા કણોમાં ન્યૂટ્રિનો મુખ્ય છે. પ્રકાશના વેગથી…
વધુ વાંચો >