ખગોળ

અલ્-બિરૂની

અલ્-બિરૂની (જ. 5 સપ્ટેમ્બર 973, કાથ, ઉઝબેકિસ્તાન; અ. 13 ડિસેમ્બર 1048, ગઝની, અફઘાનિસ્તાન) : આરબ ખગોળશાસ્ત્રી, ઇતિહાસકાર અને બહુશ્રુત વિદ્વાન. મૂળ નામ અબૂરેહાન મુહંમદ. પિતાનું નામ અહમદ. અર્વાચીન ઉઝબેકિસ્તાનના કાથ(કાસ) (= ખીવ)ના ઉપનગર(બિરૂન)માં જન્મ. તેથી અલ-બિરૂની કહેવાયો. વતનમાં પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કર્યું. પછી બુખારા, જુર્જાન, રે (Rayy) વગેરે સ્થળોએ ફરીને…

વધુ વાંચો >

અલ્-સૂફી યા અસ્સૂફી

અલ્-સૂફી યા અસ્સૂફી (જ. 7 ડિસેમ્બર 903, રે, ઇરાન; અ. 25 મે 986, સિરાઝ, પર્સિયા) : ઈરાનનો ખગોળશાસ્ત્રી અબુલ-હુસેન અસ્સૂફી (એઝોફી). કેટલાક સંદર્ભોમાં એનાં બીજાં બે નામ પણ જોવા મળે છે : અબદુર્ રેહમાન સૂફી અને અબ્દુલ રહેમાન સૂફી. આમ તો મોટાભાગના પ્રાચીન તથા મધ્યયુગીન આરબ ખગોળશાસ્ત્રીઓ આકાશમાં ગ્રહોના વેધ…

વધુ વાંચો >

અંતરીક્ષ ખગોળવિજ્ઞાન

અંતરીક્ષ ખગોળવિજ્ઞાન (space astronomy) : તારા, ગ્રહ અને નિહારિકા જેવા ખગોળીય પદાર્થોનો પૃથ્વીના વાતાવરણની બહારથી કરેલો અવલોકનાત્મક અભ્યાસ. ખગોળીય પદાર્થોમાંથી આવતા વીજ-ચુંબકીય પ્રકાશનું પૃથ્વીની સપાટી પરથી અવલોકન કરવાથી એ પદાર્થોના અમુક ભૌતિક ગુણધર્મો વિશે માહિતી મળી શકે છે; પરંતુ, પૃથ્વીની સપાટી પરથી વીજ-ચુંબકીય વર્ણપટના ફક્ત ર્દશ્યમાન, અંશત: પાર-રક્ત તથા રેડિયો-વિસ્તારના…

વધુ વાંચો >

આકાશગંગા

આકાશગંગા (milky way) : નિર્મળ અંધારી રાત્રિએ અગ્નિ-વાયવ્ય કોણમાં દેખાતો આછો પ્રકાશિત પટ્ટો. ભારતમાં તે મંદાકિની વિશ્વ (galaxy) તરીકે ઓળખાય છે. ઘણી મોટી સંખ્યામાં રહેલા આછા પ્રકાશિત તારાઓની પ્રકાશતીવ્રતાની સમગ્ર અસર તે જ આ પ્રકાશિત પટ્ટો. વિશ્વને આ ર્દશ્ય દેખાય છે. અંદરથી નિહાળતાં પુરીના આકારમાં પથરાયેલા હજારો લાખો તારાઓ તેમાં…

વધુ વાંચો >

આકાશી ગોલક

આકાશી ગોલક (celestial sphere) : ઘુમ્મટાકાર આકાશ જેનો અર્ધભાગ છે તેવો ગોલક. આકાશનું અવલોકન કરતાં બધાં ખગોલીય જ્યોતિઓ ઘુમ્મટ આકારની સપાટી ઉપર આવેલાં હોય તેમ દેખાય છે. આ થયો ર્દશ્યમાન આકાશી અર્ધગોલક, જેના કેન્દ્રસ્થાને અવલોકનકાર પોતે હોય છે. ખગોલીય સ્થાનોનાં વર્ણન કરવામાં આકાશી ગોલક પાયાની અગત્ય ધરાવે છે. આકાશ અને…

વધુ વાંચો >

આકાશી યાંત્રિકી

આકાશી યાંત્રિકી (celestial mechanics) : આકાશી પદાર્થોની ગતિના ગણિતીય સિદ્ધાંત સાથે સંબંધ ધરાવતી ખગોળશાસ્ત્રની શાખા. સર આઇઝેક ન્યૂટને તેના વિખ્યાત ગ્રંથ ‘પ્રિન્સિપિયા’નું 1687માં પ્રકાશન કર્યું અને આ શાખાનો પાયો નાખ્યો. આ પહેલાં યોહાનેસ કૅપ્લરે ગ્રહોની ગતિના અવલોકન ઉપરથી નીચેના ત્રણ નિયમો તારવ્યા હતા : (1) ગ્રહોનો ગતિમાર્ગ ઉપવલયાકાર (ellipse) હોય…

વધુ વાંચો >

આદમ્સ, જૉન કાઉચ

આદમ્સ, જૉન કાઉચ (જ. પ જાન્યુ. 1819, લેનઈસ્ટ, કોનૉવોલ, ઇંગ્લૅન્ડ; અ. 21 જાન્યુ. 1892, કેમ્બ્રિજ, કેમ્બ્રિજશાયર) : બ્રિટિશ ગણિતશાસ્ત્રી અને ખગોળવિદ્. નેપ્ચૂનના બે શોધકોમાંના એક. જૉન આદમ્સે કેમ્બ્રિજમાં કેળવણી લીધી હતી અને ત્યાં જ ફેલો, ટ્યૂટર તથા ખગોળ અને ભૂમિતિના પ્રાધ્યાપક તરીકે કામ કરીને 1861માં કેમ્બ્રિજ વેધશાળાના નિયામક બન્યા હતા.…

વધુ વાંચો >

આદ્ય તારકપિંડ

આદ્ય તારકપિંડ : વાયુવાદળોમાંથી બંધાયેલ તેજસ્વી વાયુપિંડ. બ્રહ્માંડમાં આવેલાં તારાવિશ્વોમાં તારા ઉપરાંત વાયુનાં વિરાટ વાદળો આવેલાં છે. અનેક પ્રકાશવર્ષના વિસ્તારવાળાં આ વાયુવાદળોને નિહારિકાઓ કહેવામાં આવે છે. અવકાશસ્થિત વાયુવાદળો તારાઓનાં ઉદભવસ્થાન છે. અવકાશના વાયુવાદળમાં કોઈ સ્થળે કંપ પેદા થતાં એ કંપનવાળા સ્થળે વાયુના કણો એકબીજાની વધુ નજદીક ખેંચાઈ વાયુની ગ્રંથિ બનાવે…

વધુ વાંચો >

આપટે, ગોવિંદ સદાશિવ

આપટે, ગોવિંદ સદાશિવ (1866-1937) : વિખ્યાત ખગોળશાસ્ત્રી તથા બહુશ્રુત વિદ્વાન. મહારાષ્ટ્રના કર્હાડ તાલુકાના ખંડોબાચી પાલ ગામમાં જન્મ. પ્રાથમિક શિક્ષણ ત્યાં અને મેટ્રિક સુધીનું માધ્યમિક શિક્ષણ પુણેમાં લીધેલું. કુટુંબની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી લશ્કર(ગ્વાલિયર)ની શિંદે સરકારની માસિક રૂપિયા ત્રણની શિષ્યવૃત્તિ પર ઉજ્જૈન ખાતે ઉચ્ચ શિક્ષણ લઈને ગણિત તથા ખગોળશાસ્ત્રમાં પારંગત થયા.…

વધુ વાંચો >

આર. આર. વીણાતારક

આર. આર. વીણાતારક (R. R. Lyrae) : એક પ્રકારના વીણા-તારામંડળ(Lyrae)માંના રૂપવિકારી (variable) તારા. વિલ્હેમ્લીના ફ્લેમિંગે (1899-1910)માં આ પ્રકારના 222 તારાઓ અને સ્ફોટક તારાઓ (novae) શોધી કાઢેલા. જે તારાઓના તેજમાં આવર્તી (periodic) વધઘટ થતી હોય તેમને પરિવર્તનશીલ કે રૂપવિકારી તારા કહે છે. તારો ઝાંખો બની પાછો મૂળ જેટલો તેજસ્વી થાય તેટલા…

વધુ વાંચો >