ખગોળ
મકર રાશિ
મકર રાશિ : રાશિચક્રમાં દસમા નંબરની રાશિ. આનો આકાર મગર જેવો કલ્પેલો છે. આ રાશિમાં ઉત્તરાષાઢાનું ¾ ચરણ, શ્રવણનું 1 ચરણ અને ધનિષ્ઠાનું ½ ચરણ આવે છે. મકરરાશિમાં તેના નામ પ્રમાણે ગુણ નથી. સામાન્ય સમજ મુજબ મગર એ ભયંકર જળચર પ્રાણી છે. તેના નામ પ્રમાણે આ રાશિ ભયંકર ગણાવી જોઈએ;…
વધુ વાંચો >મકરસંક્રાન્તિ
મકરસંક્રાન્તિ : સૂર્યની ગતિ પર આધારિત તહેવાર. સૂર્ય જ્યોતિષશાસ્ત્રની ગણતરી મુજબ મકરરાશિમાં પ્રવેશે ત્યારે એટલે કે 14મી જાન્યુઆરીના રોજ મકરસંક્રાન્તિનો ઉત્સવ ઊજવાય છે. અલબત્ત, આકાશમાં સૂર્ય 6 માસ દક્ષિણાયન એટલે દક્ષિણ દિશા તરફ જતો દેખાય છે, એ પછી 22મી ડિસેમ્બરના રોજ તે ઉત્તરાયન એટલે ઉત્તર દિશા તરફ ગતિ કરતો દેખાય…
વધુ વાંચો >મત્સ્યર્દષ્ટિ લેન્સ
મત્સ્યર્દષ્ટિ લેન્સ : પોતાની સમક્ષ આવેલા ર્દષ્ટિક્ષેત્ર(field of vision)ની સંપૂર્ણપણે છબી લઈ શકે તેવો, 18૦° સુધીનું વિશાળ ર્દષ્ટિ-ક્ષેત્ર ધરાવતો, વિશિષ્ટ પ્રકારનો વિસ્તૃતર્દષ્ટિ (wide-angle) લેન્સ. કોઈ પણ કૅમેરાલેન્સ માટે બે અગત્યના ગુણાંક છે એક તેનો ફોકલ અંક (focal ratio) અને બીજો તેનું કોણીય ર્દષ્ટિક્ષેત્ર. ફોકલ અંક એ લેન્સની ફોકલ લંબાઈ અને…
વધુ વાંચો >મદ્રાસ ઑબ્ઝર્વેટરી, ચેન્નાઈ
મદ્રાસ ઑબ્ઝર્વેટરી, ચેન્નાઈ એક કાળના મદ્રાસ (આજના ચેન્નાઈ) ખાતે આવેલી, આધુનિક સાધનોથી સજ્જ ભારતની પહેલી ખગોલીય વેધશાળા. એની સ્થાપનાની કથા સાથે કોડાઈકૅનાલ વેધશાળાનો ઇતિહાસ પણ સંકળાયેલો છે. ભારતમાં પહેલી વેધશાળા સ્થાપવા પાછળ કેવળ આકાશદર્શનનો જ આશય ન હતો. મુખ્ય કારણ હોય તો તે હતું કોરોમંડલનો અત્યંત વિનાશક સમુદ્રકાંઠો. વાત એમ…
વધુ વાંચો >મય-તિથિપત્ર
મય-તિથિપત્ર : મય લોકોએ વિકસાવેલ તિથિપત્ર. મેક્સિકો અને મધ્ય અમેરિકામાં યુરોપી વસાહતીઓના આગમન પહેલાં મય (કે માયા : Maya; ઉચ્ચાર My-ah) સંસ્કૃતિ વિકસી હતી. આ સભ્યતા મુખ્યત્વે દક્ષિણી મેક્સિકો અને ગ્વાટેમાલામાં કેન્દ્રિત થઈ હતી. તેનો ઉદભવ અજ્ઞાત છે. સંશોધકો તેનો સમયગાળો ઈ. સ. 300થી 900 વચ્ચેનો અંદાજે છે. આજે તો…
વધુ વાંચો >મહારાજા તખ્તસિંહજી વેધશાળા, પુણે
મહારાજા તખ્તસિંહજી વેધશાળા, પુણે : સન 1888માં પુણેમાં સ્થાપવામાં આવેલી એક વેધશાળા. આ વેધશાળા 1888થી 1912 સુધી કાર્યરત રહી. મહારાજા તખ્તસિંહજી વેધશાળા તરીકે ઓળખાતી આ વેધશાળા તેના નામ સાથે સંકળાયેલા ભાવનગરના મહારાજાની માલિકીની નહિ, પરંતુ તે કાળના મુંબઈ પ્રાન્તની સરકારની માલિકીની હતી. તખ્તસિંહજી વેધશાળાના સ્થાપક કાવસજી દાદાભાઈ નાયગામવાલા (1857–1938) એક…
વધુ વાંચો >મહાવિસ્ફોટ
મહાવિસ્ફોટ (Big Bang) : વિશ્વના આરંભે મળતી અસામાન્યતા (singularity). આ મહાવિસ્ફોટનું કારણ હજુ સ્પષ્ટ નથી. તે છતાં અતિદાબ હેઠળ જકડાઈ રહેલી ઊર્જાના વિસ્ફોટને કારણે તે થયો હોવાનું મનાય છે. તે સાથે તેનાં અભ્યાસ અને અર્થઘટનોના પ્રયાસો ચાલુ જ છે. બ્રહ્માંડવિજ્ઞાન(cosmology)ના સિદ્ધાંતોને આધારે પ્રતિપાદિત કરવામાં આવ્યું છે કે આશરે 12થી 20…
વધુ વાંચો >મંગળ
મંગળ : સૂર્યમંડળના ગ્રહોમાં બુધ, શુક્ર અને પૃથ્વી પછીનો ગ્રહ. તેની સપાટી પર વિશેષ પ્રમાણમાં આવેલ ફેરિક ઑક્સાઇડ-(Fe2O3)નાં સંયોજનોને કારણે તે રાતા રંગે પ્રકાશતો જણાય છે અને તેના આ રક્તવર્ણને કારણે તેને યુદ્ધદેવતાનું પ્રતીક માનવામાં આવ્યો છે. સૂર્યથી સરેરાશ 23 કરોડ કિલોમિટર અંતરે આવેલ આ ગ્રહ, સૂર્ય ફરતું તેનું કક્ષાભ્રમણ…
વધુ વાંચો >માક્સુતોવ શ્મિટ ટેલિસ્કોપ
માક્સુતોવ શ્મિટ ટેલિસ્કોપ : ખગોલીય અભ્યાસક્ષેત્રે વપરાતાં મોટાં દૂરબીનનો એક પ્રકાર. તે મહદ્અંશે પરાવર્તક પ્રકારનાં હોય છે, જેમાં પરવલયાકાર પ્રાથમિક અરીસા (parabolic primary mirror) દ્વારા ખગોલીય પદાર્થનું પ્રતિબિંબ મેળવવામાં આવે છે. (જુઓ કૅસેગ્રેઇન કેન્દ્ર અને કૂડે કેન્દ્ર). જો પ્રાથમિક અરીસાની વક્રતા પરવલયાકાર ન હોતાં ગોલીય (spherical) હોય તો તે દ્વારા…
વધુ વાંચો >માથેર, જ્હૉન ક્રોમવેલ
માથેર, જ્હૉન ક્રોમવેલ (જ. 7 ઑગસ્ટ 1946, રૉનોક, વર્જિનિયા) : અમેરિકન ખગોળ-ભૌતિકવિજ્ઞાની અને બ્રહ્માંડવિદ. તેમના COBE (Cosmic Background Explorer) ઉપરના સંશોધનકાર્ય માટે જ્યૉર્જ સ્મૂટની ભાગીદારીમાં 2006નો નોબેલ પુરસ્કાર તેમને મળેલો. 1964માં ન્યૂટન હાઈસ્કૂલ ન્યૂટન(ન્યૂ જર્સી)માં માધ્યમિક શિક્ષણ લીધું. 1968માં સ્વાર્થમોર કૉલેજમાંથી બી.એસસી. (ભૌતિકવિજ્ઞાન સાથે) થયા. 1974માં કૅલિફૉર્નિયા યુનિવર્સિટી(બર્કલે)માંથી પીએચ.ડી.ની ઉપાધિ…
વધુ વાંચો >