ખગોળ

પિકરિંગ એડવર્ડ ચાર્લ્સ

પિકરિંગ, એડવર્ડ ચાર્લ્સ (જ. 19 જુલાઈ 1846, બૉસ્ટન; અ. 3 ફેબ્રુઆરી 1919, મૅસેચૂસેટ્સ, યુ.એસ.) : ખ્યાતનામ યુ.એસ. ભૌતિકવિજ્ઞાની અને ખગોળવિદ. તેમણે તારાઓની માત્રા (magnitude) માપવા માટે યામ્યોત્તર પ્રકાશમાપક(meridian photometer)નો ઉપયોગ દાખલ કર્યો અને હાર્વર્ડ પ્રકાશમિતિની 1884માં સ્થાપના કરી. 1867માં પિકરિંગ મૅસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજી (MIT) ખાતે ભૌતિકવિજ્ઞાનના પ્રાધ્યાપક બન્યા. અહીં…

વધુ વાંચો >

પિધાન

પિધાન : જુઓ ગ્રહણ.

વધુ વાંચો >

પુણે વેધશાળા

પુણે વેધશાળા : 1842ના મે મહિનામાં પુણેમાં સ્થાપવામાં આવેલી એક ખાનગી વેધશાળા. એનો સ્થાપક કૅપ્ટન વિલિયમ સ્ટિફન જૅકોબ (1813-1862) નામનો એક અંગ્રેજ ખગોળશાસ્ત્રી હતો. ઈંટો વડે બનેલી આ નાનકડી વેધશાળાની ઇમારતનો આકાર અષ્ટકોણી અને એનું ધાબું અન્ય વેધશાળાઓની જેમ ગુંબજવાળું નહીં, પરંતુ ગડી વાળી શકાય તેવું રાખવામાં આવ્યું હતું. આ…

વધુ વાંચો >

પુર:સરણ (precession)

પુર:સરણ (precession) : કોઈ પદાર્થ પોતાની ધરી ઉપર પરિભ્રમણ કે ઘૂર્ણી ગતિ (spin) કરતો હોય ત્યારે બાહ્ય રીતે તેના ઉપર બળયુગ્મ (બળ-આઘૂર્ણ, torque) લગાડતાં તેના પરિભ્રમણ-અક્ષમાં પ્રાપ્ત થતો કોણીય વેગ. આ પ્રકારની પુર:સરણીય ગતિ ભમરડામાં, જાયરૉસ્કોપ(gyroscope)માં, અવકાશીય પદાર્થોમાં, ઇલેક્ટ્રૉન જેવા વિદ્યુતભારિત કણોમાં જોવા મળે છે. આકૃતિ 1 પોતાની ધરી ઉપર…

વધુ વાંચો >

પુલ્કોવો ઑબ્ઝર્વેટરી – રશિયા

પુલ્કોવો ઑબ્ઝર્વેટરી – રશિયા : સેંટ પીટર્સબર્ગની પાસે આશરે 75 મીટર જેટલી ઊંચાઈએ આવેલી રશિયાની વેધશાળા. પ્રાપ્ત સંદર્ભો અનુસાર એની સ્થાપના 1839માં રશિયાના સમ્રાટ નિકોલસ – પહેલાના આશ્રયે વિલ્હેમ સ્ટુવ (1793-1864) નામના ખગોળશાસ્ત્રીએ કરી અને તે એના પ્રથમ નિયામક બન્યા. 1862માં એમની નાદુરસ્ત તબિયતને કારણે વેધશાળાનું સંચાલન એમના પુત્ર ઑટો…

વધુ વાંચો >

પૅરિસ વેધશાળા ફ્રાન્સ

પૅરિસ વેધશાળા, ફ્રાન્સ : ખગોલીય સંશોધનમાં અગ્રેસર એવી ફ્રાન્સની વેધશાળા. આ વેધશાળા આજે તો સરકારી કે રાષ્ટ્રીય છે, પણ એની સ્થાપના ફ્રાન્સના રાજા લૂઈ ચૌદમાએ શાહી વેધશાળા તરીકે ઈ. સ. 1667માં કરી હતી. એ કાળે તે ‘સન કિંગ ઑબ્ઝર્વેટરી’ તરીકે ઓળખાતી. દુનિયામાં અન્ય સ્થળોએ શાહી વેધશાળાઓ આવેલી છે ખરી, પરંતુ…

વધુ વાંચો >

પોઇન્કારે હેન્રી

પોઇન્કારે, હેન્રી (જ. 29 એપ્રિલ 1857, નાન્સી, ફ્રાન્સ; અ. 17 જુલાઈ 1912, પૅરિસ) : ફ્રેંચ ગણિતશાસ્ત્રી, સૈદ્ધાંતિક ખગોળવેત્તા અને વૈજ્ઞાનિક તત્વવેત્તા. માધ્યમિક શિક્ષણ નાન્સીમાં મેળવેલું અને 19 વર્ષની વયે સ્નાતક થયેલા. તેમનું કુટુંબ મધ્યમવર્ગનું પણ આર્થિક રીતે સધ્ધર હતું. બાલ્યાવસ્થાથી જ તેમને ગણિતશાસ્ત્રમાં રસ હતો. 1872થી 1875 દરમિયાન તેઓ પૉલિટૅકનિકમાં…

વધુ વાંચો >

પોઝિશનલ ઍસ્ટ્રૉનૉમી સેન્ટર કૉલકાતા

પોઝિશનલ ઍસ્ટ્રૉનૉમી સેન્ટર, કૉલકાતા : રાષ્ટ્રને વૈજ્ઞાનિક અને નાગરિક હેતુઓ માટે તથા પંચાંગ તૈયાર કરવા જરૂરી આધારભૂત ખગોલીય સામગ્રી પૂરી પાડતી સરકારી કચેરી. ‘ઇન્ડિયા મીટિયરલૉજિકલ ડિપાર્ટમેન્ટ’ અર્થાત ભારતના ઋતુવિજ્ઞાન વિભાગ હેઠળ કામગીરી બજાવતું આ સેન્ટર કૉલકાતામાં આવેલું છે. દ્વિતીય વિશ્વયુદ્ધ પછીના સમયમાં ભારતમાં ખગોળ અને ખગોળ-ભૌતિકીમાં થયેલી પ્રગતિ અને હવે…

વધુ વાંચો >

પ્રકાશવર્ષ (light year)

પ્રકાશવર્ષ (light year) : ખગોળવિજ્ઞાનમાં વપરાતો અંતરનો એકમ. તે એક વર્ષમાં પ્રકાશ જેટલું અંતર કાપે છે તે અંતરનો નિર્દેશક છે. હવા અથવા શૂન્યાવકાશમાં પ્રકાશ દર સેકન્ડે 3 x 1010 મી.ના વેગથી ગતિ કરે છે. આથી એક વર્ષમાં પ્રકાશે કાપેલું અંતર = 365 x 24 x 60 x 60 x 3 x 1010 = 9.4607 × 1015…

વધુ વાંચો >

પ્રચંડ તારક (giant star)

પ્રચંડ તારક (giant star) : મુખ્ય ક્રમ (main sequence) તારક કરતાં વધુ મોટો અને વધુ જ્યોતિ (luminosity) ધરાવતો તારક. મુખ્ય-ક્રમ તારક સૂર્ય જેવો સામાન્ય તારક છે. પૃથ્વી ઉપરથી દેખાતા 90% તારકો મુખ્યક્રમ તારક છે. આ તારકો મધ્યમ કદના છે. પ્રચંડ તારકના મુકાબલે મુખ્યક્રમ તારક વામન લાગે છે. પ્રચંડ તારકમાં હાઇડ્રોજનનું…

વધુ વાંચો >