ખગોળ
નિઝામિયા ઑબ્ઝર્વેટરી, હૈદરાબાદ, આંધ્રપ્રદેશ
નિઝામિયા ઑબ્ઝર્વેટરી, હૈદરાબાદ, આંધ્રપ્રદેશ : દક્ષિણ ભારતમાં હૈદરાબાદ ખાતે આવેલી વેધશાળા, જેની સ્થાપના હૈદરાબાદના એક રઈસ ગૃહસ્થ નામે નવાબ ઝફરજંગે 1901માં તદ્દન ખાનગી રાહે કરી હતી. નિઝામિયા વેધશાળાના સ્થાપક ધનિક રઈસ ખગોળપ્રેમી નવાબ ઝફરજંગ નવાબજંગે તેમનું ઉચ્ચ શિક્ષણ ઇંગ્લૅન્ડમાં લીધું હતું અને વિદેશની મુસાફરી દરમિયાન પૅરિસમાં ભરાયેલી ખગોળશાસ્ત્રીઓની એક આંતરરાષ્ટ્રીય…
વધુ વાંચો >નેપ્ચૂન
નેપ્ચૂન : સૂર્યમંડળનો આઠમો ગ્રહ, જેની શોધ બ્રિટનના ખગોળશાસ્ત્રી ઍડમ્સ અને ફ્રાન્સના ખગોળશાસ્ત્રી લવેર્યેના સંયુક્ત ફાળે જાય છે. તે સૂર્યથી 44.97 લાખ કિમી. સરેરાશ અંતરે આવેલો છે અને તેને સૂર્યની પ્રદક્ષિણા કરતાં 164.80 વર્ષ લાગે છે. નેપ્ચૂન સૂર્યથી ઘણો દૂર હોવાથી તે ઘણો જ ઝાંખો (8th magnitudeનો) દેખાય છે. તેનો…
વધુ વાંચો >નોવા
નોવા : વિસ્ફોટ દરમિયાન અવકાશમાં વાયુ અને રજનો પ્રચંડ જથ્થો ફેંકતો સ્ફોટક તારક. સ્ફોટ દરમિયાન નોવાની દ્યુતિ, સૂર્યની દ્યુતિ કરતાં 10,000થી 10,00,000 ગણી વધારે થતી હોય છે. આટલી દ્યુતિ સાથે નોવા, મહિનો કે થોડોક વધુ સમય ચમકતો રહે છે. ત્યારબાદ દ્યુતિ ક્રમશ: ઘટતી જાય છે અને મૂળ સ્થિતિ પ્રાપ્ત કરે…
વધુ વાંચો >પરિસર-ઉજ્જ્વલન (limb brightening)
પરિસર–ઉજ્જ્વલન (limb brightening) : ખગોળીય પદાર્થના કેન્દ્રથી દૂરની બાજુ પરિસર (limb) તરફ વધતી ઉજ્જ્વળતા, અથવા તેજસ્વિતા. સૂર્યનાં કિરણો જુદી જુદી તરંગલંબાઈનાં વિકિરણો ધરાવે છે. તેમાં રેડિયોતરંગો અને એક્સ-કિરણોનો પણ સમાવેશ થાય છે. આ તરંગલંબાઈના વિસ્તારમાં આ ઘટના જોવા મળે છે. તેનું કારણ એ છે કે આ વિકિરણો મહદંશે સૂર્યના તેજ-કવચ(corona)માંથી…
વધુ વાંચો >પરિસર-નિસ્તેજન (limb darkening)
પરિસર–નિસ્તેજન (limb darkening) : ખગોળીય પદાર્થના કેન્દ્રથી દૂરની બાજુ – પરિસર (limb) તરફ જોતાં દેખાતી નિસ્તેજનની ઘટના. પ્રકાશીય તરંગ-લંબાઈમાં સૂર્યના તેજાવરણ(photosphere)ની થાળી(disc)નું અવલોકન કરવાથી આ ઘટના જોઈ શકાય છે. તેજાવરણના કેન્દ્રથી દૂરની બાજુ પર ત્રાંસી દિશામાં કરાતા અવલોકનની તુલનામાં, લંબ-દિશામાં કેન્દ્રનું અવલોકન કરવાથી તેજાવરણમાં વધારે ઊંડા અને વધારે ગરમ સ્તરો…
વધુ વાંચો >પંચાંગ
પંચાંગ : હિન્દુ ધર્મશાસ્ત્ર મુજબ તિથિ, વાર, નક્ષત્ર, યોગ અને કરણ એ પાંચ અંગોની આખા વરસની માહિતી આપતું પોથીબધ્ધ લખાણ. વૈદિક શ્રૌતસૂત્રોમાં કહેલા યજ્ઞયાગો, ગૃહ્યસૂત્રોમાં કહેલા લગ્ન વગેરે ગૃહ્ય-સંસ્કારો તથા સ્મૃતિઓમાં કહેલાં ધાર્મિક અને સામાજિક પર્વો શુભ સમયે કરવાથી તેનું શુભ ફળ મળે છે, તેથી કયો સમય શુભ છે અને…
વધુ વાંચો >પાઠક પી. ડી.; ડૉ. પાઠક તારો (પાઠક પુષ્કરરાય દલપતરાય)
પાઠક, પી. ડી.; ડૉ. પાઠક તારો (પાઠક, પુષ્કરરાય દલપતરાય) (જ. 16 એપ્રિલ 1916, ભરૂચ) : ગુજરાતના આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ભૌતિકવિજ્ઞાની. તેમણે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ વડોદરા ખાતે લીધેલું. વડોદરાની મ. સ. યુનિવર્સિટીમાંથી સંશોધન દ્વારા એમ. એસસી.ની પદવી પ્રાપ્ત કરી. 1937થી 1946 સુધી મ. સ. યુનિવર્સિટીના ભૌતિકશાસ્ત્ર વિભાગમાં શૈક્ષણિક સેવાઓ આપી.…
વધુ વાંચો >પાર્કસ ઑબ્ઝર્વેટરી ઑસ્ટ્રેલિયા
પાર્કસ ઑબ્ઝર્વેટરી, ઑસ્ટ્રેલિયા : ઑસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સમાં સિડનીથી આશરે 300 કિમી. પશ્ચિમે આવેલા પાર્કસથી 20 કિમી ઉત્તરે, સમુદ્રની સપાટીથી લગભગ 392 મી.ની ઊંચાઈએ આવેલી ઑસ્ટ્રેલિયાની રાષ્ટ્રીય રેડિયો-ખગોળ વેધશાળા. તે ઑસ્ટ્રેલિયન નૅશનલ રેડિયો એસ્ટ્રૉનોમી ઑબ્ઝર્વેટરી તરીકે ઓળખાય છે. 1971 સુધી દુનિયામાં જે દસેક જેટલા મોટા-મોટા રેડિયો-ટેલિસ્કોપ અસ્તિત્વમાં હતા, તેમાં અહીંના…
વધુ વાંચો >પાર્થિવ ગ્રહો
પાર્થિવ ગ્રહો (terrestrial planets) : સૂર્યમંડળમાં સૂર્યની નજીકના બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ જેવા નાના શૈલયુક્ત (rocky) ગ્રહો. પાર્થિવ ગ્રહોને અંદરના ગ્રહો તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ગ્રહો ઘન-સ્વરૂપના પથરાળ છે. તે બધા લગભગ એકસરખાં લક્ષણો ધરાવે છે. પ્રત્યેક ગ્રહ જ્વાળામુખી-ઉદભવ અથવા ઉલ્કાપિંડના મારાને લીધે પૃષ્ઠ અપક્ષરણ (erosion) જેવી…
વધુ વાંચો >પિક દુ મિદિ ઑબ્ઝર્વેટરી ફ્રાન્સ
પિક દુ મિદિ ઑબ્ઝર્વેટરી, ફ્રાન્સ : ફ્રાન્સ-સ્પેનને અલગ કરતી પિરેનીઝ પર્વતમાળાના ઓતરાદે છેડે, સમુદ્રની સપાટીથી આશરે 2,877 મી.ની ઊંચાઈએ આવેલી ફ્રાન્સની એક વેધશાળા. પ્રારંભમાં વેધશાળાઓ પૃથ્વીની સપાટી ઉપર સ્થાપવામાં આવતી હતી. ત્યારબાદ કેટલીક અનુકૂળતાઓ ખાતર ઊંચા ઊંચા પર્વતો ઉપર તે સ્થાપવાનું શરૂ થયું. વિશ્વમાં ઘણી વેધશાળાઓ ઊંચા પર્વતો ઉપર આવેલી…
વધુ વાંચો >