ખગોળ

થેબિત ઇબ્ન કુર્રા

થેબિત ઇબ્ન કુર્રા (જ. આશરે ઈ. સ. 836, સીરિયા; અ. ઈ. સ. 901, બગદાદ) : આરબ ગણિતશાસ્ત્રી, ખગોળશાસ્ત્રી, વૈદ્ય-ચિકિત્સક. ગ્રીક, અરબી અને સીરિયાઈ ભાષાઓનો પ્રકાંડ પંડિત અને ઉત્તમ અનુવાદક. નવમી સદીમાં થયેલી આરબ-ઇસ્લામી સંસ્કારિતાનો એક પ્રતિનિધિ. તુર્કસ્તાનમાં આવેલા હારાન નામના ગામમાં એક કુલીન વંશમાં એનો જન્મ. એના જીવન અંગે બહુ…

વધુ વાંચો >

થેલીઝ

થેલીઝ (Thales of Meletus) : (જ. ઈ. સ. પૂ. 624 મિલેટસ, ગ્રીસ; અ. ઈ. સ. પૂ. 546 મિલેટસ) : થેલીઝને ગ્રીક વિજ્ઞાનના અને ખાસ કરીને તત્વજ્ઞાન અને ભૂમિતિ જેવી શાખાઓના જનક માનવામાં આવે છે. તેમનું એક પણ લખાણ ઉપલબ્ધ નથી. તેથી થેલીઝની સિદ્ધિઓનું મૂલ્યાંકન કરવું અને તેમની સાથે સંકળાયેલી લોકવાયકાઓને…

વધુ વાંચો >

થેલ્સ

થેલ્સ : ચંદ્રના ઊબડ-ખાબડ વિસ્તારમાં આવેલા કેટલાક ગર્ત પૈકીનો એક. ચંદ્ર પર ઘેરા રંગના દેખાતા, પ્રમાણમાં સમથળ જણાતા અને મેર-ફ્રીગોનીસ વિસ્તારની જમણી તરફ ચંદ્રના ઈશાન વિસ્તારમાં થેલ્સ આવેલો છે. ડેમોક્રિટસ, સ્ટ્રેબો અને ટ્રોમેન જેવા ગર્તની બાજુમાં આવેલા ‘થેલ્સ’ કે ‘લા રૂ’ નામના ગર્તની બાજુમાં તે આવેલો છે. તેનું સ્થાન ઈશાન…

વધુ વાંચો >

દશાપદ્ધતિ

દશાપદ્ધતિ : જ્યોતિષશાસ્ત્ર અનુસાર જાતક એટલે જન્મેલા માણસને જીવનનાં ચોક્કસ વર્ષોમાં ચોક્કસ ગ્રહની અસરોથી સારું કે ખરાબ ફળ મળે તેની ગણતરી માટેની રીત. હજારો વર્ષો પૂર્વેથી ભારતમાં ખગોળવિજ્ઞાનનો વિકાસ અને અધ્યયન થતાં આવ્યાં છે. તેના પાયાના સિદ્ધાંતોને જ્યોતિષશાસ્ત્ર અનુસરે છે. તે મુજબ ગ્રહો, નક્ષત્રો અને એની કક્ષા, પરિભ્રમણના અંશો વગેરેની…

વધુ વાંચો >

દિવસ

દિવસ : સૂર્યને અનુલક્ષીને પૃથ્વીની અક્ષીય ગતિને આધારે નક્કી કરવામાં આવતો સમયગાળો. ખગોળવિજ્ઞાન વિકસ્યું, એ પહેલાના સમયમાં દિવસ એટલે સૂર્યોદયથી સૂર્યાસ્ત વચ્ચેનો સમયગાળો હતો. પરંતુ હવે દિવસની એ વ્યાખ્યા બદલાઈ ગઈ છે. હવે દિવસને પૃથ્વીના પોતાની ધરી ઉપરના પરિભ્રમણ સાથે સાંકળી લેવામાં આવ્યો છે. દિવસ એટલે ઉજાસ એવો અર્થ હવે…

વધુ વાંચો >

દીપ્તિ-અવધિ સંબંધ

દીપ્તિ-અવધિ સંબંધ (period-luminosity relationship) : સેફીડ નામના પરિવર્તનશીલ (cepheid variable) તારાઓ માટે તેમની અવધિ અને દીપ્તિ વચ્ચેનો સંબંધ. સેફીડ તારાનું કદ અમુક અવધિ દરમિયાન નિયમિત રીતે, હૃદયની જેમ, ફૂલે છે અને સંકોચાય છે અને એ દરમિયાન તેની દીપ્તિમાં પરિવર્તન થાય છે. દીપ્તિ-પરિવર્તનના એક પૂરા ચક્ર માટેની અવધિ સેફીડ તારાની સરેરાશ…

વધુ વાંચો >

દીપ્તિ-પરિમાણ

દીપ્તિ-પરિમાણ : કોઈ પણ ખગોલીય પદાર્થની તેજસ્વિતાનું માપ. ગ્રીક ખગોળશાસ્ત્રી હિપાર્કસે નરી આંખે દેખાતા તારાઓને તેજસ્વિતાનાં છ પરિમાણના માપક્રમમાં મૂક્યા હતા, જેમાં સૌથી વધારે તેજસ્વી તારાને પહેલું પરિમાણ અને (તેને દેખાતા) સૌથી ઝાંખા તારાને છઠ્ઠું પરિમાણ આપ્યું હતું. પહેલી વાર જ્યારે દીપ્તિમાપક(photometer)ની મદદથી તારાની તેજસ્વિતા માપવામાં આવી ત્યારે જાણવા મળ્યું…

વધુ વાંચો >

દેવયાની તારાવિશ્વ

દેવયાની તારાવિશ્વ (Andromeda galaxy) : આકાશગંગાની સૌથી વધારે નજીકનું Sb. પ્રકારનું સર્પિલ (spiral) તારાવિશ્વ. સ્થાનિક જૂથના  નામે જાણીતા તારાવિશ્વના નાના ગુચ્છ(cluster)નું આ સભ્ય છે. આ જૂથમાં આકાશગંગા પ્રણાલી, ત્રિકોણીય નિહારિકા (M33), નાનાં અને મોટાં મેગેલનિક વાદળો (NGC – New General Catalogue 6822) અને કેટલાંક ઝાંખાં વામન દીર્ઘવૃત્તીય તારાવિશ્વોનો સમાવેશ થાય…

વધુ વાંચો >

દ્વિવેદી, સુધાકર

દ્વિવેદી, સુધાકર (જ. 1860; અ. 1910) : ભારતીય જ્યોતિષશાસ્ત્રી. કાશીની સંસ્કૃત પાઠશાળાના અધ્યાપકપદે 1881થી તે છેક નિવૃત્તિ સુધી. તેમની આ દીર્ઘકાલીન સેવા બદલ બ્રિટિશ સરકારે તેમને ‘મહામહોપાધ્યાય’ની પદવી આપેલી. કાશીની સંસ્કૃત પાઠશાળાને સમર્પિત થયેલા જ્યોતિષશાસ્ત્રના આ પ્રતિભાશાળી અધ્યાપકે ગણિત, સંસ્કૃત, ખગોળશાસ્ત્ર, સૂર્યસિદ્ધાંત વગેરે ક્ષેત્રે અવિસ્મરણીય સેવા આપી હતી. કાશીની પાઠશાળાના…

વધુ વાંચો >

ધનુ

ધનુ : જુઓ, ‘નક્ષત્ર અને રાશિ’

વધુ વાંચો >