ખગોળ

ટી-વૃષભ તારકવૃંદ

ટી-વૃષભ તારકવૃંદ (T Tauri stars) : તારાઓના વિકાસક્રમની આરંભિક અવસ્થામાં રહેલા અને જેમાં સંકોચન(contraction)ની પ્રક્રિયા હજુ ચાલુ છે એવા અનિયમિત રૂપવિકાર દાખવતા અત્યંત યુવાન વર્ગના તારા. ‘ટી-વૃષભ તારકવૃંદ’ પ્રકારના આ તારકોનું નામ આ તારક વર્ગની વિશિષ્ટતા ધરાવતા સૌથી પ્રથમ વૃષભ તારા-મંડળમાં મળી આવેલા ‘ટી’ નામના તારા પરથી આપવામાં આવેલું છે.…

વધુ વાંચો >

ટૉમ્બો કે ક્લાઇડ વિલિયમ ટૉમ્બાહ

ટૉમ્બો કે ક્લાઇડ વિલિયમ ટૉમ્બાહ (જ. 4 ફેબ્રુઆરી 1906, સ્ટ્રીટર, ઇલિનોઇસ, યુ.એસ.; અ. 17 જાન્યુઆરી 1997, મેસિલ્લા પાર્ક, ન્યૂ મૅક્સિકો) : પ્લૂટોનો શોધક, અમેરિકી ખગોળશાસ્ત્રી. પિતાની વાડીમાં પડેલાં યંત્રોના ભંગારમાંથી ટૉમ્બોએ 23 સેમી.નું એક ટેલિસ્કોપ બનાવીને આકાશનિરીક્ષણ ચાલુ કરી દીધું હતું. નાની વયે ટૉમ્બો  ખગોળ તરફ આકર્ષાયા હતા. ખગોળનો આ…

વધુ વાંચો >

ટૉલેમી પ્રણાલી

ટૉલેમી પ્રણાલી (Ptolemaic system) : ઈસુની બીજી સદીમાં થયેલા ગ્રીસના સૌથી વધુ પ્રભાવશાળી ખગોળશાસ્ત્રી ટૉલેમીએ રજૂ કરેલી ભૂકેન્દ્રીય વિશ્વપ્રણાલીનો સિદ્ધાંત. સૂર્ય, ચંદ્ર અને ગ્રહોની આકાશમાં દેખાતી ગતિઓને સમજાવી શકે અને ભવિષ્યમાં એ બધા પિંડો આકાશમાં ક્યાં હશે તે સંબંધી માહિતી આપી શકે તેવો સિદ્ધાંત, વાદ કે મૉડલ. પ્રાચીન ગ્રીક લોકો…

વધુ વાંચો >

ટ્રોજન લઘુગ્રહો

ટ્રોજન લઘુગ્રહો (trojan asteroids) : ગુરુની કક્ષામાં આવેલા, લઘુગ્રહો. તેનાં બે જૂથ છે. આ પૈકીનું એક જૂથ ગુરુની આગળ અને બીજું એટલા જ અંતરે, એટલે કે 60o, પાછળ રહીને ગુરુની સાથે સાથે સૂર્યની પ્રદક્ષિણા કરે છે. લઘુગ્રહનાં આ બંને જૂથ જે સ્થાન પર આવેલાં છે તેમને ‘લગ્રાન્જ બિંદુઓ’ કહે છે.…

વધુ વાંચો >

ડિસ્કવરર ઉપગ્રહો

ડિસ્કવરર ઉપગ્રહો (Discoverer satellites) : લશ્કરી ઉપયોગ માટેના અમેરિકાના પ્રથમ શ્રેણીના ઉપગ્રહો. 1950ના અંતભાગમાં અમેરિકન વાયુસેના માટે ઉપગ્રહો દ્વારા ઉપયોગી લશ્કરી માહિતી ગુપ્ત રીતે મેળવવા માટે અમેરિકાએ ડિસ્કવરર નામના ઉપગ્રહો બનાવવાનો કાર્યક્રમ શરૂ કર્યો. એજીના નામના રૉકેટના સૌથી ઉપરના તબક્કાને, કૅમેરા અને ઉચ્ચ વિભેદન-માપ માટેની પ્રકાશીય વ્યવસ્થાથી સુસજ્જ કરીને, તેનો…

વધુ વાંચો >

ડીપ સ્પેસ નેટવર્ક

ડીપ સ્પેસ નેટવર્ક : સૌર મંડળમાં સૂર્યની પ્રદક્ષિણા કરતાં તથા ગહન અંતરિક્ષમાં ફરતાં બધાં જ સ્વયંસંચાલિત વૈજ્ઞાનિક અંતરિક્ષયાનો માટેનું, ભૂમિ-સ્થિત સંદેશાવ્યવહાર અને પથશોધન માટેનું તંત્ર. અંતરિક્ષયાનને અમુક ગ્રહ તરફ તેના નિર્ધારિત ભ્રમણપથમાં મૂકવામાં આવે, પછી થોડા સમયમાં જ ‘ડીપ સ્પેસ નેટવર્ક’ની  કામગીરી શરૂ થાય છે. આ તંત્ર, ત્રણ બહુ-ભૂમિમથકોનું સંકુલ…

વધુ વાંચો >

ડોમિનિયન ઍસ્ટ્રોફિઝિકલ ઑબ્ઝર્વેટરી

ડોમિનિયન ઍસ્ટ્રોફિઝિકલ ઑબ્ઝર્વેટરી : ખગોળવિજ્ઞાનના અભ્યાસ માટે કૅનેડામાં 1916માં સ્થાપવામાં આવેલી વેધશાળા. આ વેધશાળા કૅનેડાના બ્રિટિશ કોલંબિયા પ્રાંતના વિક્ટોરિયા શહેર નજીક 229 મી.ની ઊંચાઈએ આવેલી છે. શરૂઆતમાં તે ઓટાવાની ડોમિનિયન વેધશાળાની એક શાખા હતી. સર્વેક્ષણ-વિભાગની એક સામાન્ય સંસ્થા તરીકે તેનો વિકાસ થયો. આ વેધશાળાનું 185 સેમી. વ્યાસના પરાવર્તકવાળું મુખ્ય દૂરબીન…

વધુ વાંચો >

તારકવૃંદ

તારકવૃંદ (steller association) : નોંધપાત્ર વિસ્તારમાં છૂટાછવાયા આવેલ વ્યક્તિગત તારાઓનાં લક્ષણ તથા તેમની ગતિની જાણકારીને આધારે  નિર્માણ થતું તારાઓનું જૂથ. આમ સમાન લક્ષણો અને સમાન ગતિવાળા તારાઓનું વૃંદ રચાય છે. સૌપ્રથમ 1920માં જોવા મળ્યું હતું કે યુવાન, ઉષ્ણ અને વાદળી તારાઓ એકસાથે જોવા મળે છે. આ તારાઓને (O) અને B…

વધુ વાંચો >

તારકો

તારકો (stars) : અવકાશમાં સ્વ-ગુરુત્વને લીધે જકડાઈ રહેલા વાયુના તાપોદ્દીપ્ત જંગી ગોળા. દૂર અને અતિદૂર આવેલા અબજો તારા હકીકતે મહાકાય પિંડ છે પણ પૃથ્વી ઉપરથી જોતાં પ્રકાશના માત્ર બિંદુ જેવડા દેખાય છે. દૂરબીન વડે પણ તે બિંદુવત્ લાગે છે. અવકાશમાં આશરે 200 પરાર્ધ (= 2 × 1020) તારક હોવાનો  અંદાજ…

વધુ વાંચો >

તારાગુચ્છ

તારાગુચ્છ (star cluster) : ગુરુત્વાકર્ષણબળને લીધે પુષ્પગુચ્છની જેમ પકડમાં રહેલા તારાઓનું જૂથ. તારાગુચ્છના મુખ્ય બે પ્રકાર છે : (1) વિવૃત (open) ગુચ્છ, જેમાં એકાદ ડઝનથી સેંકડો સુધી તારાની સંખ્યા હોય છે. આવા ગુચ્છમાં તારાઓ ગમે તે રીતે ગોઠવાયેલા હોય છે. (2) ગોળાકાર (globular) ગુચ્છ, જેમાં તારાઓની સંખ્યા હજારોથી લાખો સુધી…

વધુ વાંચો >