ખગોળ

ગુડરિક જ્હૉન

ગુડરિક, જ્હૉન (જ. 17 સપ્ટેમ્બર 1764, ગ્રોનિંગન, નેધરલૅન્ડ્ઝ, [હોલૅન્ડ]; અ. 20 એપ્રિલ 1786, યૉર્ક, ઇંગ્લૅન્ડ) : ડચ-અંગ્રેજ ખગોળશાસ્ત્રી. જ્હૉન ગુડરિકનો જન્મ હોલૅન્ડમાં એક અંગ્રેજ પરિવારમાં થયો હતો; પરંતુ જન્મથી જ બધિર અને એને કારણે મૂક હોઈ, એનું શિક્ષણ એડિનબરોની એક વિશિષ્ટ સ્કૂલમાં થયું. આ દરમિયાન માતાપિતા ઇંગ્લૅન્ડના યૉર્ક ખાતે આવીને…

વધુ વાંચો >

ગુરુ (ગ્રહ)

ગુરુ (ગ્રહ) : સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ. ઈ. સ. 1609માં ગૅલિલિયોએ સૌપ્રથમ દૂરબીનથી ગુરુનાં અવલોકન લીધાં હતાં. ત્યારબાદ ચારસો વર્ષમાં વધારે વધારે વિભેદનશક્તિ ધરાવતાં દૂરબીનો દ્વારા ગુરુના ગ્રહની માહિતી મેળવવામાં આવી છે. 1972થી 1977 દરમિયાન ચાર અવકાશયાનો આંતરગ્રહીય મહાયાત્રા (grand tour) માટે પ્રક્ષેપિત કરવામાં આવેલાં. તેમાં પાયોનિયર–10 યાન 3 માર્ચ…

વધુ વાંચો >

ગુરુત્વીય નિપાત (gravitational collapse)

ગુરુત્વીય નિપાત (gravitational collapse) : આંતરતારકીય વાદળમાં અને તારકની અંદર, ગુરુત્વાકર્ષણ દ્વારા થતાં સંકોચન અને નિપાત. ખભૌતિકીમાં આ ઘટના ઘણી મહત્વની છે, કારણ કે તેની દ્વારા તારકો, તારકગુચ્છો અને તારકવિશ્વોનું સર્જન અને વિસર્જન બંને થતાં હોય છે. કેટલીક વખત આંતરતારકીય વાદળનું સંઘટ્ટન એટલા બધા પ્રમાણમાં થાય છે કે તેના કેન્દ્રીય…

વધુ વાંચો >

ગેગેનશીન (પ્રતિસૂર્ય પ્રકાશ)

ગેગેનશીન (પ્રતિસૂર્ય પ્રકાશ) : 1854માં અંધારી રાત્રિએ સૂર્યની વિરુદ્ધ દિશામાં ખગોળશાસ્ત્રી ટી. જે. બ્રોરસેને સૌપ્રથમ જોયેલા પ્રકાશને આપેલું નામ. જર્મન ભાષામાં એનો અર્થ counterglow – પરાવર્તિત (સૂર્ય) પ્રકાશ. તદ્દન અંધારી રાત્રિ દરમિયાન, અંધકારથી ટેવાયેલી આંખે અથવા સૂક્ષ્મગ્રાહી ફોટોમીટર વડે ‘જોતાં’ સૂર્યથી 180° દૂર, આશરે 8° x 10° વ્યાપનો, ધૂંધળા પ્રકાશ…

વધુ વાંચો >

ગૅલિલિયન ઉપગ્રહો

ગૅલિલિયન ઉપગ્રહો : ગુરુના સૌથી મોટા ચાર ઉપગ્રહો : (1) આયો (Io), (2) યુરોપા (Europa), (3) ગૅનિમીડ (Ganymede) અને (4) કૅલિસ્ટો (Callisto). 1610માં ટેલિસ્કોપ યુગના મંડાણ સમયે ગૅલિલિયોએ ટેલિસ્કોપ વડે તેમને સૌપ્રથમ શોધ્યા હતા. તેમનો તેજવર્ગ લગભગ 5 હોવા છતાં ગુરુના સાંનિધ્યમાં રહેતા હોવાને કારણે તેઓ ગુરુના તેજમાં સામાન્યત: ઢંકાઈ…

વધુ વાંચો >

ગૅલિલિયો ગૅલિલી (Galileo Galieli)

ગૅલિલિયો ગૅલિલી (Galileo Galieli) (જ. 15 ફેબ્રુઆરી 1564, પીઝા, ઇટાલી; અ. 8 જાન્યુઆરી 1642, ફ્લૉરેન્સ નજીક આર્સેત્રી) : પ્રયોગપદ્ધતિના સ્થાપક તરીકે ઓળખાતા ઇટાલીના ગણિતશાસ્ત્રી, ખગોળવેત્તા અને ભૌતિકશાસ્ત્રી. પિતા સંગીતકાર ગૅલિલી વિન્સેન્ઝો. પ્રાથમિક શિક્ષણ ફ્લૉરેન્સ નજીકના મઠ(monastery)માં લઈ 1581માં પીઝા યુનિવર્સિટીમાં તબીબી વિદ્યાર્થી તરીકે જોડાઈ, ગણિતમાં રસ પડવાથી 1585માં ડિગ્રી પ્રાપ્ત…

વધુ વાંચો >

ગોપાલક ઉપગ્રહ (shephard satellite)

ગોપાલક ઉપગ્રહ (shephard satellite) : Sheepdog તરીકે ઓળખાતો ઉપગ્રહ. શનિનાં વલયોની પાસે પાસે ઘૂમતા ત્રણ નાના ઉપગ્રહો વિશેની માહિતી આપણને 1980–81માં વૉયેજર–1 અને વૉયેજર–2 અંતરીક્ષયાનોએ આપી છે. શનિના A–વલયની બહારની કિનારીથી લગભગ 4000 કિમી.ને અંતરે એક અતિશય પાતળું F–વલય આવેલું છે. તેની કેટલીક ‘સેર’ એકબીજી સાથે અંદરોઅંદર ગૂંથાયેલી જણાઈ છે.…

વધુ વાંચો >

ગૌરીબિદનુર રેડિયો ઑબ્ઝર્વેટરી, કર્ણાટક

ગૌરીબિદનુર રેડિયો ઑબ્ઝર્વેટરી, કર્ણાટક : બૅંગાલુરુ નજીક ગૌરીબિદનુર ખાતેની અવકાશી પદાર્થોના ખગોલીય અભ્યાસ માટેની વેધશાળા. તેમાં અવકાશી પદાર્થ દ્વારા રેડિયોતરંગ વિસ્તારમાં ઉત્સર્જિત થતા વિકિરણનું અવલોકન કરવાની સુવિધા છે. આવા અભ્યાસ માટે બે વૈજ્ઞાનિક સંશોધન સંસ્થાઓ : (1) ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઍસ્ટ્રોફિઝિક્સ અને (2) રામન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના સહયોગથી બનાવેલો એક રેડિયો…

વધુ વાંચો >

ગ્રહ

ગ્રહ : કેન્દ્રસ્થ તારકની આસપાસ પ્રદક્ષિણા ફરતો સ્વપ્રકાશહીન, મોટો વ્યાસ ધરાવનારો ગણનાપાત્ર ખગોલીય પિંડ. ગ્રહ તારક પાર્શ્વભૂની સાપેક્ષમાં ફરતો દેખાય છે એના પરથી એનું અંગ્રેજીમાં નામ ‘પ્લૅનિટ’ planet એટલે ભટકનાર (wanderer) પડ્યું છે. અત્યારે સાંપડતા નિર્દેશ જણાવે છે કે આપણા પાડોશી તારકોમાં કેટલાયને ગ્રહમાળા છે. ભારતીય જ્યોતિષશાસ્ત્રમાં સોમ (ચંદ્ર), બુધ,…

વધુ વાંચો >

ગ્રહ ‘એક્સ’ :

ગ્રહ ‘એક્સ’ : સૂર્યમંડળના આઠમા ગ્રહ નેપ્ચૂનની કક્ષા કરતાં આગળ આવેલો અપેક્ષિત ગ્રહ. વીસમી સદીના પ્રારંભે અમેરિકન ખગોળશાસ્ત્રી પર્સિવલ લોવેલે, યુરેનસ ગ્રહની કક્ષામાં થતા સૂક્ષ્મ ફેરફારોને આધારે ગણતરી કરીને, એવું અનુમાન કર્યું હતું કે સૂર્યમંડળના આઠમા ગ્રહ નેપ્ચૂનની કક્ષાથી આગળ પણ એક ગ્રહ હોવો જોઈએ, અને આ અપેક્ષિત ગ્રહને, તેણે…

વધુ વાંચો >