કૃષ્ણવદન જેટલી

આલ્કેમિસ્ટ કેમિસ્ટ,ધ

આલ્કેમિસ્ટ કેમિસ્ટ, ધ (1612 ) : અંગ્રેજી નાટક. અંગ્રેજ લેખક બેન જૉન્સનનું આ નાટક 1610માં ‘કિંગ્ઝ મૅન’ દ્વારા ભજવાયું હતું. કેટલાક આ નાટકને તેમનું શ્રેષ્ઠ નાટક માને છે. ‘આલ્કેમિસ્ટ’ એટલે સોનું બનાવનાર કીમિયાગર. પ્લેગને કારણે લવવિટ તેનું લંડનનું ઘર નોકર ફેસને સોંપીને ચાલ્યો જાય છે. તે પછી અટલ નામનો એક…

વધુ વાંચો >

આલ્ફ્રેડ, ધ ગ્રેટ

આલ્ફ્રેડ, ધ ગ્રેટ (જ. 848, વૅન્ટેજ, યુ. કે; અ. 26 ઑક્ટોબર 899 વિન્ચેસ્ટર, યુ. કે.) : મહાન અંગ્રેજ રાજા આલ્ફ્રેડ. તેના ભાઈ ઍથલરેડ પછી એપ્રિલ 871માં વેસેક્સની ગાદીએ આવ્યો. તે રાજા ઍથલવુલ્ફનો પુત્ર હતો. શૂરવીરતા માટે તેમજ તેના વિદ્યાપ્રેમ માટે પ્રખ્યાત છે. નવમી સદીના બીજા મહાન શાસક શાર્લેમેન સાથે તેની…

વધુ વાંચો >

આલ્બર્તી રાફેલ

આલ્બર્તી રાફેલ (જ. 16મી ડિસેમ્બર 1902, પુએર્તો દ સાંતા મારિયા, સ્પેન; અ. 28 ઑક્ટોબર 1999, સ્પેન) : સ્પૅનિશ કવિ અને નાટ્યકાર. 1936-39ના સ્પૅનિશ આંતરવિગ્રહમાં તેમણે ભાગ લીધેલો અને દેશવટો ભોગવેલો. તેમણે માદ્રિદમાં અભ્યાસ કર્યો હતો અને 1922માં કાવ્ય-લેખન-પ્રકાશનની શરૂઆત કર્યા પહેલાં ચિત્રકાર તરીકે થોડી સફળતા મેળવી હતી. તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ…

વધુ વાંચો >

આલ્બેનિયન ભાષા અને સાહિત્ય

આલ્બેનિયન ભાષા અને સાહિત્ય : યુરોપમાં એડ્રિયાટિક સમુદ્રને કિનારે આવેલ આલ્બેનિયાની ભાષા અને તેનું સાહિત્ય. આલ્બેનિયન ભાષા એક ઇન્ડો-યુરોપિયન ભાષા છે અને તે બોલનારા 45 લાખ લોકો છે. આમાં 27 લાખ લોકો આલ્બેનિયામાં વસેલા છે અને અન્ય યુગોસ્લાવિયા, ગ્રીસ અને ઇટાલીમાં રહેનારા છે. આલ્બેનિયન ભાષા ઉચ્ચાર અને વ્યાકરણની દૃષ્ટિએ આર્મેનિયન…

વધુ વાંચો >

આંજનેયુલુ-કુંદુતિ

આંજનેયુલુ, કુંદુતિ (જ. 16 ડિસેમ્બર 1922, ગંતુર; અ. 25 ઑક્ટોબર 1982) : તેલુગુ કવિ અને ગદ્યકાર. આંધ્રમાંથી જ બી.એ.ની ઉપાધિ મેળવી. 1946થી 1956 સુધી તે ગંતુર માર્કેટિંગ સમિતિના સુપરિન્ટેન્ડન્ટ હતા. તે પછી આંધ્રપ્રદેશના સૂચના અને જનસંપર્ક વિભાગમાં મુખ્ય અનુવાદક રહ્યા હતા. પ્રશિષ્ટ કવિતાથી પ્રગતિવાદ પ્રતિ જઈ તેમણે ‘વચન કવિતા’ (મુક્ત…

વધુ વાંચો >

ઇકબાલ, મુહંમદ સર

ઇકબાલ, મુહંમદ સર : (જ. 9 ડિસેમ્બર 1877, સિયાલકોટ; અ. 21 એપ્રિલ 1938, લાહોર) : ઉર્દૂ અને ફારસી ભાષાના વિશ્વવિખ્યાત કવિ. તેઓ ઇસ્લામ ધર્મ સ્વીકારનાર કાશ્મીરી હિંદુના વંશજ હતા. તેમના પિતા શેખ નૂરમુહંમદનો વ્યવસાય દરજીકામનો હતો. પ્રાથમિક શિક્ષણ સિયાલકોટમાં મૌલવી સૈયદ મીરહસન પાસેથી લઈને અરબી અને ફારસી શીખ્યા. સ્કૉચ મિશન…

વધુ વાંચો >

ઇક્વેટોરિયલ ગિની

ઇક્વેટોરિયલ ગિની : મધ્ય આફ્રિકાના પશ્ચિમ કિનારે ગિનીના અખાતમાં આવેલા કેટલાક ટાપુઓનો સ્વતંત્ર દેશ. ભૌગોલિક સ્થાન : 20 00´ ઉ. અ. અને 90 00´ પૂ. રે.. દેશની મુખ્ય નદીના નામ પરથી મુખ્ય પ્રદેશ રિઓ મુની અથવા મ્બિની(mbini)નામે ઓળખાય છે. ઇક્વેટોરિયલ ગિનીનો વિસ્તાર 28,051 ચોકિમી. છે. તેમાંથી 2,034 ચોકિમી.માં બિયોકો અને…

વધુ વાંચો >

ઇઝાયાહના

ઇઝાયાહના : ઇઝરાયલના સુપ્રસિદ્ધ ધર્મપ્રણેતા ઇઝાયાહે (ઈ. સ. પૂ. 742 – ઈ. સ. પૂ. 701) રચેલું ધર્મપુસ્તક. પિતા એમોઝ ઇઝાયાહ જેરૂસલેમમાં વસેલા. આ પુસ્તકની 1948માં Dead Sea Scrolls – મૃત સમુદ્રમાંથી મળી આવેલ લખોટા-વીંટામાં બે હસ્તપ્રતો મળી આવી હતી. એ હિબ્રૂ ભાષાનું સૌથી પ્રાચીન તેમજ બાઇબલના જૂના કરારનું સૌપ્રથમ અને…

વધુ વાંચો >

ઇઝુમી ક્યોકા

ઇઝુમી ક્યોકા (જ. 4 નવેમ્બર 1873, કાનાઝાળા; અ. 7 સપ્ટેમ્બર 1939 ટોકિયો, જાપાન) : જાપાની વાર્તાકાર. મૂળ નામ ઇઝુમી ક્યોતારો. ‘ઇઝુમી ક્યોકા’ તખલ્લુસ છે. તેમનું કુટુંબ કલાકારો અને કારીગરોનું હતું. એ સમયના અગ્રણી સાહિત્યકાર ઓઝાકી કોયોના શિષ્ય બનવાની અપેક્ષા સાથે તે ટોકિયો ગયેલા અને 1894 સુધી અન્ય શિષ્યોની સાથે કોયોની…

વધુ વાંચો >

ઇટાલિયન ભાષા અને સાહિત્ય

ઇટાલિયન ભાષા અને સાહિત્ય : ભારત-યુરોપીય ભાષા-પરિવારની રોમાન્સ ઉપજૂથની ઇટાલિક ભાષાઓમાંની એક ભાષા અને તેનું સાહિત્ય. આજે તે ઇટાલીની અને સાન મેરીનોની વહીવટી અને અધિકૃત ભાષા છે. તે ઉપરાંત સ્વિટ્ઝર્લૅન્ડમાં જે કેટલીક અધિકૃત ભાષાઓ છે તેમાંની પણ તે એક છે. ઇટાલીમાં લગભગ સાડા પાંચ કરોડ લોકો, સાન મેરીનોમાં અંદાજે વીસ…

વધુ વાંચો >