કૃષ્ણવદન જેટલી
આઇવન્હો
આઇવન્હો (1819) : બ્રિટિશ લેખક સર વૉલ્ટર સ્કૉટ(1771-1832)ની નવલકથા. એમાં ઇંગ્લૅંડના રાજા સિંહહૃદયી પ્રથમ રિચાર્ડના સમયની વાત છે. સૅક્સન અને નૉર્મન લોકો વચ્ચે દુશ્મનાવટ હતી. કથાનાયક આઇવન્હો અને રાજા રિચાર્ડ બંને છૂપા વેશમાં હોય છે. આઇવન્હો (વિલ્ફ્રેડ) સૅક્સન ઠાકોર સેડ્રિકનો પુત્ર છે. તે તેના પિતાની આશ્રિત કન્યા રોવેનાને ચાહે છે.…
વધુ વાંચો >આઇસલૅન્ડનું સાહિત્ય
આઇસલૅન્ડનું સાહિત્ય : આઇસલૅન્ડની ભાષા જૂની સ્કૅન્ડિનેવિયન ભાષામાંની છે. શિક્ષણ સારી રીતે વ્યાપેલું હોવાથી આ નાનકડા દેશની સાહિત્યિક પ્રવૃત્તિ ખૂબ ફેલાયેલી છે. તેનું મધ્યકાલીન સાહિત્ય સમૃદ્ધ છે. મધ્યકાલીન આઇસલૅન્ડનું સાહિત્ય ત્રણ પ્રકારમાં વિભાજિત કરી શકાય : (1) એડ્ડિક કવિતા અથવા એડ્ડાકાવ્યો. આ કવિતામાં પૌરાણિક અને વીરરસનાં કાવ્યો છે. (2) સ્કાલ્ડિક…
વધુ વાંચો >આકાશીય પરિપ્રેક્ષ્ય (ચિત્રકલા)
આકાશીય પરિપ્રેક્ષ્ય (aerial perspective) (ચિત્રકલા) : ચિત્રકલાની દૃષ્ટિએ આકાશમાંથી વિહંગાવલોકન કરવું ઊંચે ઊડતા વિમાનમાંથી નીચેની ધરતીનું ઊડતા પક્ષીની જેમ અવલોકન અને આલેખન કરવું તે. ખૂબ ઊંચા બહુમાળી મકાનની અગાશી પરથી કે વિમાનમાંથી જોઈએ ત્યારે આપણી સમક્ષ વિસ્તરેલી ક્ષિતિજોવાળું વિશાળ દૃશ્ય દેખાય છે. શેરીમાં આવેલા મકાનની બારીમાંથી આપણે આકાશ તરફ જોઈએ…
વધુ વાંચો >આચાર્ય, ગિરિજાશંકર વલ્લભજી
આચાર્ય, ગિરિજાશંકર વલ્લભજી (191૦ની આસપાસ) : રાજકોટના પ્રખ્યાત વૉટસન મ્યુઝિયમના ક્યુરેટર. મૂળ વતન જૂનાગઢ; વલ્લભજી હરિદત્ત આચાર્ય(ક્યુરેટર)ના પુત્ર. 4-2-191૦થી વલ્લભજી માંદા પડ્યા ત્યારે એમની ગેરહાજરીમાં એમના વિદ્વાન પુત્ર ગિરિજાશંકરે વૉટસન મ્યુઝિયમનો હવાલો સંભાળી લીધો હતો. તેઓ પાછળથી મુંબઈના પ્રિન્સ ઑવ્ વેલ્સ મ્યુઝિયમના ક્યુરેટર તરીકે 2૦ વર્ષ રહ્યા હતા અને ત્યારબાદ…
વધુ વાંચો >આચાર્ય, વલ્લભજી હરિદત્ત
આચાર્ય, વલ્લભજી હરિદત્ત (જ. 26 જૂન 184૦, જૂનાગઢ; અ. 17 જાન્યુઆરી 1911) : રાજકોટના વૉટ્સન મ્યુઝિયમના વિદ્વાન ક્યૂરેટર. જન્મ જૂનાગઢના વડનગરા નાગર બ્રાહ્મણ હરિદત્ત મોહનજી આચાર્યને ત્યાં થયો હતો. 1854થી તેમણે શાસ્ત્રીય પદ્ધતિ અનુસાર અભ્યાસ કર્યો અને 186૦માં સંસ્કૃત પાઠશાળામાં પ્રવેશ કર્યો. 1864માં જૂનાગઢની કન્યાશાળામાં શિક્ષક થયા અને 1867માં જૂનાગઢના…
વધુ વાંચો >આડી, એન્ડ્રે
આડી, એન્ડ્રે (જ. 22 નવેમ્બર 1877; ઍર્મિન્ઝેન્ટા, હંગેરી; અ. 27 જાન્યુઆરી 1919, ગુડાપેસ્ટ, હંગેરી) : હંગેરીના વીસમી સદીના સૌથી મહાન ઊર્મિકવિ. શાળા છોડ્યા બાદ થોડો સમય કાયદાનો અભ્યાસ કરેલો. 1899માં તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘વર્સેક’ પ્રગટ થયો હતો. 1900થી મૃત્યુ પર્યંત પત્રકાર તરીકે કામ કરેલું. 1915માં તેમનું લગ્ન બર્થા બોન્ઝા સાથે…
વધુ વાંચો >આદિત્યરામ વૈકુંઠરામ
આદિત્યરામ વૈકુંઠરામ (જ. 1763, જૂનાગઢ; અ. 1824) : પ્રસિદ્ધ સંગીતકાર. પિતા વૈંકુઠરામ સંસ્કૃતના વિદ્વાન અને કવિતા રચે, સંગીતના પણ શોખીન. પિતાએ આદિત્યરામને સંગીતનું શિક્ષણ આપ્યું. કિશોર આદિત્યરામે જૂનાગઢના નવાબ બહાદુરખાન સમક્ષ ગાઈને તેમની પાસેથી ઇનામ મેળવ્યું હતું. ગીરના કોઈ સિદ્ધ યોગીએ તેમને મૃદંગવાદન શીખવ્યું હતું. તેમણે ખયાલ તથા ગાયનની તાલીમ…
વધુ વાંચો >આધુનિકતા-આધુનિકતાવાદ અને અનુઆધુનિકતાવાદ
આધુનિકતા, આધુનિકતાવાદ અને અનુઆધુનિકતાવાદ (તત્ત્વ, કલા, સાહિત્ય અને સમાજ) તત્ત્વજ્ઞાન : આધુનિક (modern) યુગ, આધુનિકતા (modernity) આધુનિકીકરણ (modernisation) નવ્ય સાહિત્યિક અને આધુનિકતાવાદ (modernism) એ બધી વિભાવનાઓને સમજવાનું હવે નવા સંદર્ભમાં એટલા માટે આવશ્યક છે કે તેની સમજણ વગર અનુઆધુનિકતા (post-modernity) કે અનુઆધુનિકતાવાદ(post-modernism)ની વિભાવનાઓને સમજવાનું મુશ્કેલ બને છે. આધુનિકતા અને અનુઆધુનિકતા…
વધુ વાંચો >