કૃષ્ણવદન જેટલી

અલ્લાઉદ્દીનખાં ઉસ્તાદ

અલ્લાઉદ્દીનખાં, ઉસ્તાદ (જ. 8 ઑક્ટોબર 1882, શિરપુર, ત્રિપુરા; અ. 6 સપ્ટેમ્બર 1972, મૈહર) : પ્રસિદ્ધ ભારતીય સંગીતકાર. તેમનો જન્મ એક ખેડૂત પરિવારમાં થયો હતો. શિવભક્ત અને સંગીતપ્રેમી પિતા સાધુખાં ત્રિપુરા દરબારના સંગીતકાર હતા. તેઓ રબાબ-વાદક કાજિમઅલીખાં પાસે સિતારવાદન શીખ્યા હતા. પિતાએ અલ્લાઉદ્દીન માટે સંગીતશિક્ષણની ગોઠવણ કરી. અલ્લાઉદ્દીનને સંગીતમાં એટલો રસ…

વધુ વાંચો >

અલ્લાબન્દેખાં

અલ્લાબન્દેખાં (જ. 1850 ?; અ. 1927, અલ્વર) : ભારતીય સંગીતકાર. અલ્વરનરેશના દરબારી ગાયક. જન્મ ઓગણીસમી સદીના અંતમાં થયો હોવાનો અંદાજ છે. તેઓ લોકપ્રિય ધ્રુપદ-ગાયક હતા અને શ્રુતિઓનું ગાન ઉત્તમ રીતે કરતા હતા. તેમના મોટા ભાઈ ઝાકિરહુસેનખાં પણ જાણીતા સંગીતકાર હતા. સંગીતના ક્ષેત્રે અલ્લાબન્દેખાંએ અવિસ્મરણીય સેવાઓ આપી છે. તેમના બે પુત્રો…

વધુ વાંચો >

અલ્સેસ્ટિસ

અલ્સેસ્ટિસ (ઈ. પૂ. 438) : યુરિપિડીસનું ગ્રીક નાટક. તેમાં કરુણ અને હાસ્યરસનું મિશ્રણ થયું છે. નાટક સુખાંત છે. વૃદ્ધ રાજા એડમેટ્સની પત્ની અલ્સેસ્ટિસ પતિ, બાળકો અને રાજવંશને ચાલુ રાખવા તથા મૃત્યુના મુખમાંથી પતિને બચાવવા પોતાનું બલિદાન આપવા તૈયાર થાય છે. રાજાને બચાવવા એપૉલોએ ફેટ્સ(ભાવિ)ને કહ્યું, ત્યારે તેને બદલે બલિદાનની માંગણી…

વધુ વાંચો >

અવેસ્તા (ઝંદ)

અવેસ્તા (ઝંદ) : જરથોસ્તી ધર્મનો મૂળ ગ્રંથ. ઝંદનો અર્થ ભાષ્ય-ટીકા થાય છે. અવેસ્તાની ગાથા અને ઋગ્વેદના કેટલાક મંત્ર મળતાં આવે છે અને કેટલાંક તો એક જ અર્થનાં છે. મૂળ અવેસ્તા ગ્રંથ ઘણો મોટો હતો, પરંતુ સિકંદરે જ્યારે ઈરાન જીત્યું ત્યારે તેનો ઘણો અંશ નાશ પામ્યો હતો. સાતમી સદીમાં મુસ્લિમોની ચડાઈથી…

વધુ વાંચો >

અશરફખાન

અશરફખાન (જ. 189, ઇન્દોર; અ. 11 સપ્ટેમ્બર 1962, અમદાવાદ) : જૂની ગુજરાતી રંગભૂમિના નટ. અશરફખાન બહુ ભણ્યા ન હતા, પણ મઝહબ(ધર્મ)નું જ્ઞાન મેળવ્યું હતું. પાંચ વાર નમાજ પઢતા અને દારૂ વગેરે વ્યસનોથી દૂર રહેલા. ઘેરથી નાસી જઈને શરૂઆતમાં તેઓ નાની વાંકાનેર કંપનીમાં જોડાયેલા, પણ તેમના વાલી બાબુરાવ કંપનીમાંથી છોડાવીને ઘેર…

વધુ વાંચો >

અશરફી મહલ

અશરફી મહલ : માંડુ(માંડવગઢ)માં સુલતાન મુહંમદ ખલજીએ પંદરમી સદીમાં બંધાવેલો મહેલ. મુહંમદ ખલજીના પિતા હોશંગશાહે (1405-34) માંડુના કિલ્લામાં સુંદર સ્થાપત્યો બંધાવવાની શરૂઆત કરી હતી. માંડુ મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં ઇન્દોરથી પશ્ચિમે 99.2 કિમી. દૂર આવેલું ઇતિહાસપ્રસિદ્ધ નગર છે. હોશંગશાહે બંધાવેલ જામી મસ્જિદ સામે અશરફી મહલ નામે રાજમહલ બંધાવેલ છે. અશરફી મહલની…

વધુ વાંચો >

અળતો

અળતો : સં. अलक्तक. લાખનો રસ : ગુલાબ જેવો પ્રવાહી લાલ રંગ. ભારતમાં સ્ત્રીઓ – ખાસ કરીને બંગાળમાં અને ઉત્તરપ્રદેશમાં – હાથપગ લાલ દેખાડવાને પાનીએ અને પાટલીએ એટલે ઘૂંટીથી આંગળાં સુધીના ભાગમાં મેંદીની માફક તે લગાડે છે. અળતો ઉકાળેલી લાખમાંથી બનાવેલો લાલ રંગ છે. અડધો લીટર પાણી, 4૦ ગ્રામ પીપળાની…

વધુ વાંચો >

અંકલ ટૉમ્સ કૅબિન

અંકલ ટૉમ્સ કૅબિન (1851) : ગુલામીની અમાનુષી પ્રથા વિશેની અમેરિકી નવલકથા. લેખિકા હૅરિયેટ બીચર સ્ટોવે (1811-1896). ‘નૅશનલ એરા’ સામયિકમાં હપતાવાર પ્રગટ થયેલી આ નવલકથાએ સાહિત્યજગતમાં સનસનાટી ફેલાવેલી. ગુજરાતી સહિત ભારતની અનેક ભાષાઓમાં તથા સંખ્યાબંધ વિદેશી ભાષાઓમાં તેના અનુવાદો પ્રગટ થયા છે. 1852માં આ નવલકથા પરથી જ્યૉર્જ એલ. ઐકીને તૈયાર કરેલ…

વધુ વાંચો >

આઇકેનડૉર્ફ, જોસેફ

આઇકેનડૉર્ફ, જોસેફ (જ. 10 માર્ચ 1788, રટિબૉર, પ્રશિયા; અ. 26 નવેમ્બર 1857, પ્રશિયા) : જર્મન કવિ અને નવલકથાકાર. સિલેસિયન અમીર કુટુંબમાં જન્મ. 1807માં હાઇડલબર્ગમાં કાયદાનો અભ્યાસ કરતાં કરતાં પ્રથમ કાવ્યસંગ્રહ પ્રગટ કરેલો, જેનાથી રંગદર્શી કવિઓમાં એમની ગણના થઈ. બર્લિનમાં 1809-10 દરમિયાન આગળ અભ્યાસ કરતાં રંગદર્શી રાષ્ટ્રીય આંદોલનના નેતાઓને તે મળ્યા.…

વધુ વાંચો >

આઇડિલ

આઇડિલ : પશ્ચિમનો એક કાવ્યપ્રકાર. આઇડિલ (idyll અથવા idyl) ગ્રીક શબ્દ eidyllion – ઐદીલ્લિઓન-પરથી અવતર્યો છે. તેનો અર્થ ‘નાનું ચિત્ર’. ગ્રામીણ પરિવેશ અને પ્રાકૃતિક ચિત્ર જેમાં મનહર રીતે આલેખાયેલું હોય તેવું લઘુ કાવ્યસ્વરૂપ છે. ઈ. પૂ. ત્રીજી સદીમાં ઍલેક્ઝાંડ્રિયન કવિસમૂહના કવિઓ અને ખાસ કરીને થિયૉક્રિટ્સ બ્રિયોન અને મોસ્ચસે રચેલાં પ્રાકૃતિક…

વધુ વાંચો >