કૃષ્ણવદન જેટલી

અમજદઅલીખાં

અમજદઅલીખાં (જ. 9 ઑક્ટોબર 1945, ગ્વાલિયર, મધ્યપ્રદેશ) : વિખ્યાત સરોદવાદક. તેઓ ઉસ્તાદ હાફિઝઅલીખાંના નાના પુત્ર થાય. તેમના વંશમાં સંગીતનો પ્રવાહ વહેતો આવેલો છે. હાફિઝઅલીખાં વિખ્યાત સરોદવાદક હતા. અમજદઅલીએ પિતા પાસેથી પાંચ વર્ષની વયથી સંગીતશિક્ષણ શરૂ કરેલું. 13 વર્ષની વયે પિતા તેમને સંગીત-સમારોહમાં લઈ જતા, જેથી તે સંગીત-શ્રોતાવર્ગનો પરિચય પામે. અમજદઅલીખાંનો…

વધુ વાંચો >

અમરકોશ

અમરકોશ : સંસ્કૃત ભાષાનો પ્રાચીન શબ્દકોશ. લેખક અમરસિંહ. સહેલાઈથી યાદ રહે તે માટે કોશની છંદોબદ્ધ રચના કરેલી. તેનું વાસ્તવિક નામ અમરસિંહે ‘નામલિંગાનુશાસન’ આપેલું. તેમાં નામ અર્થાત્ સંજ્ઞા અને તેના લિંગભેદનું અનુશાસનશિક્ષણ છે. તેમાં અવ્યયો છે, પણ ધાતુ (ક્રિયાપદ) નથી. આ કોશમાં સાધારણ શબ્દો સાથે અપરિચિત લાગે તેવા શબ્દો ભરપૂર છે.…

વધુ વાંચો >

અમિસ કિંગ્ઝલી

અમિસ, કિંગ્ઝલી (જ. 16 એપ્રિલ 1922, ક્લેફામ, લંડન; અ. 22 ઑક્ટોબર 1995, લંડન, યુ.કે.) :  અંગ્રેજ કવિ અને નવલકથાકાર. શિક્ષણ સિટી ઑવ્ લંડન સ્કૂલ અને સેંટ જૉન્સ કૉલેજ, ઑક્સફર્ડમાં. પત્ની એલિઝાબેથ જેન હાવર્ડ અને પુત્ર માર્ટિન બંને નવલકથાકાર. સ્વાનસી, કૅમ્બ્રિજ(1948–61)માં અધ્યાપક અને પીટરહાઉસ, કૅમ્બ્રિજ(1961–63)ના ફેલો. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ‘રૉયલ કોર…

વધુ વાંચો >

અમૃતસેન

અમૃતસેન (જ. 1814; અ. 1894) : જયપુર ઘરાનાના જાણીતા સિતારવાદક. તેઓ તાનસેનના વંશજ હતા. પિતા રહીમસેને તેમને ફક્ત સિતારવાદન ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા સમજાવ્યા અને તે વિશે પૂરેપૂરું જ્ઞાન આપ્યું. તેમણે જયપુરનરેશ રામસિંહ આગળ આઠ દિવસ કેવળ કલ્યાણ રાગ જ સંભળાવ્યો. અમૃતસેન વિલાસી જીવનથી દૂર, કલાસાધનામાં મગ્ન અને પરોપકારી હતા.…

વધુ વાંચો >

અમેરિકન સાહિત્ય

અમેરિકન સાહિત્ય અંગ્રેજી ભાષામાં અમેરિકામાં વસતા લોકોએ રચેલું સાહિત્ય. આ સાહિત્ય અંગ્રેજી ભાષામાં હોવા છતાં અંગ્રેજી-બ્રિટિશ સાહિત્યથી જુદું પડે છે, કારણ અમેરિકા કેવળ અંગ્રેજોનો દેશ નથી. અમેરિકા, યુરોપ, આફ્રિકા (અગાઉ ગુલામ તરીકે આવેલા નીગ્રો), એશિયા એમ અનેક ખંડો અને દેશોના લોકોએ ત્યાં વસવાટ કરેલો છે. આ લોકોની રહેણીકરણી, તેમની સમાજવ્યવસ્થા…

વધુ વાંચો >

અમેરિકા

અમેરિકા પશ્ચિમ ગોળાર્ધનો વિશાળ ભૂમિસમૂહ. તે ઉત્તર અમેરિકા, મધ્ય અમેરિકા અને દક્ષિણ અમેરિકાથી બનેલો છે. ભૌગોલિક સ્થાન : 750 ઉ. અ.થી 550 દ. અ. તે ઉત્તરે આર્કિટક સમુદ્રથી દક્ષિણે ઍન્ટાર્કિટકા ખંડ સુધી વિસ્તરેલો છે. (કુલ વિસ્તાર : 4,20,00,000 ચોકિમી.) અમેરિકી ભૂમિસમૂહ પૃથ્વીના પટ પર ઉત્તરદક્ષિણ લાંબામાં લાંબો ભૂમિભાગ રચે છે.…

વધુ વાંચો >

અરાની જાનોસ

અરાની જાનોસ (જ. 2 માર્ચ, 1817, નાગીઝલોન્ટા, હંગેરી; અ. 22 ઑક્ટોબર, 1882, બુડાપેસ્ટ, ઑસ્ટ્રિયા, હંગેરી) : હંગેરીનો મહાન કવિ. ખેડૂત કુટુંબમાં જન્મ. ડેબ્રેસેનની શાળામાં ભણતો હતો ત્યાં વચ્ચેથી ભણતર છોડીને એક પ્રવાસી નાટકમંડળીમાં જોડાયો. 1847માં તેણે લોકપ્રિય ‘ટોલ્ડી’મહાકાવ્ય લખી જનતાની પ્રીતિ સંપાદન કરી. એ કાવ્યમાં રાષ્ટ્રીય સાહિત્યના પ્રભાવક ગુણો હતા.…

વધુ વાંચો >

અરુંડેલ રુકમિણીદેવી

અરુંડેલ, રુકમિણીદેવી (જ. 29 ફેબ્રુઆરી 1904, મદુરાઈ, તામિલનાડુ; અ. 24 ફેબ્રુઆરી 1986, ચેન્નઈ, તામિલનાડુ) : પ્રસિદ્ધ ભારતીય નૃત્યકલાકાર. સુસંસ્કૃત પરિવારમાં જન્મ. પિતા નીલકાંત શાસ્ત્રી સંસ્કૃતના વિદ્વાન હતા. રુકમિણી તેમનાં સૌથી નાનાં પુત્રી અને લાડકોડમાં ઊછરેલાં. બાળપણથી જ સંગીત અને નૃત્ય પ્રતિ રુકમિણીને રુચિ હતી. જ્યૉર્જ એસ. અરુંડેલે તેમને શિક્ષણ આપ્યું…

વધુ વાંચો >

અલંકરણ અને સુશોભન

અલંકરણ અને સુશોભન (લોકકળા)  જીવનમાં રસાનંદ માટે લોકસમાજે પ્રયોજેલા સૌંદર્ય-શોભાવર્ધક કલાકીમિયા. માનવ સુશોભન અને અલંકરણપ્રિય હોવાથી જીવન તેમજ સંસ્કૃતિઉત્થાનના દરેક તબક્કે એણે પોતાનો દેહ, વસ્ત્ર, ઘરબાર, સાજસરંજામ વગેરેનાં સુશોભન-આલેખનમાં અલંકૃત એવી વિવિધ આકૃતિઓ તેમજ પ્રતીકોનાં અલંકરણ પ્રયોજીને સુશોભનને અધિક સુંદર બનાવ્યું છે. જીવનના રસાનંદમાંથી અભિવ્યક્ત થતી અનુભૂતિને એણે ચિત્ર, સંગીત,…

વધુ વાંચો >

અલીઅકબરખાં

અલીઅકબરખાં (જ. 1922, શિવપુર, બંગાળ; અ. 2009) : ભારતના પ્રસિદ્ધ સરોદવાદક. નાનપણથી જ ઘરમાં સંગીતમય વાતાવરણ હોવાથી સંગીત પ્રત્યે અભિરુચિ કેળવાયેલી. પિતા અલાઉદ્દીનખાં પાસેથી સંગીતશિક્ષણ મેળવ્યું. તેમણે નટ, મંજરી અને ગૌરી – આ ત્રણ રાગોના મિશ્રણથી ‘ગૌરીમંજરી’ નામની એક વિશેષ રચના તૈયાર કરી છે. તેમણે તબલાં અને મૃદંગનું શિક્ષણ કાકા…

વધુ વાંચો >