કૃષ્ણવદન જેટલી
કસાત મૅરી
કસાત, મૅરી (જ. 22 મે 1844, એલેઘેની, પેન્સિલવૅનિયા, અમેરિકા; અ. 14 જૂન 1926, ફ્રાન્સ) : અમેરિકન ચિત્રકાર અને પ્રિન્ટમેકર. પિતા રૉબર્ટ ધનિક બૅન્કર, માતા કેથરાઇન. મૅરી સાત વર્ષની હતી ત્યારે તેનું કુટુંબ બાળકોને યુરોપિયન શિક્ષણ આપવા પૅરિસમાં રહેવા આવ્યું. લગભગ વીસ વર્ષની વયે મૅરીએ ચિત્રકારની કારકિર્દી અપનાવવાનો નિશ્ર્ચય જાહેર કર્યો…
વધુ વાંચો >કાત્રક, સોરાબજી મહેરવાનજી
કાત્રક, સોરાબજી મહેરવાનજી (જ. 1870; અ. 1929 ?) : ગુજરાતી રંગભૂમિના નટ અને દિગ્દર્શક. તેમના પિતા પારસી ધર્મગુરુ હતા અને તેમની ઇચ્છા સોરાબજીને મોબેદ (ધર્મગુરુ) બનાવવાની હતી. સોરાબજી અભ્યાસમાં મૅટ્રિક સુધી પહોંચી શક્યા નહિ પણ વાચનના ખૂબ શોખીન હતા. શેક્સપિયરનું ‘હૅમ્લેટ’ નાટક તેમણે મોડી રાતે ઘર બહાર ગલીના ફાનસના અજવાળે…
વધુ વાંચો >કાનેટ્ટી, એલિયાસ
કાનેટ્ટી, એલિયાસ (જ. 25 જુલાઈ 1905; રુસે, બલ્ગેરિયા; અ. 14 ઑગસ્ટ 1994, ઝુરિક, સ્વિટ્ઝર્લૅન્ડ) : જર્મન ભાષામાં લખતા સ્પૅનિશ સાહિત્યકાર. 1981ના સાહિત્ય માટેના નોબેલ પારિતોષિકના વિજેતા. 1911માં તેમનું કુટુંબ બલ્ગેરિયાથી આવી ઇંગ્લૅન્ડમાં માન્ચેસ્ટરમાં રહ્યું. 1913થી 1914 વચ્ચે એલિયાસ કાનેટ્ટી વિયેના, ઝુરિચ અને ફ્રૅન્કફર્ટમાં રહ્યા હતા. 1924માં તેઓ વિયેના આવ્યા અને…
વધુ વાંચો >કાર્શ, યુસુફ
કાર્શ, યુસુફ (જ. 23 ડિસેમ્બર 1908, માર્ટિન, તુર્કી; અ. 13 જુલાઈ 2002, બોસ્ટન, યુ. એસ.) : કૅનેડિયન ફોટોકલાનિષ્ણાત. દુનિયાની વિખ્યાત વ્યક્તિઓનું લાક્ષણિક વ્યક્તિત્વ દર્શાવતી છબીઓ પાડવા માટે જગમશહૂર બનેલા યુસુફ કાર્શને તુર્કીમાં એક આર્મેનિયન તરીકે ઘણા અન્યાયી જુલમો સહન કરવા પડેલા. 16 વર્ષની વયે તે તુર્કી છોડી કૅનેડાના શેરબ્રુકમાં વસેલા…
વધુ વાંચો >કાસમભાઈ
કાસમભાઈ (જ. 10 માર્ચ 1906, ઊંબરી, જિ. મહેસાણા; અ. 1969) : ગુજરાતની જૂની રંગભૂમિના નટ અને દિગ્દર્શક. પિતા નથ્થુભાઈ અને માતા રાજબાઈ. ભણતર કેવળ ત્રીજા ધોરણ સુધીનું. 1915માં છ મહિના પગાર વિના નકુભાઈ શાહની ‘શ્રી આર્યનૈતિક નાટક સમાજ’ કંપનીના બાલવૃન્દમાં ગીત ગાવાનું કામ કર્યું; પછી માસિક ત્રણ રૂપિયા પગાર થયો.…
વધુ વાંચો >કૃષ્ણમાચાર્યુલુ
કૃષ્ણમાચાર્યુલુ (ચૌદમી સદી) : તેલુગુ લેખક, પ્રસિદ્ધ યાત્રાધામ સિંહાચલના નિવાસી. તે તેલુગુમાં ‘વચન સાહિત્ય’ના પ્રવર્તક ગણાય છે. ‘વચન વાઙ્મય’ કન્નડમાં જાણીતું છે, પરંતુ તેલુગુમાં તેનો ખાસ પ્રચાર ન હતો. આ સાહિત્યપ્રકારથી આંધ્રભારતી-તેલુગુ સાહિત્યને અલંકૃત કરવાનું શ્રેય આ કવિને છે. કાકતીય સમ્રાટ દ્વિતીય પ્રતાપરુદ્ર- (1295-1326)ના તે સમકાલીન ગણાય છે. સિંહાચલના સ્વામી…
વધુ વાંચો >કૅનેડિયન-અંગ્રેજી સાહિત્ય
કૅનેડિયન-અંગ્રેજી સાહિત્ય : બહુધા કૅનેડાની મુલાકાતે આવનાર પ્રવાસીઓ, સંશોધકો કે બ્રિટિશ અમલદારો અને તેમના પરિવારના આત્મજનો દ્વારા અંગ્રેજીમાં રચાયેલું સાહિત્ય. તે બધાંએ વર્ણનાત્મક લખાણો, રોજનીશી કે પત્રોમાં તેમના પ્રતિભાવોને રજૂ કર્યા છે. પ્રવાસ તથા અવલોકનના આધારે થયેલ સંશોધનને લીધે તે સમયના કૅનેડાનું સ્પષ્ટ ચિત્ર રજૂ થયું છે. દસ્તાવેજી સામગ્રી પૂરી…
વધુ વાંચો >કૅનેડિયન-ફ્રેન્ચ સાહિત્ય
કૅનેડિયન-ફ્રેન્ચ સાહિત્ય : જેક્વિસ કાર્ટિયર 1535માં ઉત્તર અમેરિકાની સફરે બીજી વાર આવેલા ત્યારે સેન્ટ લૉરેન્સ રિવરના ખીણપ્રદેશની ભાળ મેળવેલી. 17મી અને 18મી સદીમાં આ પ્રદેશમાં ફ્રેન્ચ સત્તાની વસાહત સ્થપાઈ હતી. 1763માં ન્યૂ ફ્રાન્સની હકૂમતનો પ્રદેશ બ્રિટિશ સત્તાને નામે ચડાવવામાં આવ્યો ત્યારે 60,000થી વધુ રોમન-કૅથલિક પંથના માણસો જે ભાષાનો ઉપયોગ કરતા…
વધુ વાંચો >કૅન્ડિન્સ્કી વાસિલી
કૅન્ડિન્સ્કી, વાસિલી (જ. 4 ડિસેમ્બર 1866, મૉસ્કો, રશિયા; અ. 17 ડિસેમ્બર 1944, ન્યુઇલી, ફ્રાંસ) : ઍબ્સ્ટ્રૅક્ટ – અમૂર્ત કલાના પ્રણેતા, રશિયન ચિત્રકાર. પિતા સાઇબીરિયામાં ચીનની સરહદ પાસે વસ્યા હતા અને માતા મૉંગોલિયન વંશની મૉસ્કોવાસી હતી. 1871માં આ સુખી કુટુંબ ઓડેસામાં આવી વસ્યું અને બાળ કૅન્ડિન્સ્કીનો અભ્યાસ શરૂ થયો. નાનપણમાં જ…
વધુ વાંચો >કૉકૉશ્કા – ઑસ્કાર
કૉકૉશ્કા, ઑસ્કાર (જ. 1 માર્ચ 1886, પોખલેર્ન, ઑસ્ટ્રિયા; અ. 22 ફેબ્રુઆરી 1980, વિલેનુવે, સ્વિટ્ઝર્લેન્ડ) : અગ્રગણ્ય ઑસ્ટ્રિયન ચિત્રકાર, ચિત્રમુદ્રક (print maker) અને લેખક. તે વિયેનાની કલા અને હસ્તઉદ્યોગની શાળામાં 1904-09 અભ્યાસ કરતો હતો ત્યારે ગુસ્તાવ ક્લિમૅનની કલાથી પ્રભાવિત થયો હતો. કૉકૉશ્કાએ પોતાની આગવી શૈલી ઉપસાવી અને તેનું ઉદાહરણ 1909માં તેણે…
વધુ વાંચો >