કૃષ્ણવદન જેટલી

અગાસિઝ, રોડોલ્ફ લૂઇ

અગાસિઝ, રોડોલ્ફ લૂઇ (જ. 28 મે 1807 સ્વિટ્ઝર્લૅન્ડ; અ. 14 ડિસેમ્બર 1873 કેમ્બ્રિજ, મૅસેચૂસેટ્સ, યુ.એસ.) : અમેરિકન પ્રકૃતિવિજ્ઞાની. તેમણે મત્સ્ય અશ્મિ અને હિમયુગ વિશે પાયાનું કામ કરેલું. તે મ્યુનિક યુનિવર્સિટીના તત્ત્વજ્ઞાનના સ્નાતક (1829) અને એર્લાંગેન યુનિવર્સિટીના ઔષધશાસ્ત્રના સ્નાતક હતા. તેમણે પૅરિસમાં જ્યોર્જિસ કુવિયેર સાથે તુલનાત્મક શરીરરચનાશાસ્ત્રમાં કામ કર્યું હતું. 1832માં સ્વિટ્ઝર્લૅન્ડની…

વધુ વાંચો >

અગોરા

અગોરા : પ્રાચીન ગ્રીસનાં શહેરોમાં જાહેર મિલનસ્થાન કે નાગરિકોની પ્રવૃત્તિઓ માટે રાખવામાં આવતી ખુલ્લી જગ્યા, ચૉક (square). આનો પ્રથમ ઉલ્લેખ ગ્રીક મહાકવિ હોમરની કૃતિઓમાં છે. ઈ. સ. પૂર્વે પાંચમી સદીમાં ગ્રીક લોકોના રોજિંદા જીવનનું તે કેન્દ્ર બની રહેલું. શહેરની વચ્ચે અથવા બંદર પાસે જ્યાં જાહેર મકાનો અને દેવળો હોય ત્યાં…

વધુ વાંચો >

અગ્નિ એશિયાઈ કળા

અગ્નિ એશિયાઈ કળા  અગ્નિ એશિયાના દેશોમાં વિકસેલી કળાઓ. અગ્નિ એશિયાના પ્રદેશોમાં મ્યાનમાર (બ્રહ્મદેશ), થાઇલૅન્ડ, લાઓસ, કંપુચિયા (કંબોડિયા), વિયેટનામ, મલેશિયા, સિંગાપુર, ઇન્ડોનેશિયા અને ફિલિપાઇન્સનો સમાવેશ થાય છે, આમાં ફિલિપાઇન્સ તેના ઇતિહાસને કારણે અલગ ગણી શકાય. ખ્રિસ્તી યુગની શરૂઆતની સદીઓથી આ દેશો સાથે ભારતના લોકો વેપારથી સંકળાયેલા હતા. અને ભારતીય સંસ્કૃતિ અને…

વધુ વાંચો >

અચ્છન મહારાજ

અચ્છન મહારાજ (જ. 1893, લમુહા, જિ. સુલતાનપુર; અ. 1946, લખનૌ) : સુપ્રસિદ્ધ કથક નૃત્યકાર. સુપ્રસિદ્ધ કથક નૃત્યકાર બિરજુ મહારાજના પિતા. એમણે કથક નૃત્યની તાલીમ એમના પ્રસિદ્ધ નૃત્યકાર કાકા મહારાજ બિન્દાદીન પાસેથી લીધેલી. બિન્દાદીનને સંતાન ન હોવાથી એમણે ભત્રીજા અચ્છનને પોતાનો નૃત્યકલાનો વારસો આપ્યો. અચ્છન મહારાજે કાકાનો કલાવારસો જાળવી રાખ્યો; એટલું…

વધુ વાંચો >

અટારી

અટારી (સં. अट्टालिका) : અગાસી, મેડી, નાનો માળ, ઝરૂખો, છજું, રવેશ. કોઈ પણ ઘરના કે મકાનના માળે મોટા ખંડની બહાર પડતી બારી કે બારણા આગળ મકાન સાથે જોડાયેલ સાંકડો બેસવા-ઊઠવાનો ભાગ. તે છાપરા કે છતથી ઢંકાયેલ હોય કે ન પણ હોય. તે ટુકડે ટુકડે અથવા સળંગ આખી ભીંતની પહોળાઈ કે…

વધુ વાંચો >

અડાલજની વાવ

અડાલજની વાવ : અમદાવાદથી ઉત્તરે આશરે 20 કિમી. દૂર આવેલી સુપ્રસિદ્ધ વાવ. સુલતાન મહમૂદ બેગડાના સમયમાં મહાન સ્મારક સમાન બે વાવોનું સ્થાપત્ય થયું. એક અમદાવાદના અસારવા–પરામાં 1499માં મહમૂદ બેગડાના ઝનાનાની દદ્દાશ્રી બાઈ હરિ સુલ્તાનીએ દદ્દા (દાદા) હરિની વાવ બંધાવી અને બીજી અડાલજના વાઘેલા રાવ વીરસિંહની ધર્મપત્ની રાણી રૂડાબાઈએ ભારતની વાવ…

વધુ વાંચો >

અન્સારી, મુખ્તાર અહમદ (ડૉ.)

અન્સારી, મુખ્તાર અહમદ (ડૉ.) (જ. 25 ડિસે. 1880, યુસૂફપુર. ઉત્તરપ્રદેશ; અ. 10 મે 1936, ન્યુ દિલ્હી) : ભારતના એક રાષ્ટ્રવાદી મુસ્લિમ નેતા. પિતાનું નામ હાજી અબ્દુલ રહેમાન અને માતાનું નામ ઇલ્હાનબીબી. લગ્ન 1899માં શમ્સુન્નિસા બેગમ સાથે થયેલું. મદ્રાસ મેડિકલ કૉલેજના સ્નાતક થયા બાદ તેઓ નિઝામ સ્ટેટ શિષ્યવૃત્તિ મેળવી વધુ અભ્યાસ…

વધુ વાંચો >

અપડાઇક જૉન હૉયૅર

અપડાઇક, જૉન હૉયૅર (જ. 18 માર્ચ 1932, શિલિંગ્ટન, પેન્સિલ્વેનિયા, યુ.એસ.; અ. 27 જાન્યુઆરી 2009, ડેન્વર, મેસેચ્યૂસેટ્સ, યુ.એસ.) : અમેરિકન નવલકથાકાર. 1954માં હાર્વર્ડ વિશ્વવિદ્યાલયમાંથી સ્નાતક થયા. 1955માં ‘ન્યૂયૉર્કર’ પત્રમાં વાર્તા, કવિતા અને તંત્રીલેખો લખવા માંડ્યા. 1959 સુધીમાં ‘ધ સેમ ડોર’ વાર્તાસંગ્રહ અને ‘ધ પુઅર હાઉસ ફૅર’ નવલકથા આપ્યાં. વખણાયેલી નવલકથા ‘રૅબિટ…

વધુ વાંચો >

અપારદર્શક રંગચિત્ર

અપારદર્શક રંગચિત્ર (gouache) : જલરંગો(water-colours)માં સફેદ રંગ તથા ગુંદર જેવા બંધક (binder) ઉમેરીને ચિત્રને અપારદર્શક બનાવવાની તરકીબ. પાણી પારદર્શક છે અને તેમાં મિશ્રિત કરેલ જલરંગો પણ પારદર્શક રંગો કહેવાય છે, કારણ કે તે ચિત્રકામ માટેના કાગળનાં સૂક્ષ્મ છિદ્રોમાં ફેલાય છે અને તેથી મૂળ રંગની અસર ઓછી થાય છે. જલરંગમાં સફેદ…

વધુ વાંચો >

અબ્દુલ કરીમખાં

અબ્દુલ કરીમખાં (જ. 11 નવેમ્બર 1872, કૈરાના, કુરુક્ષેત્ર પાસે ઉત્તરપ્રદેશ; અ. 27 ઑક્ટોબર 1937, મિરજ) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના કિરાના ઘરાનાના સુપ્રસિદ્ધ ગાયક. પિતા કાલેખાં પણ જાણીતા ગાયક હતા. પિતા, કાકા અબ્દુલખાં અને એક સગા હૈદરબક્ષ પાસે તે ગાયકી શીખ્યા હતા. છ વર્ષની ઉંમરે એક જાહેર મહેફિલમાં ગાઈને તેમણે…

વધુ વાંચો >