કીટકશાસ્ત્ર
જીવાત
જીવાત : મનુષ્યને વિવિધ ક્ષેત્રે નુકસાન પહોંચાડતા મુખ્યત્વે સંધિપાદ સમુદાયના કીટક વર્ગનાં ઉપદ્રવી પ્રાણીઓ. તે સમગ્ર જીવન દરમિયાન કે જીવનચક્રની અમુક અવસ્થામાં માનવીને ઉપયોગી વસ્તુઓ, ઊભા પાક, બાગબગીચા, અનાજ કે ધાન્ય પદાર્થને નુકસાન પહોંચાડે છે. તેના નિકંદન માટે વિવિધ પદ્ધતિઓ હોવા છતાં આ જીવો તેની સામે પ્રતિકારક શક્તિ મેળવી ટકી…
વધુ વાંચો >જૂ (louse)
જૂ (louse) : નાના અપૂર્ણ કાયાંતરણ દ્વારા પુખ્ત અવસ્થા પામનાર પોચા શરીરવાળા કીટકોનો એક સમૂહ. જૂ ત્રણ શ્રેણીઓમાં વહેંચાયેલી હોય છે : (1) સોકૉપ્ટેરા, (2) પીંછશ્લેષક (mallophaga) અને (3) સાઇફનક્યુલાટા. (1) સોકૉપ્ટેરા (પુસ્તકની જૂ, book louse) : આ કીટકનો સમાવેશ લિપોસ્કિલિડી કુળમાં થાય છે. તેની કેટલીક જાતિઓ પુખ્ત અવસ્થામાં પાંખ…
વધુ વાંચો >જૂવો
જૂવો : લોહી ચૂસીને જીવન પસાર કરનાર એક બાહ્ય પરોપજીવી. સંધિપાદ સમુદાયના અષ્ટપાદ વર્ગમાં તેનો સમાવેશ થાય છે. જૂવા નાના અથવા સૂક્ષ્મ હોય છે. આકારે તે લંબગોળ હોય છે. તેમનું માથું, વક્ષ અને ઉદર એકબીજાં સાથે ભળી જઈ અખંડ શરીર બને છે. શરીરના અગ્રભાગે લોહી ચૂસવા અનુકૂલન પામેલાં મુખાંગો હોય…
વધુ વાંચો >જૈવિક નિયંત્રણ
જૈવિક નિયંત્રણ : નાશક જીવો(pests)ના નિયંત્રણ માટે સજીવોના ઉપયોગને જૈવિક નિયંત્રણ કહે છે. નાશક જીવોના પર્યાવરણમાં કુદરતી દુશ્મન પરોપજીવી, પરભક્ષી (predator) કે રોગકારક સૂક્ષ્મ સજીવોને દાખલ કરવામાં આવે છે અથવા જો તેઓ હાજર હોય તો તેમના ગુણનને પ્રોત્સાહિત કરવામાં આવે છે; જેથી નાશક જીવોની સંખ્યામાં વધારે અસરકારક ઘટાડો થઈ શકે.…
વધુ વાંચો >જૈવિક યુદ્ધ
જૈવિક યુદ્ધ (biological warfare) : સૂક્ષ્મ જીવાણુઓ અથવા તેમની વિષાળુ પેદાશોનો માનવીને મારવા કે તેને અપંગ બનાવવા અથવા તેનાં પાળેલાં પ્રાણીઓ કે પાકને નુકસાન કરવા માટે લશ્કરી ઉપયોગ. કોઈ પણ લડાઈનો અંતિમ હેતુ દુશ્મનનું લડાયક મનોબળ ખતમ કરવાનો હોય છે. પરમાણ્વીય (nuclear), જૈવિક (biological) અથવા રાસાયણિક (chemical) યુદ્ધ એટલે NBC…
વધુ વાંચો >જોગીડો
જોગીડો : ફૂગથી બાજરામાં થતો રોગ. તે પીલિયો, કુતુલ, બાવા, ખોડિયા, ડાકણની સાવરણી વગેરે નામે ઓળખાય છે. તેના માટે જવાબદાર ફૂગનું નામ Sclerospora graminicola છે. આ રોગનો ઉપદ્રવ બીજની સાથે અથવા જમીનમાં રહેલી રોગપ્રેરક ફૂગના બીજાણુ મારફત થાય છે. ગરમ તથા ભેજવાળું વાતાવરણ રોગને વધારે અનુકૂળ આવે છે. ધરુની અવસ્થાથી…
વધુ વાંચો >ઝીંઝણી
ઝીંઝણી : ઢાલપક્ષ (coleoptera) શ્રેણીનો કુકુજિડી કુળનો એક કીટક. વૈજ્ઞાનિક નામ Orzaphilus surinamensis છે. તેના વક્ષની બાજુની બંને ધાર પર કરવતના જેવા કાકર હોવાથી તે સૉ-ટુથેડ ગ્રેઇન બીટલ તરીકે ઓળખાય છે. સૌપ્રથમ 1767માં આ કીટક નોંધાયો. પુખ્ત કીટક બદામી રંગનો, સાંકડો, ચપટો અને 2થી 3 મિમી. લાંબો હોય છે. આ…
વધુ વાંચો >ટપકાંવાળી ઇયળ
ટપકાંવાળી ઇયળ : શ્રેણી રોમપક્ષ(Lepidoptera)ની ફૂદીની કેટલીક ઇયળાવસ્થાની જીવાત. કુળ નૉક્ટયુડી. આ જીવાત ભૂખરા રંગની સફેદ ધાબાવાળી અને કાળા માથાવાળી તથા શરીરે કાળાં અને બદામી રંગનાં ટપકાં ધરાવતી હોવાથી તે ટપકાંવાળી ઇયળ અથવા કાબરી ઇયળ અથવા પચરંગી ઇયળના નામે ઓળખાય છે. તેનો ઉપદ્રવ કપાસ અને ભીંડાના પાકમાં જોવા મળે છે.…
વધુ વાંચો >ટીંડોરીની ફૂદી
ટીંડોરીની ફૂદી : ઇયળ-અવસ્થા દરમિયાન ટીંડોરી, પરવળ, કારેલાં, કાકડી, દૂધી અને બીજાં કુકરબીટેસી કુળના વેલાવાળાં શાકભાજીના પાકમાં નુકસાન કરતી ફૂદી. Diaphenia indica એવું શાસ્ત્રીય નામ ધરાવતી આ ફૂદીનો સમાવેશ શ્રેણી રોમપક્ષ (Lepidoptera)ના pyrellididae કુળમાં કરવામાં આવે છે. આ ફૂદીની પાંખો દૂધિયા સફેદ રંગની અને પાંખોની કિનારી આછા તપખીરિયા રંગની હોય…
વધુ વાંચો >ટોચવેધક
ટોચવેધક : આ કીટકનું વૈજ્ઞાનિક નામ ટ્રાયપોરાઇઝા નિવેલા છે. તેનો સમાવેશ રોમપક્ષ (Lepidoptera) શ્રેણીના પાયરોસ્ટીડી કુળમાં થાય છે. શેરડીની આ એક અગત્યની જીવાત છે. તેનો ઉપદ્રવ શેરડી ઉગાડતા લગભગ દરેક રાજ્યમાં જોવા મળે છે. શેરડી ઉપરાંત કોઈ કોઈ રાજ્યમાં જુવાર ઉપર પણ આ જીવાત મળતી હોવાનું નોંધાયેલ છે. દક્ષિણ ગુજરાતમાં…
વધુ વાંચો >