કાયદાશાસ્ત્ર

મજૂર કાયદા

મજૂર કાયદા કારખાનાંઓ કે અન્ય પ્રકારના ઉત્પાદન-એકમોમાં કામ કરતા શ્રમિકોના ન્યાયોચિત અધિકારોને ધારાકીય પીઠબળ આપવાના હેતુથી પસાર કરવામાં આવેલા કાયદાઓ. આપણે આ કાયદાઓનો અભ્યાસ બે મુખ્ય વિભાગમાં કરીશું : (1) આઝાદી પૂર્વેના કાયદાઓ, (2) આઝાદી પછીના કાયદાઓ. 1. આઝાદી પૂર્વે પસાર કરવામાં આવેલા મજૂર–કાયદાઓ કામદારોને વળતર ચૂકવવા અંગેનો કાયદો, 1923…

વધુ વાંચો >

મજૂર પ્રવૃત્તિ

મજૂર પ્રવૃત્તિ : મજૂરોના સર્વાંગી વિકાસ માટેની પ્રવૃત્તિઓ. તેમાં તેમના પ્રશ્નોનું સંગઠિત રીતે નિરાકરણ લાવી શકાય તે માટે સ્થાપવામાં આવતાં મંડળોની પ્રવૃત્તિઓ તેમજ તેમના સામાજિક, ધાર્મિક વગેરે પ્રસંગોએ તથા વૃદ્ધાવસ્થામાં જ્યારે તેમની આવક બંધ થાય ત્યારે તેમના માટે હાથ ધરવામાં આવતી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. 1857માં રાણી વિક્ટોરિયા હિન્દુસ્તાનની સમ્રાજ્ઞી…

વધુ વાંચો >

મજૂર મહાજન સંઘ

મજૂર મહાજન સંઘ : ગાંધીવાદી વિચારસરણીને વરેલું અમદાવાદના મિલ-કામદારોનું સંગઠન. 1914થી મિલમાલિક અંબાલાલ સારાભાઈનાં મોટાં બહેન અનસૂયાબહેન મજૂરો અને તેમનાં કુટુંબીઓની સ્થિતિસુધારણા માટે પ્રયત્નશીલ હતાં. તેમના પ્રયત્નોમાં ગાંધીજીના મજૂર-વિષયક વિચારો – સિદ્ધાંતોનો રચનાત્મક અમલ જણાતો હતો. આ પ્રયત્નોને સંગઠિત રૂપ આપવાના હેતુથી 1920માં મજૂર મહાજન સંઘની સ્થાપના થઈ. 1920ના ફેબ્રુઆરી…

વધુ વાંચો >

મનાઈહુકમ

મનાઈહુકમ (injunction, stay) : અન્યાયી અથવા ગેરકાયદેસરનું કૃત્ય થતું અટકાવવા અથવા કાયદાની ર્દષ્ટિએ અયોગ્ય ગણાય તેવી ત્રુટિ કે ભૂલ યથાવત્ ચાલુ ન રહે તે માટે ન્યાયાલય દ્વારા આપેલ આજ્ઞા અથવા ચુકાદો. મનાઈહુકમ એ એક ન્યાયિક પ્રક્રિયા છે, જેના દ્વારા ન્યાયાલય કોઈ વ્યક્તિ કે નાગરિક દ્વારા થતા ગેરકાયદેસરના કૃત્યને અટકાવી શકે…

વધુ વાંચો >

મહારાજ લાયબલ કેસ

મહારાજ લાયબલ કેસ (ઈ. સ. 1861) : વલ્લભ સંપ્રદાયમાં પ્રવેશેલાં અનિષ્ટોમાંથી સર્જાયેલો અભૂતપૂર્વ બદનક્ષીનો મુકદ્દમો. આ સંપ્રદાયના ગુરુઓ તેમના અનુયાયીઓનાં વહેમ તથા અંધશ્રદ્ધાનો લાભ લઈ તેમની પાસેથી અઢળક નાણાં મેળવતા અને તેમની સ્ત્રીઓ સાથે વ્યભિચાર પણ કરતા. આ રીત સત્તરમા સૈકાથી ચાલી આવતી અને ઓગણીસમા સૈકામાં ચાલુ રહી હતી. કરસનદાસ…

વધુ વાંચો >

મહિલાઓ અને કાયદો

મહિલાઓ અને કાયદો : ભારતમાં મહિલાઓના ન્યાયોચિત અધિકારોને ધારાકીય માન્યતા આપવા ઘડવામાં આવેલા કાયદાઓ. સ્ત્રી અને પુરુષ વચ્ચે જીવવિજ્ઞાનની ર્દષ્ટિએ જે તફાવતો છે તેને કારણે તેઓ વચ્ચેના કાનૂની દરજ્જાઓમાં પણ ફેરફાર હોવાનો મત જૂના જમાનામાં ભારતમાં પ્રવર્તતો હતો. આદિ સમાજમાં અમુક સમયે સ્ત્રીઓનો દરજ્જો પુરુષથી ચડિયાતો હતો અને અમુક સમયે…

વધુ વાંચો >

માર્ટિન, રિચાર્ડ

માર્ટિન, રિચાર્ડ (જ. 1754, ડબ્લિન; અ. 1834) : આયર્લૅન્ડના કાનૂની નિષ્ણાત અને માનવતાપ્રેમી. તેમણે કેમ્બ્રિજ ખાતે અભ્યાસ કર્યો હતો. 1801થી 1826 દરમિયાન તેઓ ગાલ્વૅના પાર્લમેન્ટ-સભ્ય તરીકે રહ્યા અને તે સભ્યપદ દરમિયાન તેમણે પ્રાણીઓ પ્રત્યેનો હિંસક વર્તાવ ગેરકાયદે ઠરાવવાનું બિલ પેશ કર્યું. આ પ્રકારનો આ સર્વપ્રથમ કાયદો હતો. તેમના ખંતીલા પ્રયત્નો…

વધુ વાંચો >

માર્શલ, જૉન

માર્શલ, જૉન (જ. 24 સપ્ટેમ્બર 1755, પ્રિન્સ વિલિયમ પરગણું; અ. 7 જુલાઈ 1835, ફિલાડેલ્ફિયા) : અમેરિકાના વિખ્યાત ધારાશાસ્ત્રી, બંધારણીય કાયદાના નિષ્ણાત અને ભૂતપૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ. શરૂઆતનું શિક્ષણ પારિવારિક વાતાવરણમાં. થોડોક સમય દીક્ષિત પાદરીઓ પાસે ભણ્યા. દરમિયાન જ્યૉર્જ વૉશિંગટનની પડખે રહીને અમેરિકન ક્રાંતિયુદ્ધમાં ભાગ લીધો. 1780માં વર્જિનિયા રાજ્યની વિલિયમ અને મેરી…

વધુ વાંચો >

માર્શલ, થરગુડ

માર્શલ, થરગુડ (જ. 1908, બાલ્ટિમૉર, મૅરીલૅન્ડ, અમેરિકા; અ. 1993) : રંગભેદવિરોધી ન્યાયાધીશ. તેમણે લિંકન યુનિવર્સિટી ખાતે તેમજ હાર્વર્ડ યુનિવર્સિટી લૉ સ્કૂલ ખાતે અભ્યાસ કર્યો. તે પછી તેમણે ‘નૅશનલ ઍસોસિયેશન ફૉર ધી એડવાન્સમેન્ટ ઑવ્ કલર્ડ પીપલ’ (1936) માટે સક્રિયપણે કાર્ય કરવા માંડ્યું અને 1940માં તેના કાનૂની સ્ટાફના વડા નિયુક્ત થયા. એટર્ની…

વધુ વાંચો >

મિલકતનો કાયદો

મિલકતનો કાયદો સ્થાવર કે જંગમ મિલકતમાં રહેલ તેના માલિકના હિતનું રક્ષણ અને નિયમન કરવાના હેતુથી ઘડવામાં આવેલી ખાસ ધારાકીય જોગવાઈઓ. માનવ-ઇતિહાસના કયા તબક્કે ‘મિલકત’ કે ‘સંપત્તિ’નો વિચાર અસ્તિત્વમાં આવ્યો તે નિશ્ચિત રીતે કહી શકાય નહિ, પરંતુ પ્રાચીન શાસ્ત્રો અને પુરાણોમાં તેનો ઉલ્લેખ છે. ઘણા જૂના સમયથી માનવ જે કોઈ વસ્તુ…

વધુ વાંચો >