કનુ નાયક

ગોવડા, શીલા

ગોવડા, શીલા (જ. 1956, કર્ણાટક) : કર્ણાટકનાં ચિત્રકાર. બૅંગાલુરુની કેન સ્કૂલ ઑવ્ આર્ટમાં ચિત્રકલાનો અભ્યાસ કર્યો. ત્યારપછી વડોદરાની મ. સ. યુનિવર્સિટીમાં ફાઇનલ આર્ટના અભ્યાસ માટે જોડાયાં. ત્યાં સ્નાતક થઈ શાંતિનિકેતનમાં પોસ્ટ-ડિપ્લોમા માટે કર્ણાટકની લલિતકલા અકાદમીની શિષ્યવૃત્તિ લઈ આગળ અભ્યાસ કર્યો. 1983માં ‘નાટ્યવૃંદ’ અને ‘જનપદ’માં પણ કામ કર્યું. લંડનની રૉયલ કૉલેજ…

વધુ વાંચો >

ગૌડ, લક્ષ્મા

ગૌડ, લક્ષ્મા (જ. 21 ઑગસ્ટ 1940, નિઝામપુર) : હૈદરાબાદના ચિત્રકલાકાર. હૈદરાબાદની સરકારી કૉલેજમાંથી ડ્રૉઇંગ અને પેઇન્ટિંગનો ડિપ્લોમા મેળવ્યો. વડોદરાની મ. સ. યુનિવર્સિટીમાં ભીંતચિત્રકલાના વધુ અભ્યાસ માટે સ્થાનિક લલિત કલા અકાદમીએ શિષ્યવૃત્તિ આપી. દિલ્હી, મુંબઈ અને બૅંગાલુરુમાં 1991 સુધીમાં 9 પ્રદર્શનો યોજી ચૂક્યા છે. પશ્ચિમ જર્મની અને લંડનમાં પણ એકલ પ્રદર્શનો…

વધુ વાંચો >

ગૌરીશંકર પેન્ડમ

ગૌરીશંકર પેન્ડમ (જ. 1936, હૈદરાબાદ) : ચિત્રકાર અને ગ્રાફિક આર્ટિસ્ટ તરીકે હૈદરાબાદના આગળ પડતા કલાકાર. તેમણે મુંબઈ તથા હૈદરાબાદના ફાઇન આર્ટના ડિપ્લોમા મેળવેલા છે. વ્યાખ્યાતા તરીકે કૉલેજ ઑવ્ ફાઇન આર્ટ્સ ઍન્ડ આર્કિટેક્ચર, હૈદરાબાદમાં સેવા આપી. મ. સ. યુનિવર્સિટીમાંથી ગ્રાફિકમાં નિપુણતા મેળવી. 1978 સુધીમાં તેમનાં છ એકલ પ્રદર્શનો હૈદરાબાદમાં અને બે…

વધુ વાંચો >

ગ્રુનવૉલ્ડ મેથીસ નીધર્ડ-ગોધર્ડ

ગ્રુનવૉલ્ડ મેથીસ નીધર્ડ-ગોધર્ડ (જ. 1475, વુઝબર્ગ, બવેરિયા; અ. 31 ઑગસ્ટ 1528, હૅલે, આર્કબિશ પ્રોઇક ઑવ્ મૅગ્ડેબર્ગ) : જર્મન રેનેસાંસ ચિત્રકાર. તેમને એલઝાસમાં સ્કોન્ગૌરની શૈલીની તાલીમ મળી અને જર્મનીમાં સર્વત્ર ફરવાનું મળ્યું. ઇસેનહેઇમ, સેલીજનસ્ટાડ, આશફનબુર્ગ અને માયન્ટ્સમાં ઇલેક્ટરના હાથ નીચે દરબારી ચિત્રો કરવામાં તેમના જીવનનાં ઘણાં વર્ષો ગયાં. ઇસેનહેઇમના ઉચ્ચ ઑલ્ટરનાં…

વધુ વાંચો >

ગ્રેકો, એલ

ગ્રેકો, એલ (જ. 1 ઑક્ટોબર 1541, ક્રીટ ટાપુ, ગ્રીસ; અ. 7 એપ્રિલ 1614, ટોલેડો, સ્પેન) : સ્પૅનિશ બારોક ચિત્રકાર. પોતાનું વતન ગ્રીસમાં ક્રીટ ટાપુ ખાતે હતું જ્યાં ચિત્રકલાની તાલીમ લીધી. મૂળ નામ ડોમેનિકોસ થિયોટોકોપુલોસ. સોળમી સદીની બાયઝૅન્ટાઇન કલા ક્રીટમાં અસ્તિત્વમાં હતી. વધુ અભ્યાસ વેનિસમાં કર્યો. પછી મૃત્યુ પર્યંત ટૉલેડો(સ્પેન)માં રહ્યા.…

વધુ વાંચો >

જાકૉમેત્તી, આલ્બર્ટો

જાકૉમેત્તી, આલ્બર્ટો (જ. 10 ઑક્ટોબર 1901, સ્ટામ્પા, સ્વિટ્ઝર્લૅન્ડ; અ. 11 જાન્યુઆરી 1966) : સ્વિસ શિલ્પકાર તથા ચિત્રકાર. તેમના પિતા જોવાની (1868–1933) પ્રભાવશાળી ચિત્રકાર અને ભત્રીજો ઑગસ્ટો પણ ચિત્રકાર હતા. જિનીવા સ્કૂલ ઑવ્ આર્ટ અને ક્રાફ્ટમાં કલાશિક્ષણ લીધા પછી પૅરિસમાં બોરદેલના હાથ નીચે કલાશિક્ષણ લીધું. તેમની કલામાં આદિવાસી કલાનાં તત્વો તથા…

વધુ વાંચો >

જોતો ડી બોન્દોને

જોતો ડી બોન્દોને (Giotto de Boundone) (જ. 1266; અ. 1337) : ઇટાલિયન ચિત્રકાર અને સ્થપતિ. જોતો અને તેમના ગુરુ ચિમાબુઆ (Cimabua) બંને અદ્યતન કલાના અગ્રયાયી ગણાયા છે. ઇટાલોબાઇઝૅન્ટાઇનની ચીલાચાલુ શૈલીમાંથી તેમણે માનવ-આકૃતિને મુક્ત કરી. તેને મહત્તમ શિલ્પમય ઘનતા અને સ્વાભાવિકતા આપી. શ્યોમાં કલ્પના અને અનુભૂતિને પ્રાધાન્ય આપ્યું. ફ્લૉરેન્ટાઇન ચિત્રકળાના તેઓ…

વધુ વાંચો >

માઇકલૅન્જેલો, બુઑનારૉતી

માઇકલૅન્જેલો, બુઑનારૉતી (જ. 1475, કૅપ્રિસ, ઇટાલી; અ. 18 ફેબ્રુઆરી 1564, રોમ, ઇટાલી) : યુરોપના મહાન શિલ્પી, સ્થપતિ, ચિત્રકાર અને કવિ. રેનેસાંસ કાળની કળાના ટોચના 3 કળાકારોમાં લિયોનાર્દો દ વિન્ચી અને રફાયેલની સાથે તેમનું સ્થાન છે. યુરોપની કળા પર માઇકલૅન્જેલોની અસર રેનેસાંસ પછી મૅનરિઝમ અને બરોક શૈલીઓ ઉપર એટલી પ્રભાવક રહી…

વધુ વાંચો >

માતિસ, હેન્રી

માતિસ, હેન્રી (જ. 31 ડિસેમ્બર 1869, લચેતો, ફ્રાન્સ; અ. 3 નવેમ્બર 1954, નાઇસ) : ફ્રેંચ કલાકાર. ઘનવાદના પ્રચાર પહેલાં ફોવિઝમના પ્રણેતા. પૅરિસમાં કાયદાનો અભ્યાસ કર્યો. પછી વકીલને ત્યાં કારકુન તરીકે કામગીરી બજાવી. ચિત્રકલાનો રસ અને નાદ તેમને તેમની વીસીનાં વર્ષોમાં આકસ્મિક રીતે જાગ્યો. 1892માં પૅરિસમાં પહેલા આકાદેમી જુલિયનમાં અને પછી…

વધુ વાંચો >

માર્તીની, સિમૉન

માર્તીની, સિમૉન (જ. 1284, સિયેન, ઇટાલી; અ. 1344, ઍવિગ્નૉન, ફ્રાન્સ) : ઇટાલીના ગૉથિક શૈલીના ચિત્રકાર. ઇટાલીના સિયેન નગરના મહાન ગૉથિક ચિત્રકાર ડુચિયો પાસે તાલીમ લઈ તેમણે ગૉથિક ચિત્રકલાની સિયેનીઝ શૈલીના વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું. ડુચિયોની માફક માર્તીનીનાં ચિત્રોમાં તેજસ્વી રંગો અને માનવ-આકૃતિઓની પશ્ચાદભૂમાં સ્થાપત્યોનાં આલેખનો નજરે પડે છે. ગૉથિક ચિત્રકલાની…

વધુ વાંચો >