કનુ નાયક

મીરો, જોન

મીરો, જોન (જ. 20 એપ્રિલ 1893, આધુનિક બાર્સિલોના, સ્પેન; અ. 25 ડિસેમ્બર 1983, મર્જોસ્કા, સ્પેન) : સ્પૅનિશ પરાવાસ્તવવાદી (Surrealist) ચિત્રકાર. કારકિર્દીનો પ્રારંભ કર્યો કારકુન તરીકે, પણ તેમાં નિષ્ફળતા મળી. તે પછી તેમણે પૅરિસ તથા બાર્સિલોનાની કલાશાળામાં અને કૅલી અકાદમીમાં તાલીમ લીધી. 1920 દરમિયાન તેઓ પરાવાસ્તવવાદના સંપર્કમાં આવ્યા અને એ શૈલીના…

વધુ વાંચો >

મુંક, એડ્વર્ડ

મુંક, એડ્વર્ડ (Munch, Edward) (જ. 12 ડિસેમ્બર 1863, લૉટન, નૉર્વે; અ. 23 જાન્યુઆરી 1944, એકેલી, ન્યૂ ઑસ્લો) : નૉર્વેના ચિત્રકાર. ઑસ્લોમાં અભ્યાસ. પ્રારંભિક ચિત્રકામ પર તેમના મિત્ર ક્રિશ્ચિયન ક્રૉગની અસર પડી હતી. તેમાં સામાજિક વાસ્તવિકતાનું પ્રતિબિંબ હતું. પૅરિસ અને બર્લિનનાં સામયિકોમાં તેમની મુદ્રણક્ષમ કલા (graphics) વધુ જાણીતી થયેલી. જર્મન અભિવ્યક્તિવાદની…

વધુ વાંચો >

મોદિલ્યાની, આમેદિયો

મોદિલ્યાની, આમેદિયો (Modigliani, Amedio) (જ. 1884, લેગહૉર્ન; અ. 1920) : ઇટાલિયન યહૂદી વંશના ચિત્રકાર, શિલ્પકાર અને સૂત્રગ્રાહી (draughtsman). વેનિસ અને ફ્લૉરેન્સમાં અભ્યાસ કરી પૅરિસમાં સ્થાયી થયા (1906). તેમણે કલામાં જે મેળવ્યું તેમાં ઇટાલિયન પરંપરાનો ફાળો તો ખરો જ, પણ ટુલોઝ લુટ્રેક, સેઝાં અને પિકાસો જેવા, કલાકારો ઉપરાંત આફ્રિકન શિલ્પોના પ્રભાવનો…

વધુ વાંચો >

મૉને, ક્લૉદ

મૉને, ક્લૉદ (Monet, Claude) (જ. 14 નવેમ્બર 1840, પૅરિસ; અ. 5 ડિસેમ્બર 1926, ફ્રાન્સ) :  ફ્રેન્ચ ઇમ્પ્રેશનિસ્ટ ચિત્રકાર. લેહેવરમાં ભણ્યા. 1858માં તેમને બોદીં મળ્યા, જેમણે તેમને નિસર્ગ-ચિત્ર તરફ વાળ્યા. હવામાનના-વાતાવરણના સંદર્ભમાં ચિત્રો કરવાનાં શરૂ કર્યાં. આવું પ્રથમ ચિત્ર ‘સીન એસ્ચુઅરી’ લોકાદર પામ્યું. તેમાં નિસર્ગના છાયાભેદ પકડવાના ર્દષ્ટિભ્રમે મુખ્ય ભાગ ભજવ્યો…

વધુ વાંચો >

શેઠ ચીમનલાલ નગીનદાસ કલા મહાવિદ્યાલય (શેઠ સી. એન. કૉલેજ ઑવ્ ફાઇન આર્ટ્સ)

શેઠ ચીમનલાલ નગીનદાસ કલા મહાવિદ્યાલય (શેઠ સી. એન. કૉલેજ ઑવ્ ફાઇન આર્ટ્સ) : અમદાવાદમાં ચિત્ર, શિલ્પ અને કલાશિક્ષકોને તાલીમ આપતી કલાશાળા. ચીમનલાલ શેઠે 1912માં છાત્રાલયની સ્થાપના કરેલી. ત્યારપછી 1926માં શાળાની સ્થાપનાથી શરૂઆત કરીને સંસ્થાએ માનવજીવનને ઉપયોગી એવા શૈક્ષણિક, ભાવાત્મક, વ્યવહારુ અને કલાવિષયક અભ્યાસક્રમોનો વિકાસ કરવાનું ચાલુ રાખેલું. હાલ વિદ્યાલય (હાઈસ્કૂલ),…

વધુ વાંચો >

સેઝાં પૉલ

સેઝાં, પૉલ – [જ. 19 જાન્યુઆરી 1839, આઇ–એં–પ્રોવાન્સ (Aix-en-Provence), ફ્રાન્સ; અ. 22 ઑક્ટોબર 1906, આઇ–એં–પ્રોવાન્સ, ફ્રાન્સ] : સમગ્ર આધુનિક ચિત્રકલા અને શિલ્પકલાને દિશાસૂચન કરનાર પ્રભાવવાદી-ઘનવાદી ફ્રેન્ચ ચિત્રકાર. વીસમી સદીની કલાના તેઓ પિતામહ ગણાય છે. એમણે મુખ્યત્વે ચાર પ્રકારે ચિત્રસર્જન કર્યું છે : 1. નિસર્ગચિત્રો (landscapes); 2. નિસર્ગમાં વિહરતાં નગ્ન સ્ત્રી-પુરુષોનાં…

વધુ વાંચો >

સ્વત:વાદ (automatism)

સ્વત:વાદ (automatism) : કલામાં પ્રચલિત એક વિચારધારા. આન્દ્રે બ્રેતોં(Andre Breton)એ 1924માં અતિવાસ્તવવાદ–અતિયથાર્થવાદ કે પરાવાસ્તવવાદ(surrealism)ના પ્રચારાર્થે પોતાનું જાહેરનામું બહાર પાડ્યું. આ વિચારધારાની અંતર્ગત સ્વત:વાદ (automatism) વિચારપ્રણાલીને પુષ્ટિ મળી. ‘દાદાવાદ’ના મૃત્યુ પછી આ વાદને અનુસરવાનું કેટલાક કલાકારોએ યથાર્થ માન્યું. ‘દાદાવાદ’માં જે ભંજકવૃત્તિવાળા વિચાર હતા તથા ચીલાચાલુ કલાપ્રણાલીનો નિષેધ કરવો તેવી વૃત્તિ હતી. …

વધુ વાંચો >

હલદાર અસિતકુમાર

હલદાર, અસિતકુમાર (જ. 1890; અ. 1962) : કોલકાતાના બંગાળ શૈલીના ભારતીય ચિત્રકાર. ભારતીય પુનરુત્થાન શૈલીના પ્રણેતા. તેમને દાદા રાખાલદાસ તથા પિતા સુકુમાર હલદાર તરફથી કલાની પ્રેરણાઓ મળતી રહી, એટલે 14 વર્ષની ઉંમરે શાળાનો અભ્યાસ જતો કરી કોલકાતા ખાતેની ‘ગવર્નમેન્ટ સ્કૂલ ઑવ્ આર્ટ’માં કલાનો અભ્યાસ શરૂ કર્યો. અહીં અબનીન્દ્રનાથ ટાગોર તેમના…

વધુ વાંચો >