ઔષધશાસ્ત્ર

રેડિયો સમસ્થાનિકોનો ઔષધીય ઉપયોગ

રેડિયો સમસ્થાનિકોનો ઔષધીય ઉપયોગ વિકિરણધર્મી (radioactive) સમસ્થાનિકો(isotopes)નો નિદાન તથા રોગના ઉપચાર માટે ઉપયોગ. કુદરતનાં મળી આવતાં કેટલાંક તત્વો વિકિરણધર્મી ગુણ ધરાવતાં જોવા મળે છે; દા.ત., રેડિયમ. આવાં તત્વોના પરમાણુઓ α (આલ્ફા), β (બીટા) કે γ (ગૅમા)  કિરણોનું ઉત્સર્જન કરે છે. α કણો એ હીલિયમના નાભિકો છે અને બે એકમ વીજભાર…

વધુ વાંચો >

લીવોડોપા

લીવોડોપા : પાર્કિન્સનના રોગમાં સારવાર રૂપ વપરાતું પ્રતિદુશ્ચલન (antidyskinetic) ઔષધ. તેને સામાન્ય રીતે ડીકાર્બૉક્સિલેઝ નામના ઉત્સેચકના પરિઘવર્તી અવદાબક(કાર્બીડોપા)ની સાથે અપાય છે. જેથી કરીને મગજમાં પ્રવેશતા લીવોડોપાનું પ્રમાણ ઊંચું અને ચિકિત્સીય ઉપયોગિતા ધરાવતું હોય. વળી પરિઘવર્તી ડિકાર્બૉક્સિલેશનની પ્રક્રિયાથી લીવોડોપામાંથી ડોપામિન બને છે; જે ઊબકા, ઊલટી અને લોહીનું ઘટતું દબાણ જેવી અન્ય…

વધુ વાંચો >

લોકનાથ-રસ

લોકનાથ-રસ : ક્ષય અને સૂતિકારોગની રામબાણ ઔષધિ. તેની નિર્માણવિધિનો નિર્દેશ શાર્ઙ્ગધર સંહિતા અને ‘રસતંત્રસાર’- (ભાગ 1)માં અપાયો છે. નિર્માણવિધિ : શુદ્ધ (બુભુક્ષિત) પારો 20 ગ્રામ, શુદ્ધ ગંધક 20 ગ્રામ એક ખરલમાં મિશ્ર કરી, તેને ઘૂંટીને કજ્જલી કરવામાં આવે છે. પછી 80 ગ્રામ શુદ્ધ પીળી કોડીઓ લઈ, તેમાં તૈયાર કજ્જલી ભરવામાં…

વધુ વાંચો >

વનસ્પતિજન્ય ઔષધો

વનસ્પતિજન્ય ઔષધો : વનસ્પતિમાંથી પ્રાપ્ત થતાં ઔષધો. ભારતના પ્રાચીન ગ્રંથ રામાયણમાં લંકાના સુષેણ વૈદે લક્ષ્મણની મૂર્ચ્છાવસ્થા હનુમાન દ્વારા હિમાલય પર થતી ‘સંજીવની’ છોડની ઔષધિ દ્વારા મટાડ્યાનો ઉલ્લેખ છે. અમેરિકાનાં મૂળ વતની ઇન્ડિયનો વિલો વૃક્ષની છાલનો ઉકાળો પિવડાવીને તાવ ઓછો કરી યા મટાડી શકતા હતા. ફ્રેન્ચ લોકો એ જાણીને આશ્ર્ચર્ય પામ્યા…

વધુ વાંચો >

વસંતકુસુમાકર રસ (સુવર્ણયુક્ત)

વસંતકુસુમાકર રસ (સુવર્ણયુક્ત) : સપ્તધાતુવર્ધક ઉત્તમ ફલપ્રદ, આયુર્વેદિક રસાયન-ઔષધિ. આયુર્વેદના ગ્રંથોમાં ‘વસંતકુસુમાકર રસ’નો પ્રથમ પાઠ શાર્ઙ્ગધર સંહિતામાં આપેલ છે; પરંતુ આ પાઠ મુજબની ઔષધિ વૈદ્યોમાં હાલ પ્રચલિત નથી. હાલમાં વૈદ્યો ‘રસયોગ સાગર’, ‘રસરાજ સુંદર’, ‘રસતંત્રસાર’ તથા એવા અન્ય મહત્વના રસ-ગ્રંથોમાં આપેલ પાઠ મુજબ આ ઔષધિ તૈયાર કરી વાપરે છે. મોટાભાગની…

વધુ વાંચો >

વિભ્રામકો (hallucinogens)

વિભ્રામકો (hallucinogens) : હકીકતમાં ભારે વિકૃતિ પેદા કરી મનમાં ભ્રમ, પ્રલાપ (ચિત્તવિપર્યય, delirium), સ્મૃતિલોપ (amnesia), તેમજ દિશા, સમય અને સ્થળની સમજ અંગે ગૂંચવણ ઊભી કરતાં રસાયણો કે ઔષધો. વિભ્રમ (hallucination) શબ્દ લૅટિન ‘alucinari’ ઉપરથી ઉદ્ભવ્યો છે, જેનો અર્થ મનમાં જ ભમવું એવો થાય. તે કોઈ પણ સાચી સંવેદી-ઉત્તેજના વિના તેની…

વધુ વાંચો >

વેઇન, જ્હૉન રૉબર્ટ

વેઇન, જ્હૉન રૉબર્ટ (જ. 29 માર્ચ 1927, વૉર્સેસ્ટરશાયર, ઇંગ્લૅન્ડ) : 1982નું શરીરક્રિયાત્મક તથા ઔષધવિજ્ઞાન અંગેનું નોબેલ પારિતોષિક સુને બર્ગસ્ટ્રૉમ તથા બૅંગ્ટ ઇગ્માર સૅમ્યુઅલસન સાથે સંયુક્ત રૂપે મેળવનાર અંગ્રેજ જૈવવિજ્ઞાની. તેમણે પ્રોસ્ટેગ્લૅન્ડિન્સ અને તેને સંલગ્ન જૈવિક રીતે સક્રિય દ્રવ્યોની શોધ કરી, જેને કારણે તેમને આ સન્માન પ્રાપ્ત થયું હતું. બર્મિંગહામ યુનિવર્સિટીમાંથી…

વધુ વાંચો >

વૅગ્નર, જુલિયસ જૌરેગ

વૅગ્નર, જુલિયસ જૌરેગ (જ. 7 માર્ચ 1857, વેલ્સ, ઑસ્ટ્રિયા; અ. 27 સપ્ટેમ્બર 1940, વિયેના) : ઑસ્ટ્રિયન મનોચિકિત્સક તથા ચેતાતંત્ર-વિજ્ઞાની. મૂળ નામ જુલિયન વૅગ્નર રીટ્ટર. તેમણે ઉપદંશ (syphilis) નામના રોગમાં થતી મનોભ્રંશી સ્નાયુઘાતતા (dementia paralytica) નામની આનુષંગિક તકલીફમાં મલેરિયા કરતા સૂક્ષ્મજીવોને શરીરમાં પ્રવેશ આપીને સફળ સારાવાર થઈ શકે છે તેવું દર્શાવ્યું…

વધુ વાંચો >

શરપુંખો

શરપુંખો : ઔષધિજ વનસ્પતિ. પરિચય : ગુજરાતમાં અમદાવાદ, વાપી-વલસાડ, દમણગંગા તથા અન્ય અનેક સ્થળોએ, શરપુંખો કે શરપંખો જેને સંસ્કૃતમાં शरपुंख હિન્દીમાં शरफोंका અને ગુજરાતી લોકભાષામાં ઘોડાકુન અથવા ઘોડાકાનો કહે છે, તે ખૂબ થાય છે. આ વનસ્પતિ આયુર્વેદમાં યકૃત(લીવર)નાં દર્દોમાં એક રામબાણ ઔષધિ રૂપે વખણાય છે. આ વનસ્પતિ વર્ષાયુ, 0.4572 મી.થી…

વધુ વાંચો >

શંખવટી

શંખવટી : પેટનાં દર્દો અને ખાસ કરી પાચનનાં દર્દો માટેની ખૂબ પ્રસિદ્ધ આયુર્વેદિક ઔષધિ. નિર્માણવિધિ : આમલીનો ક્ષાર  40 ગ્રામ, પંચલવણ [સિંધવ, સંચળ, બીડલૂણ, વરાગડું (સાંભર) મીઠું અને સમુદ્રી (ઘેસથું) મીઠું] 40 ગ્રામ લઈ એક ખરલમાં મિશ્ર કરી, તેમાં 200 ગ્રામ લીંબુનો રસ નાંખી, ઘૂંટવામાં આવે છે. પછી તેમાં 40…

વધુ વાંચો >