એરચ મા. બલસારા

ગૅલિલિયો ગૅલિલી (Galileo Galieli)

ગૅલિલિયો ગૅલિલી (Galileo Galieli) (જ. 15 ફેબ્રુઆરી 1564, પીઝા, ઇટાલી; અ. 8 જાન્યુઆરી 1642, ફ્લૉરેન્સ નજીક આર્સેત્રી) : પ્રયોગપદ્ધતિના સ્થાપક તરીકે ઓળખાતા ઇટાલીના ગણિતશાસ્ત્રી, ખગોળવેત્તા અને ભૌતિકશાસ્ત્રી. પિતા સંગીતકાર ગૅલિલી વિન્સેન્ઝો. પ્રાથમિક શિક્ષણ ફ્લૉરેન્સ નજીકના મઠ(monastery)માં લઈ 1581માં પીઝા યુનિવર્સિટીમાં તબીબી વિદ્યાર્થી તરીકે જોડાઈ, ગણિતમાં રસ પડવાથી 1585માં ડિગ્રી પ્રાપ્ત…

વધુ વાંચો >

ગોલક વીજ

ગોલક વીજ (ball or globe lightning) : હવામાં કેટલાક સેન્ટિમીટર વ્યાસવાળા પ્રદીપ્ત (luminous) ગોળા-સ્વરૂપે ઉદભવતી એક ઘટના. સામાન્યત: તે ગાજવીજ સાથેના વાવાઝોડા (thunder-storm) દરમિયાન જમીનની નજીક ઉદભવે છે અને ગોળો લાલ, નારંગી કે પીળા રંગનો જણાય છે. ગોલક વીજ ઉદભવે ત્યારે ઘણી વાર તેની સાથે એક સિસકારો (hissing sound) તથા…

વધુ વાંચો >

ગ્લૅશો, શેલ્ડન એલ.

ગ્લૅશો, શેલ્ડન એલ. (જ. 5 ડિસેમ્બર 1932, ન્યૂયૉર્ક, મેનહટન, યુ.એસ.) : વિદ્યુત્-ચુંબકત્વ અને મંદ-ન્યૂક્લિયર આંતરક્રિયાના એકીકૃત (unified) વાદ(QCD)ના રચયિતા અમેરિકન ભૌતિકવિજ્ઞાની અને સ્ટીવન વિનબર્ગ તથા અબ્દુસ સલામ સાથે 1979ના નોબેલ પુરસ્કારના સહવિજેતા. તેમના પિતાનું નામ લેવિસ ગ્લાશો અને માતાનું નામ બેલાની રૂબિન હતું. તે યહૂદી હતાં. ગઈ સદીના આરંભે રશિયાથી…

વધુ વાંચો >

ગ્લૅસર, ડોનાલ્ડ આર્થર

ગ્લૅસર, ડોનાલ્ડ આર્થર(Glacer, Donald Arthur) (જ. 21 સપ્ટેમ્બર 1926, ક્લીવલૅન્ડ, ઓહાયો, યુ. એસ.; અ. 28 ફેબ્રુઆરી 2013 બર્કલી, કેલિફોર્નિયા) : નોબેલ પુરસ્કાર વિજેતા અમેરિકન ભૌતિકશાસ્ત્રી. ચેતાજીવવિજ્ઞાની અને બબલ ચેમ્બરના શોધક. અવપારમાણ્વિક (subatomic) કણોની વર્તણૂકના અવલોકનમાં વપરાતા, ‘બબલ ચેમ્બર’ નામના સંશોધન-ઉપકરણની શોધ માટે તેમને ચોત્રીસ વર્ષની યુવાન વયે 1960નો ભૌતિકશાસ્ત્ર વિષયનો…

વધુ વાંચો >

ઘનતા (density)

ઘનતા (density) : પદાર્થના એકમ કદ(volume)માં રહેલું દ્રવ્ય (matter) કે દળ (mass). પદાર્થના દળને તેના કદ વડે ભાગવાથી ઘનતાનું મૂલ્ય મળે છે. તેથી ઘનતા માટેનું સૂત્ર : ઘનતાના આ મૂલ્યને નિરપેક્ષ ઘનતા (absolute density) કહે છે. કોઈ પદાર્થની સાપેક્ષે મેળવવામાં આવતી ઘનતાને સાપેક્ષ ઘનતા (relative density) કહે છે. S. I.…

વધુ વાંચો >

ઘનતામાપકો

ઘનતામાપકો : અન્ય પદાર્થોથી ખનિજની ભિન્નતા દર્શાવતો ભૌતિક ગુણધર્મ તે ઘનતા. તેનું માપ કરનાર ઉપકરણો તે ઘનતામાપકો. કોઈ નિયમિત આકારના પદાર્થનું દળ ભૌતિક તુલા (physical balance) અથવા કમાન કાંટા (spring balance) વડે નક્કી કરવામાં આવે છે. આકારને અનુરૂપ નિશ્ચિત ગણિતીય સૂત્રનો ઉપયોગ કરીને કદ શોધવામાં આવે છે. દળને કદ વડે…

વધુ વાંચો >

ઘન દ્રાવણ (solid solution)

ઘન દ્રાવણ (solid solution) : બે કે વધુ પદાર્થોનું આણ્વિક કક્ષાએ એકબીજા સાથે મિશ્રણ કરતાં ઉદભવતો નવો ઘન પદાર્થ. સ્ફટિકરચનામાં એક ઘટકના પરમાણુઓ, આયનો કે અણુઓ, સામાન્યત: બીજા ઘટકના લૅટિસ સ્થાનમાં ગોઠવાયેલા હોય છે. અમુક મિશ્રધાતુઓ (alloys) એક ધાતુનું બીજી ધાતુમાં આવેલું મિશ્રણ છે. સમરૂપી ક્ષારો (isomorphic salts) પણ કેટલીક…

વધુ વાંચો >

ઘસારો (wear)

ઘસારો (wear) : સરકવાની પ્રક્રિયાને કારણે ઘન સપાટીમાંથી થતું દ્રવ્યનું ખવાણ. મોટરકાર, વૉશિંગ મશીન, ટેપરેકર્ડર, કૅમેરા, કપડાં વગેરે નકામાં બની જવાનું આ મુખ્ય કારણ છે. ઘસારાની ઘટનાના થોડાક ઉપયોગ છે પરંતુ મહદંશે તે એક અનિષ્ટ છે અને તેની અસરો નિવારવા માટે મોટા પ્રમાણમાં માનવશક્તિ અને દ્રવ્યશક્તિ વેડફાઈ જાય છે. ઘણાંબધાં…

વધુ વાંચો >

ઘુમરિયો પ્રવાહ (eddy current)

ઘુમરિયો પ્રવાહ (eddy current) : ચુંબકીય ક્ષેત્રમાં કોઈ ધાતુ પરિભ્રમણ કરે અથવા તેને વર્તુળાકાર (circular) ચુંબકીય ક્ષેત્રમાં રાખવામાં આવે ત્યારે તેમાં ઉદભવતો પ્રેરિત વિદ્યુતપ્રવાહ (induced current). ધાતુને ચુંબકીય ક્ષેત્રમાં ઘુમાવવામાં આવે અથવા ચુંબકીય ક્ષેત્ર ઘૂમતું હોય ત્યારે આવા વિદ્યુતપ્રવાહનું પ્રેરણ થતું હોવાથી તેને ઘુમરિયો પ્રવાહ કહે છે. તેનો ખ્યાલ નીચેના…

વધુ વાંચો >

ચક્રવાયુસ્તંભ (tornado)

ચક્રવાયુસ્તંભ (tornado) : ખૂબ જ નીચા દબાણવાળા કેન્દ્રની આસપાસ પ્રચંડ ઝડપથી ઘૂમતો, 10થી 100 મી. વ્યાસના ભૂખરાથી કાળા રંગના ઊંચા સ્તંભ જેવો ભ્રમિલ(vortex)પવન. જો તે નાનો હોય તો તેને વંટોળિયો (whirlwind) કહે છે. જો તે સરોવર કે દરિયા ઉપરથી ઉદભવે કે પસાર થાય તો તેને જલસ્તંભ (waterspout) કહે છે. નીચે…

વધુ વાંચો >