ઊડિયા સાહિત્ય

ઉદગાતા, ગોવિંદચંદ્ર

ઉદગાતા, ગોવિંદચંદ્ર (જ. 1920, બાલાંગીર, ઓરિસા) : ઊડિયા ભાષાના વિદ્વાન, સમાલોચક અને અનુવાદક. તેમને સાહિત્યિક સમાલોચનાની કૃતિ ‘કાવ્યશિલ્પી ગંગાધર’ માટે કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1995ના વર્ષનો એવૉર્ડ મળ્યો છે. તેમની શૈક્ષણિક કારકિર્દી અત્યંત તેજસ્વી હતી. ઓરિસાની ઉત્કલ યુનિવર્સિટીમાંથી ઊડિયા તેમજ સંસ્કૃતમાં એમ.એ.ની ડિગ્રી મેળવી. રાજ્યની જુદી જુદી કૉલેજોમાં ઊડિયા સાહિત્ય વિશે…

વધુ વાંચો >

ઊડિયા ભાષા અને સાહિત્ય

ઊડિયા ભાષા અને સાહિત્ય ઊડિયા ભારતની પ્રાચીન ભાષાઓમાંની એક છે. ભારતીય આર્યકુળની આ ભાષા માગધી પ્રાકૃત પરથી ઊતરી આવેલી છે. ઓરિસા ઉપરાંત બિહાર, બંગાળ, મધ્યપ્રદેશ અને આંધ્રના કેટલાક વિસ્તારોમાં આ ભાષા અત્યારે આશરે ત્રણ કરોડ જેટલા લોકો બોલે છે. ભરતનું ‘નાટ્યશાસ્ત્ર’ (ઈ. પૂ. બીજી સદી) અને માર્કંડેયનું ‘પ્રાકૃતસર્વસ્વ’ જેવા ભારતના…

વધુ વાંચો >

ઊર્મિલા (પંદરમી સદી)

ઊર્મિલા (પંદરમી સદી) : મધ્યકાલીન ઊડિયા કાવ્ય. પંદરમી સદીના ભક્તકવિ લક્ષણ મહાંતિનું આ કાવ્ય એટલા માટે જુદું તરી આવે છે કે મધ્યકાલીન ભારતીય કવિતામાં રામાયણમાંથી કથાનક લઈને અનેક કાવ્યો રચાયાં છે, પણ એ કાવ્યોમાં લક્ષ્મણની પત્ની ઊર્મિલાને નાયિકાપદે સ્થાપીને એને જ કેન્દ્રમાં રાખી રચેલું કાવ્ય અન્ય કોઈ ભારતીય ભાષાના મધ્યકાલીન…

વધુ વાંચો >

ઓ અંધા ગલી (1979)

ઓ અંધા ગલી (1979) : ઊડિયા વાર્તાસંગ્રહ. અખિલમોહન પટનાયક(1927; 1982)ના આ ટૂંકી વાર્તાના સંગ્રહને 1981માં કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો હતો. અખિલમોહને વકીલાતના વ્યવસાયની સાથોસાથ રાજકારણમાં ઊંડો અને સક્રિય રસ લીધો હતો. અનેક આંદોલનો ચલાવવા બદલ સ્વાતંત્ર્યોત્તર કાળમાં જેલવાસ પણ ભોગવ્યો હતો. એથી જ કદાચ સોળ ટૂંકી વાર્તાઓના આ સંગ્રહની…

વધુ વાંચો >

કાંચી કાવેરી (1880)

કાંચી કાવેરી (1880) : રામશંકર રાયાનું ઊડિયા નાટક. એમાં કાંચીના રાજાની પુત્રીની વાત છે. જગન્નાથની રથયાત્રા વખતે ચાંડાલ રાજા પુરુષોત્તમ કાંચી રાજાની પુત્રીને જુએ છે અને પછી માગું મોકલે છે ત્યારે કાંચીનરેશ એમ કહીને એનો તિરસ્કાર કરે છે કે પુરુષોત્તમ દેવ ચાંડાલ છે; એને કન્યા શી રીતે સોંપાય ? આથી…

વધુ વાંચો >

કાંટા ઓ ફૂલ (1958)

કાંટા ઓ ફૂલ (1958) : (કાંટા અને ફૂલ) ગોદાવરીશ મહાપાત્રનો અર્વાચીન ઊડિયા કાવ્યસંગ્રહ. આ સંગ્રહની કવિતા રંગદર્શી હોવા છતાં એમાં કવિનો ઉત્કટ રાષ્ટ્રપ્રેમ સુચારુ રીતે વ્યક્ત થયો છે. એમણે મોટેભાગે બોલાતી ભાષાનો અને લોકબોલીનો ઉપયોગ કર્યો છે. જોકે, એમાંની મોટાભાગની કવિતા વ્યંગપૂર્ણ છે. વ્યંગોક્તિઓ દ્વારા કવિએ માનવની સામાજિક નિર્બળતા, નેતૃત્વવિહીનતા…

વધુ વાંચો >

ચર્યાપદ (ઊડિયા)

ચર્યાપદ (ઊડિયા) : ઊડિયા સાહિત્યની સૌથી પ્રાચીન મનાતી રચનાઓ. બૌદ્ધ ધર્મનું ભારતમાં ભારે વર્ચસ્ હતું અને અભિવ્યક્તિ માટે પ્રાકૃત-અપભ્રંશ મુખ્ય સાધન હતું એ કાળે આ ગીતોની રચના થઈ હોવાનું સ્વાભાવિક અનુમાન છે. આવાં ગીતોનો સંચય હરપ્રસાદ શાસ્ત્રીને 1907માં નેપાળમાંથી હાથ લાગ્યો હતો. આ ગીતસંચયનો ‘ચર્યાચર્યાવિનિશ્ચય’ અથવા ‘આશ્ચર્યચર્યાચર્યા’ તરીકે ઓળખાતી રચનાઓ…

વધુ વાંચો >

ચિત્રકાવ્યબંધોદય

ચિત્રકાવ્યબંધોદય : અઢારમી શતાબ્દીના વિખ્યાત ઊડિયા કવિ ઉપેન્દ્ર ભંજની વિશિષ્ટ પ્રકારની કાવ્યરચનાનો સંગ્રહ. તેમના કાવ્યસંગ્રહ ‘ચિત્રકાવ્ય’માં 84 સચિત્ર કાવ્યોનો સમાવેશ થાય છે. ચિત્રકાવ્ય ‘બંધકવિતા’ તરીકે પણ ઓળખાય છે. તેમાં કાવ્યના રચયિતાએ પોતે દોરેલા ચિત્રના ચોકઠાની મર્યાદામાં જ કવિતાની રચના કરવાની હોય છે. કવિતાની રચના કરતાં પહેલાં કવિ ચિત્રની આછી રૂપરેખા…

વધુ વાંચો >

ચૈતન્યદાસ

ચૈતન્યદાસ (ઈ. સ. પંદરમી-સોળમી સદી) : ઊડિયા ભાષાના વિખ્યાત ભક્તકવિ. કવિના જન્મ અને અવસાન અંગેની આધારભૂત માહિતી ઉપલબ્ધ નથી પરંતુ તેમની રચનાઓ પરથી જણાય છે કે તે ઓરિસાના પશ્ચિમ ભાગમાં આવેલ ખરિયાલના નિવાસી હતા. ઓરિસાના રાજા પ્રતાપરુદ્ર દેવના શાસનકાળ (1497–1534) દરમિયાન ચૈતન્યદાસ વિશેષ ખ્યાતિ પામ્યા હતા. તેમની 2 પૌરાણિક પદ્યરચનાઓ…

વધુ વાંચો >

ચૌતીસા

ચૌતીસા : ઊડિયા ભાષાના વ્યંજનોને વર્ણક્રમાનુસાર ગોઠવીને કરેલી કાવ્યરચનાઓ. પંદરમી સદીથી ઓગણીસમી સદીના મધ્ય સુધી કાવ્યનો આ પ્રકાર ખૂબ લોકપ્રિય બનેલો. આ ગાળા દરમિયાન આ પ્રકારની સેંકડો કાવ્યરચનાઓ કરવામાં આવેલી. તે ગાળાના મોટા ભાગના કવિઓએ આ કાવ્યપ્રકારમાં રચના કરેલી. દરેક લીટીની શરૂઆતમાં ‘ક’ થી ‘ક્ષ’ સુધીના વ્યંજનો વર્ણક્રમાનુસાર ગોઠવીને રચનાઓ…

વધુ વાંચો >