ઉર્દૂ સાહિત્ય

નૈયર મસૂદ (સૈયદ નૈયર મસૂદ રિઝવી)

નૈયર મસૂદ (સૈયદ નૈયર મસૂદ રિઝવી) (જ. 16 નવેમ્બર 1936, લખનૌ, ઉત્તરપ્રદેશ; અ. 24 જુલાઈ 2017, લખનૌ) : ઉર્દૂ વાર્તાકાર. તેમને તેમના વાર્તાસંગ્રહ ‘તાઊસ ચમન કી મૈના’ માટે 2001ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે લખનૌ યુનિવર્સિટીમાંથી ફારસીમાં એમ.એ. અને પીએચ.ડી.ની ડિગ્રી અને અલ્લાહાબાદ યુનિવર્સિટીમાંથી ઉર્દૂમાં ડી.ફિલ.ની…

વધુ વાંચો >

પતઝડ કી આવાઝ

પતઝડ કી આવાઝ (1965) : ઉર્દૂ લેખિકા કુર્રતુલઐન હૈદર (જ. 1928)ની ટૂંકી વાર્તાઓનો સંગ્રહ. તેમાં કુલ આઠ વાર્તાઓ છે જે પૈકીની ‘હાઉસિંગ સોસાયટી’ને લેખિકાએ લઘુનવલ (novelette) તરીકે ઓળખાવી છે. આ વાર્તાઓની ઘટનાસૃદૃષ્ટિનાં સ્થળો અનેકવિધ છે. એમાં અલ્લાહાબાદ, લખનૌ, કાનપુર, દિલ્હી, મુંબઈ, લાહોર, કરાંચી તથા ભારત-પાકિસ્તાનનાં બીજાં કેટલાંક શહેરો અને પરદેશનાં…

વધુ વાંચો >

પરવેઝ, સલાહુદ્દીન

પરવેઝ, સલાહુદ્દીન (જ. 1950, અલ્લાહાબાદ) : ઉર્દૂ કવિ. તેમના ગ્રંથ ‘આઇડેન્ટિટી કાર્ડ’ને સાહિત્ય અકાદમીનો 1991ના વર્ષનો ઍવૉર્ડ મળ્યો છે. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી અંગ્રેજીમાં અનુસ્નાતક ડિગ્રી. અમેરિકામાં વહીવટ તેમજ વ્યવસ્થાપન વિશે અભ્યાસ કર્યો. અત્યારે કમ્પ્યૂટર-સલાહકાર તથા ફિલ્મ-સર્જક. 9 વર્ષની વયે લખવાનો પ્રારંભ. યુનિવર્સિટી છોડી તે પહેલાં જ તેમને સાહિત્યક્ષેત્રે સ્વીકૃતિ મળી…

વધુ વાંચો >

પંડિત આનંદનારાયણ મુલ્લા

પંડિત, આનંદનારાયણ મુલ્લા (જ. 24 ઑક્ટોબર 1901, લખનૌ; અ. 12 જૂન 1997) : ઉર્દૂ ભાષાના ખ્યાતનામ કવિ તથા પ્રખર ન્યાયવિદ. તે કાશ્મીરી બ્રાહ્મણ હતા. તેમણે 1921માં બી. એ. તથા 1923માં એમ. એ. અને એલએલ.બી.ની પદવી મેળવી. 1926માં તેમણે લખનૌમાં વકીલાત શરૂ કરી. તે વિદ્યાર્થીકાળમાં અંગ્રેજીમાં કવિતા લખતા હતા, પરંતુ 1926થી…

વધુ વાંચો >

ફખ્રે ગુજરાત ઉર્ફે સૈયદ ફખ્રુદ્દીન કાદરી

ફખ્રે ગુજરાત ઉર્ફે સૈયદ ફખ્રુદ્દીન કાદરી (જ. 1893, અમદાવાદ; અ. 1969) : ગુજરાતના ઉર્દૂ કવિ. તેઓ હસની – હુસેની સૈયદ હતા, અને તેમનું કુટુંબ શિક્ષિત અને વિદ્યાપ્રેમી હતું. પ્રાથમિક શિક્ષણ મુનશી અલાઉદ્દીન અને હાફિજ ગુલામહુસેન પાસેથી મેળવ્યું હતું. ફારસી, અરબી ભાષા-સાહિત્ય ઉપરાંત તત્ત્વજ્ઞાન, તર્કશાસ્ત્ર અને ધર્મશાસ્ત્ર જેવા વિષયો મૌલવી અબ્દુર્રહીમ…

વધુ વાંચો >

ફરહાત શફિકા

ફરહાત શફિકા (જ. 26 ઑગસ્ટ 1931, નાગપુર, મહારાષ્ટ્ર) : ઉર્દૂ વ્યંગ્યકાર. તેમણે નાગપુર યુનિવર્સિટીમાંથી ઉર્દૂ અને ફારસીમાં એમ.એ., પત્રકારત્વનો ડિપ્લોમા તથા જીવાજી યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. તેઓ ભોપાલ યુનિવર્સિટીમાંથી ઉર્દૂના પ્રાધ્યાપક તરીકે સેવાનિવૃત્ત થયાં. તેઓ 198789 દરમિયાન ભોપાલ યુનિવર્સિટીના બૉર્ડ ઑવ્ સ્ટડિઝનાં અધ્યક્ષા; છેલ્લાં 10 વર્ષ માટે મધ્ય પ્રદેશ…

વધુ વાંચો >

ફસાનએ અજાયબ

ફસાનએ અજાયબ (ઈ. સ. 1824) : રજ્જબઅલી બેગ સરૂરે લખેલી વાર્તા. ‘ફસાનએ અજાયબ’ ઉર્દૂ સાહિત્યમાં આગવું સ્થાન ધરાવે છે. તે ઉર્દૂની એક શ્રેષ્ઠ વાર્તા છે. પોતાના જ યુગ દરમિયાન ઉર્દૂ સાહિત્ય પર તેનો અસાધારણ પ્રભાવ પડ્યો હતો અને તેણે ઉત્તમ લોકચાહના મેળવી હતી. આજે પણ ઉર્દૂ અભ્યાસી વર્તુળ ઘણા શોખથી…

વધુ વાંચો >

ફારૂકી, ખ્વાજા અહમદ

ફારૂકી, ખ્વાજા અહમદ (જ. 30 ઑક્ટોબર 1917, બછરાયૂં, જિ. મુરાદાબાદ, ઉ.પ્ર.) : ઉર્દૂના વિદ્વાન અધ્યાપક તથા વિવેચક. પિતાનું નામ મૌલવી હસન અહમદ હતું. તેમણે ઉર્દૂ તથા ફારસી બંનેમાં એમ.એ.ની ડિગ્રી તથા ઉર્દૂમાં પીએચ.ડી.ની ડિગ્રી મેળવી હતી. તેમણે જીવનપર્યંત દિલ્હી યુનિવર્સિટીમાં ઉર્દૂના અધ્યાપક તથા વિભાગાધ્યક્ષ તરીકે કામ કર્યું હતું. ખ્વાજા અહમદ…

વધુ વાંચો >

ફારૂકી, શમ્સુર્રહમાન

ફારૂકી, શમ્સુર્રહમાન (જ. 1936, પ્રતાપગઢ, ઉત્તરપ્રદેશ) : ઉર્દૂના જાણીતા વિવેચક અને કવિ. તેમને તેમની કૃતિ ‘તનકીદી અફકાર’ નામક નિબંધ-સંગ્રહ માટે 1986ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત થયો છે. અલ્લાહાબાદ યુનિવર્સિટીમાંથી અંગ્રેજીમાં એમ. એ.ની ડિગ્રી મેળવ્યા બાદ તેઓ થોડો વખત અંગ્રેજીના પ્રાધ્યાપકપદે રહ્યા. 1958માં કેન્દ્રીય ટપાલ સેવામાં અધિકારી-પદે નિમણૂક પામીને…

વધુ વાંચો >

ફિરાક, રઘુપતિસહાય ગોરખપુરી

ફિરાક, રઘુપતિસહાય ગોરખપુરી (જ. 18 ઑગસ્ટ 1896, ગોરખપુર; અ. 3 માર્ચ 1982, દિલ્હી) : ઉર્દૂના ખ્યાતનામ કવિ અને જ્ઞાનપીઠએવૉર્ડ વિજેતા. તે સમીક્ષક તરીકે પણ નામના પામ્યા છે. તેમના પિતા પણ ઉર્દૂના એક સારા કવિ હોઈ ફિરાકને કવિતાના સંસ્કાર વારસામાં મળ્યા હતા. 1913માં જ્યુબિલી સ્કૂલ, ગોરખપુરમાં માધ્યમિક શિક્ષણ મેળવીને અલાહાબાદની મ્યૂર…

વધુ વાંચો >