ઉર્દૂ સાહિત્ય
નય્યર શફીઉદ્દીન
નય્યર શફીઉદ્દીન (જ. 1903, આત્રોલી, જિ. અલીગઢ, ઉત્તરપ્રદેશ; અ. 1978, નવી દિલ્હી) : ઉર્દૂ લેખક, કવિ અને વાર્તાકાર. બાળપણમાં માબાપ ગુમાવતાં તેમણે દિલ્હીમાં ઉર્દૂ છાપાંના ફેરિયાનું કામ સ્વીકાર્યું. પાછળથી કેટલાક શિક્ષકોની મદદથી ઍંગ્લો-અરેબિક હાઈસ્કૂલમાં દાખલ થયા અને મેરિટ સ્કૉલરશિપ મળી. 15 વર્ષની વયે તેમનો એક લેખ ખ્યાતનામ લેખક અને પત્રકાર…
વધુ વાંચો >નવરસનામા
નવરસનામા : ભારતીય સંગીત વિશે સોળમા સૈકામાં પ્રાચીન ઉર્દૂ ભાષામાં રચાયેલો ગ્રંથ. તેનું મૂળ નામ ‘કિતાબે નવરસ’ હતું, પરંતુ તે ‘નવરસનામા’ના નામે વિશેષ ઓળખાય છે. તે દખ્ખણી કવિતામાં છે. તેની રચના 1598–99માં દક્ષિણ ભારતના બીજાપુર શહેરમાં થઈ હતી. તેના કર્તા બીજાપુરના આદિલશાહી વંશના સમ્રાટ ઇબ્રાહીમ આદિલશાહ બીજા (1580થી 1628) છે.…
વધુ વાંચો >નવાબ, શેફતા મુસ્તફાખાન
નવાબ, શેફતા મુસ્તફાખાન (જ. 1806, દિલ્હી; અ. 1869) : ઉર્દૂના વિદ્વાન અને કવિ. ‘શેફતા’ તખલ્લુસ. તેમના પિતા નવાબ મુર્તુઝાખાન, નવાબ મુઝફ્ફરજંગના દીકરા હતા જે ફરેજાસિયરના શાસનકાળ દરમિયાન દિલ્હી આવ્યા હતા. નવાબ મુર્તુઝાખાને મહારાજા જસવંતરાવ હોલકરના લશ્કરમાં પદ પ્રાપ્ત કરી વફાદારીપૂર્વક ફરજ બજાવી હતી. તે વખતે મરાઠાઓ અને લૉર્ડ લેકની ફોજો…
વધુ વાંચો >નસીમ, દયાશંકર
નસીમ, દયાશંકર (જ. 1811 લખનૌ; અ. 1843) : ઉર્દૂ ભાષાના કવિ. નસીમે પરંપરાગત શિક્ષણ લીધું હોવા છતાં નાનપણથી જ તેમનું મનોવલણ કવિતા લખવા તરફ ઢળ્યું હતું. તેમની આ રુચિ અને શોખને લખનૌના માહોલથી પ્રોત્સાહન મળ્યું. તેમના નામાંકિત ઉસ્તાદ હૈદરઅલી આતિશે તેમની કવિપ્રકૃતિને પ્રશંસનીય પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. શરૂઆતમાં નસીમે પરંપરાગત…
વધુ વાંચો >નાયક, છોટુભાઈ રણછોડજી
નાયક, છોટુભાઈ રણછોડજી (જ. 18 જુલાઈ 1913, ભગોદ, જિ. વલસાડ; અ. 9 જાન્યુઆરી 1976, અમદાવાદ) : ફારસી, ઉર્દૂ અને મધ્યકાલીન ઇતિહાસના અભ્યાસી. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પારડીમાં લીધું. સન 1931માં મૅટ્રિકની પરીક્ષા પાસ કરી. ઉચ્ચ અભ્યાસ કરવા તે બરોડા કૉલેજમાં દાખલ થયા અને સન 1935માં બી.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી. આ…
વધુ વાંચો >નારંગ, ગોપીચંદ
નારંગ, ગોપીચંદ [જ. 11 ફેબ્રુઆરી 1931, ડુક્કી (હાલ પાકિસ્તાન)] : ઉર્દૂના વિદ્વાન, વિવેચક, ભાષાવિદ અને પ્રાધ્યાપક. તેમને તેમના સાહિત્યિક વિવેચનગ્રંથ ‘સાખ્તિયાત પસ-સાખ્તિયાત ઔર મશરિકી શેરિયત’ માટે 1995ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો છે. દિલ્હી અને ઇંડિયાના યુનિવર્સિટીની શૈક્ષણિક કારકિર્દી દરમિયાન ફેલોશિપ અને વિશેષ યોગ્યતાની પ્રાપ્તિ. 1958માં દિલ્હી યુનિવર્સિટીમાં ઉર્દૂ વિભાગમાં…
વધુ વાંચો >નાસિખ, ઇમામબખ્શ
નાસિખ, ઇમામબખ્શ (જ. 10 એપ્રિલ 1772, ફૈઝાબાદ; અ. 1838, લખનૌ) : ઉર્દૂ કવિ. ‘નાસિખ’ તેમનું તખલ્લુસ હતું. લખનૌના સાંસ્કૃતિક વાતાવરણથી મોહિત થઈ લખનૌને વતન ગણી, ત્યાં આવી વસ્યા હતા. લખનૌના નવાબોની શાન, ઉદારતા, કાવ્યરસિકતાની સાથે સાથે તેમના દ્વારા અપાતું સાહિત્યિક પ્રોત્સાહન પ્રશંસનીય હતાં. લખનૌમાં નાસિખના જીવન ઉપર ખૂબ અસર કરનાર…
વધુ વાંચો >નિઝામી દક્કની (પંદરમી સદી)
નિઝામી દક્કની (પંદરમી સદી) : ઉર્દૂના પ્રાચીન કવિઓમાં ઉલ્લેખનીય નામ. કવિનું નામ ફખ્રુદીન અને ‘નિઝામી’ તખલ્લુસ હતું. અહમદશાહ બહ્મની બીજાના દરબારમાં નિઝામીની કવિતાનાં ભારે ગુણગાન થતાં તેથી તે રાજાનો માનીતો કવિ બની શક્યો હતો. નિઝામીના જીવન વિશે માહિતી મળતી નથી. પરંતુ તેમની એક રચના ‘મસ્નવી – કદમરાવ પદમરાવ’ નામની ઐતિહાસિક…
વધુ વાંચો >નિદા ફાઝલી
નિદા ફાઝલી (જ. 12 ઑક્ટોબર 1938, દિલ્હી; અ. 8 ફેબ્રુઆરી 2016, મુંબઈ) : ઉર્દૂ તથા હિંદી કવિ, નવલકથાકાર, વિવેચક અને સંપાદક. દિલ્હી યુનિવર્સિટીની એમ.એ.ની ઉપાધિ. તેમના ચાર કાવ્યસંગ્રહો તે ‘લફ્ઝોં કા પુલ’, ‘મોર નાચ’, ‘આંખ ઔર ખ્વાબ કે દરમિયાઁ’ અને ‘ખોયા હુઆ સા કુછ’. પ્રાચીન અને આધુનિક ઉર્દૂ કવિઓના સંદર્ભમાં…
વધુ વાંચો >નુસરતી, મોહંમદ
નુસરતી, મોહંમદ : (જ. 1600, બીજાપુર; અ. 1683) : દક્ષિણી ઉર્દૂના અગ્રણી કવિ. ‘નુસરતી’ તેમનું તખલ્લુસ હતું. તેમના વડવાઓ બીજાપુર રાજ્યના લશ્કરમાં ઉચ્ચ હોદ્દા ધરાવતા હતા, પરંતુ નુસરતીનું મન સિપાહીગીરી કરતાં સાહિત્ય તરફ વળ્યું હતું. તે અભ્યાસી હતા. પ્રતિષ્ઠિત ઉલેમાઓ પાસેથી તેમણે જ્ઞાન મેળવ્યું હતું. તેથી તેમને લોકો મુલ્લા નુસરતી…
વધુ વાંચો >