ઉદ્યોગ વ્યાપાર અને વ્યવસ્થાપન
પ્રોત્સાહન-વેતન
પ્રોત્સાહન-વેતન : કામદારો/કર્મચારીઓએ સ્વપ્રયત્નથી પોતાની વધારેલી કાર્યક્ષમતા માટે તેમને ધંધાકીય એકમો દ્વારા આપવામાં આવતો નાણાકીય પુરસ્કાર. જુદી જુદી વેતનપ્રથાઓ અસ્તિત્વમાં હોવા છતાં કામદારોને કાર્યદક્ષ બનાવવા માટે તેમને પ્રોત્સાહન-વેતન આપવાની યોજના કેટલાક ધંધાકીય એકમો કાર્યાન્વિત કરે છે. જો કોઈ કામદાર નિશ્ચિત કરેલા લઘુતમ એકમો કરતાં વધારે એકમોનું ઉત્પાદન કરે તો ઠરાવેલા…
વધુ વાંચો >ફડચો (liquidation)
ફડચો (liquidation) : શૅરહોલ્ડરો અથવા સભાસદોની મર્યાદિત જવાબદારી હોવાના સૂચન રૂપે જેના નામ પછી ‘લિમિટેડ’ શબ્દ લખવો ફરજિયાત છે તેવા ધંધાકીય એકમનું કાયદાની વિધિ અનુસાર વિસર્જન કરવાનું કાર્ય. ધંધાકીય એકમ બંધ કરવાનાં અનેક કારણો હોઈ શકે છે; જેવાં કે સમયસર દેવાં ચૂકવવાની અશક્તિ, પોતાના ધંધાકીય એકમની પુનર્રચના, અન્ય એકમો સાથેનું…
વધુ વાંચો >ફરતી મૂડી
ફરતી મૂડી : હિસાબી નામાની પરિભાષામાં ધંધાકીય એકમની ચાલુ મિલકતો (current assets) અને ચાલુ દેવાં (current liabilities) વચ્ચેના તફાવતરૂપ ચોખ્ખી ચાલુ મિલકતો. ધંધામાં રોકાણ કરેલી મૂડીનું વિભાજન સામાન્ય રીતે સ્થાયી મૂડી (fixed capital) અને ફરતી મૂડી(circulating capital)માં કરાય છે. સ્થાયી મૂડીનો ઉપયોગ જમીન, મકાનો અને યંત્રસામગ્રી ખરીદવામાં થાય છે; જ્યારે…
વધુ વાંચો >ફાળવણીપત્ર
ફાળવણીપત્ર : સીમિત જવાબદારીવાળી કંપનીનાં શેર/ડિબેન્ચર/ બૉન્ડ ખરીદવા માટે અરજદારે કરેલી અરજી સામે કંપની દ્વારા ફાળવવામાં આવેલાં શેર/ડિબેન્ચર/બૉન્ડની વિગતો જણાવતો કંપનીએ અરજદારને મોકલેલો પત્ર. ધંધાકીય વ્યવસ્થા માટે જે ત્રણ સ્વરૂપો પ્રચલિત છે તેમાં એક છે વ્યક્તિગત માલિકીવાળો ધંધો. તેમાં એક જ વ્યક્તિ મૂડીરોકાણ, સંચાલન અને જવાબદારી તથા વેપારનાં જે તે…
વધુ વાંચો >ફુગાવાલક્ષી હિસાબી પ્રથાઓ
ફુગાવાલક્ષી હિસાબી પ્રથાઓ : ચલણના મૂલ્યમાં ઘટાડો થવાથી ધંધાની મિલકતોની કિંમત અને નફાનુકસાનની ગણતરી ઉપર થતી અસર દર્શાવવાની એક પદ્ધતિ. હિસાબો રજૂ કરવાની સામાન્ય પદ્ધતિ મુજબ મિલકતોને ખરીદ-કિંમતે દર્શાવવામાં આવે છે અને નિયત દરે દર વર્ષે તેમાંથી ઘસારો બાદ કરવામાં આવે છે. આમ ખરીદ-કિંમતમાંથી ઘસારો બાદ કરીને બાકી રહેલી કિંમત…
વધુ વાંચો >બહુરાષ્ટ્રીય કંપનીઓ
બહુરાષ્ટ્રીય કંપનીઓ : કંપનીનું મુખ્ય મથક એક દેશમાં હોય અને ઉત્પાદન કે વ્યાપારની પ્રવૃત્તિ અનેક દેશોમાં ચાલતી હોય તેવી કંપની. બહુરાષ્ટ્રીય કંપનીઓનું મુખ્ય મથક સામાન્ય રીતે અમેરિકા, બ્રિટન, પશ્ચિમ જર્મની, પશ્ચિમ યુરોપના દેશો, જાપાન વગેરે ઔદ્યોગિક રીતે વિકસિત દેશોમાં હોય છે. તેઓ વિશ્વના અનેક દેશોમાં પોતાની ધંધાકીય પ્રવૃત્તિઓ ચલાવે છે.…
વધુ વાંચો >બંગા, અજયપાલ સિંહ
બંગા, અજયપાલ સિંહ (જ. 10 નવેમ્બર 1959 પુણે, જિ. ખડકી, મહારાષ્ટ્ર) : વર્લ્ડ બૅન્ક સમૂહના અધ્યક્ષ. ભારતીય મૂળના અજય બંગા વિશ્વ બૅન્કના14મા અધ્યક્ષ બન્યા છે. વિશ્વ બૅન્કના 25 સભ્યોના કાર્યકારી બોર્ડે અજય બંગાને અધ્યક્ષના રૂપમાં પાંચ વર્ષના કાર્યકાળ માટે પસંદ કર્યા છે તેમનો કાર્યકાળ 2 જૂન 2023થી શરૂ થયો છે…
વધુ વાંચો >બંધક ગોદામ
બંધક ગોદામ (bonded godown) : બંદર અથવા વિમાનઘરની અંદર અથવા નજીકમાં જકાતપાત્ર માલ સંઘરવાની સુવિધા ધરાવતું ગોદામ. ગોદામના મુખ્ય 3 ર્દષ્ટિએ પ્રકાર પાડી શકાય : (1) માલિકીની ર્દષ્ટિએ, (2) જકાતના હેતુની ર્દષ્ટિએ અને (3) ઉપયોગની ર્દષ્ટિએ. બંધક ગોદામનો પ્રકાર જકાતના હેતુની ર્દષ્ટિએ થયેલો છે. આ પ્રકારનું ગોદામ બંદર કે વિમાનઘર…
વધુ વાંચો >બિરલા, આદિત્ય વિક્રમ
બિરલા, આદિત્ય વિક્રમ (જ. 14 નવેમ્બર 1943, ન્યૂ દિલ્હી; અ. 1 ઑક્ટોબર 1995, બાલ્ટિમોર, યુ.એસ.એ.) : ભારતના અગ્રણી સાહસિક ઉદ્યોગપતિ. પિતાનું નામ બસંતકુમાર. માતાનું નામ સરલાદેવી. શરૂઆતનું શિક્ષણ કૉલકાતા ખાતે. 1962માં કલકત્તા યુનિવર્સિટીની બી.એસસી. અને 1964માં અમેરિકાની કૅમ્બ્રિજ ખાતેની એમ.આઈ.ટી. સંસ્થામાંથી કેમિકલ એન્જિનિયરિંગમાં એમ.એસસી.ની પદવી પ્રાપ્ત કર્યા પછી બિરલા ગ્રૂપની…
વધુ વાંચો >બિરલા, કુમારમંગલમ
બિરલા, કુમારમંગલમ (જ. 14 જૂન 1967, કોલકાતા-) : ભારતના અગ્રણી ઉદ્યોગપતિ. પિતાનું નામ આદિત્ય વિક્રમ. માતાનું નામ રાજશ્રી. શરૂઆતનું શિક્ષણ મુંબઈ ખાતે. મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.કૉમની પદવી મેળવી અને પછી ઇન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઇન્ડિયા(ICAI)માંથી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની પદવી મેળવી. ત્યારબાદ વર્ષ 1992માં લંડન બિઝનેસ સ્કૂલમાંથી એમબીએનું શિક્ષણ પૂર્ણ કર્યું. પત્ની નીરજા…
વધુ વાંચો >