ઇતિહાસ – ભારત

હર્યક વંશ

હર્યક વંશ : જુઓ અજાતશત્રુ, બિંબિસાર.

વધુ વાંચો >

હર્ષગુપ્ત

હર્ષગુપ્ત : ઉત્તરકાલીન ગુપ્તવંશનો ઈસુની છઠ્ઠી સદીમાં થયેલો રાજા. મગધમાં ગુપ્ત સામ્રાજ્યની સત્તાનો અંત ઈ. સ. 550ના અરસામાં આવ્યો એ પછી ત્યાં અન્ય એક ગુપ્તકુલની સત્તા સ્થપાઈ હતી. આ અન્ય ગુપ્તકુલના રાજાઓ ‘ઉત્તરકાલીન ગુપ્તો (Later Guptas) તરીકે ઓળખાય છે. બિહારના ગયા શહેર પાસેના અફસદ ગામમાંથી મળેલા એક અભિલેખમાં આ ઉત્તરકાલીન…

વધુ વાંચો >

હર્ષવર્ધન

હર્ષવર્ધન (શાસનકાળ : ઈ. સ. 606–647) : ઉત્તર ભારતમાં થાણેશ્વરના પુષ્પભૂતિ વંશનો પ્રાચીન ભારતનો એક મહાન સમ્રાટ, બહાદુર લશ્કરી નેતા તથા સાહિત્યકારોનો આશ્રયદાતા. તેના પિતા પ્રભાકરવર્ધનનું અવસાન થયું. પછી માળવાના રાજા દેવગુપ્તે કનોજ પર ચઢાઈ કરી ત્યાંના રાજા ગૃહવર્મા(હર્ષના બનેવી)ને મારી નાખ્યો તથા તેની રાણી રાજ્યશ્રી(હર્ષની બહેન)ને કેદ કરી. તે…

વધુ વાંચો >

હસ્તી રાજા

હસ્તી રાજા : (1) સોમવંશના અવીક્ષિત કુળનો પૌરાણિક શાસક. તે આ વંશમાં થઈ ગયેલા વિખ્યાત જનમેજયના પુત્ર ધૃતરાષ્ટ્રનો પુત્ર હતો. (2) પૌરાણિક સમયમાં બીજા પણ હસ્તી રાજા થઈ ગયા છે. તેમના પિતાનું નામ સુહોત્ર, તેમની માતા જયન્તી અને તેમની પત્ની ત્રૈગર્તી યશોદા અર્થાત્ યશોધરા હતાં. (ભા. 9–21–19–20; વાયુ. 99–165). તેમને…

વધુ વાંચો >

હાફિજ મુહંમદ ઇબ્રાહીમ

હાફિજ, મુહંમદ ઇબ્રાહીમ (જ. 1889, નગીના, જિ. બીજનોર, ઉત્તરપ્રદેશ; અ. 1964) : પંજાબના ગવર્નર, ઉત્તરપ્રદેશ તથા કેન્દ્ર સરકારમાં પ્રધાન, રાષ્ટ્રવાદી મુસ્લિમ નેતા. તેમના પિતા હાફિજ નજમલ હુડા એક નાના જાગીરદાર હતા. શરૂઆતના જીવનમાં મુહંમદ ઇબ્રાહીમે મુસ્લિમ મદરેસામાં પરંપરાગત શિક્ષણ મેળવ્યું. તેમણે પવિત્ર કુરાન મોઢે કર્યું અને ‘હાફિજ’નો સન્માનદર્શક ખિતાબ મેળવ્યો.…

વધુ વાંચો >

હાવરા

હાવરા : પશ્ચિમ બંગાળમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 22° 12´થી 22° 48´ ઉ. અ. અને 87° 50´થી 88° 23´ પૂ. રે. વચ્ચેનો 1,467 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. જિલ્લાનો આકાર ઊંધા ત્રિકોણ જેવો છે. તેની અણીવાળો ભાગ દક્ષિણ તરફ છે. તેની…

વધુ વાંચો >

હિજરી સન

હિજરી સન : જુઓ સંવત.

વધુ વાંચો >

હિમાચલ પ્રદેશ

હિમાચલ પ્રદેશ : ઉત્તર ભારતમાં હિમાલયના ઢોળાવ પર આવેલું રાજ્ય. તેનું ‘હિમાચલ’ નામ હિમાલય ગિરિમાળા સાથે સંકળાયેલું છે. રાજ્યનો ઈશાન ભાગ હિમાચ્છાદિત ગિરિમાળાઓથી સુશોભિત છે. ઊંચાં શિખરો, હરિયાળા ઢોળાવો, ઊંડાં કોતરો અને ખીણપ્રદેશો, સરોવરો, નદીનાળાં, જળધોધ, જંગલો, પ્રાણીઓ, પક્ષીઓ વગેરે તેને કુદરતે બક્ષેલી સમૃદ્ધિ છે. હિમાચલ પ્રદેશ તેની ઉત્તર સીમાએ…

વધુ વાંચો >

હિરણ્યનાભ

હિરણ્યનાભ : (1) ડૉ. રાયચૌધરીના મતાનુસાર પાછળના વૈદિક ગ્રંથોમાં જણાવેલ મહાકોશલ. તે કોશલનો રાજા હતો અને કાશી તેની સત્તા હેઠળ હતું. કોશલનો રાજા કંસ મહાકોશલનો પુરોગામી હતો. તે પ્રસેનજિતનો પિતા અને પુરોગામી હતો. તેણે તેની પુત્રી કોશલદેવી મગધના રાજા બિંબિસાર સાથે પરણાવી હતી. (2) સૂર્યવંશીય ઇક્ષ્વાકુ કુલોત્પન્ન વિધૃતિ નામના રાજાનો…

વધુ વાંચો >

હિલિયોદોરસ

હિલિયોદોરસ (ઈ. પૂ. 2જી સદી) : ઇન્ડો-ગ્રીક રાજા એન્ટિઅલસીડાસે ભારતના શુંગ વંશના રાજા ભાગભદ્ર કાશીપુત્રના દરબારમાં મોકલેલ યવન રાજદૂત. તે તક્ષશિલાનો વતની હતો. તેણે ભાગવત એટલે વૈષ્ણવ ધર્મ સ્વીકાર્યો હતો. તેણે બેસનગર (ભીલસા) મુકામે એક ગરુડ સ્તંભ કરાવ્યો હતો. ભાગભદ્ર ઘણુંખરું શુંગ વંશનો પાંચમો રાજા હતો. તેના રાજ્ય-અમલના 14મા વર્ષે…

વધુ વાંચો >