હસ્તી રાજા : (1) સોમવંશના અવીક્ષિત કુળનો પૌરાણિક શાસક. તે આ વંશમાં થઈ ગયેલા વિખ્યાત જનમેજયના પુત્ર ધૃતરાષ્ટ્રનો પુત્ર હતો.

(2) પૌરાણિક સમયમાં બીજા પણ હસ્તી રાજા થઈ ગયા છે. તેમના પિતાનું નામ સુહોત્ર, તેમની માતા જયન્તી અને તેમની પત્ની ત્રૈગર્તી યશોદા અર્થાત્ યશોધરા હતાં. (ભા. 9–21–19–20; વાયુ. 99–165). તેમને વિકુંજન કે વિકુંઠન નામે પ્રતાપી પુત્ર જન્મ્યો હતો. (મ. ભા. આ. 5–90–26). પુરાણોમાં તેમની માતાનું બીજું નામ સુવર્ણા પણ છે. ઐતિહાસિક નગર હસ્તિનાપુરની સ્થાપના સાથે તેમનું નામ સંકળાયેલું છે.

ઈશ્વરલાલ ઓઝા