ઇતિહાસ – ભારત

શૈલોદ્ભવ વંશ

શૈલોદ્ભવ વંશ : દક્ષિણ ઓરિસા અથવા કોંગોડા પર રાજ્ય કરતો વંશ. ઈ. સ. 619 સુધી આ વંશના રાજાઓએ શશાંકનું આધિપત્ય સ્વીકાર્યું હતું. ત્યારબાદ તેમનું સ્વતંત્ર રાજ્ય સ્થપાયું હતું. ઈસુની છઠ્ઠી સદીની છેલ્લી પચીસીમાં ઓરિસાના દક્ષિણ ભાગમાં શૈલોદ્ભવકુળ રાજ્ય કરતું હતું. તેમનું રાજ્ય કોંગોડા ઉત્તરમાં ચિલકા સરોવરથી ગંજમ જિલ્લામાં મહેન્દ્રગિરિ પર્વત…

વધુ વાંચો >

સક્સેના, શિબ્બનલાલ

સક્સેના, શિબ્બનલાલ (જ. 1 જાન્યુઆરી 1907, આગ્રા; અ. ?) : સ્વાતંત્ર્યસૈનિક, સંસદસભ્ય, ખેડૂતો અને મજૂરોના નેતા. શિબ્બનલાલનો જન્મના મધ્યમ વર્ગના કાયસ્થ કુટુંબમાં થયો હતો. તેમણે દેહરાદૂન, સહરાનપુર, કાનપુર અને અલ્લાહાબાદમાં શિક્ષણ લીધું. તેમણે અલ્લાહાબાદ યુનિવર્સિટીમાંથી ગણિતશાસ્ત્ર વિષયમાં બી.એ. તથા એમ.એ.ની પરીક્ષાઓ અને આગ્રા યુનિવર્સિટીમાંથી તત્ત્વજ્ઞાન વિષય સાથે એમ.એ.ની પરીક્ષા પાસ…

વધુ વાંચો >

સત્યપ્રકાશ

સત્યપ્રકાશ : જુઓ કરસનદાસ મૂળજી

વધુ વાંચો >

સન્યાલ, સચીન્દ્રનાથ

સન્યાલ, સચીન્દ્રનાથ (જ. 1895, વારાણસી, ઉત્તરપ્રદેશ; અ. 1945, ગોરખપુર) : ભારતના મહાન ક્રાંતિકારોમાંના એક નીડર સ્વાતંત્ર્યસેનાની. તેમનો જન્મ હરિનાથ સન્યાલ નામના રૂઢિચુસ્ત બ્રાહ્મણ અને પ્રખર રાષ્ટ્રવાદીને ત્યાં થયો હતો. હરિનાથે પોતાના પુત્રોને ક્રાંતિકારી ચળવળ અને ખાસ કરીને અનુશીલન સમિતિમાં જોડાવા અનુરોધ કર્યો હતો. હરિનાથ પણ અરવિંદ ઘોષના ભાઈ અને બંગાળના…

વધુ વાંચો >

સપાદલક્ષ

સપાદલક્ષ : રાજસ્થાનમાં અજમેરની ઉત્તરે શાકંભરી(સાંભર)ની આસપાસનો પ્રદેશ. તે જાંગલ દેશ પણ કહેવાતો હતો. ત્યાં અર્ણોરાજ (ઈ.સ. 1139-1153), વિગ્રહરાજ (ઈ.સ. 1153-1164) અને પૃથ્વીરાજ ચૌહાણ (ઈ.સ. 1178-1192) જેવા પરાક્રમી અને નામાંકિત રાજાઓ થઈ ગયા. ત્યાંના રાજવંશનો સ્થાપક વાસુદેવ હતો. તેના વંશજોમાં સામંત, પૂર્ણતલ્લ, જયરાજ, વિગ્રહરાજ 1લો વગેરે રાજાઓ થઈ ગયા. ગુજરાતના…

વધુ વાંચો >

સમુદ્રગુપ્ત

સમુદ્રગુપ્ત (શાસનકાળ ઈ. સ. 335-375) : પ્રતાપી ગુપ્ત સમ્રાટ, મહાન વિજેતા અને કુશળ સેનાપતિ. ચન્દ્રગુપ્ત પહેલો (319-335) તથા તેની રાણી નેપાળના શક્તિશાળી લિચ્છવી કુટુંબની કન્યા કુમારદેવીનો પુત્ર હતો. તેના પિતાએ ભર્યા દરબારમાં તેને વારસ તરીકે પસંદ કર્યો અને પોતે પુત્રની તરફેણમાં ગાદીત્યાગ કર્યો. કેટલાક વિદ્વાનોના મતાનુસાર શાસનના શરૂઆતના દિવસોમાં તેને…

વધુ વાંચો >

સરકાર, જદુનાથ (સર)

સરકાર, જદુનાથ (સર) (જ. 10 ડિસેમ્બર 1870, કરચમારિયા, રાજશાહી જિલ્લો, હાલમાં બાંગ્લાદેશ; અ. 19 મે 1958) : ભારતના એક મહાન ઇતિહાસકાર. તેમના પિતા રાજકુમાર સારી સ્થિતિના, પ્રબુદ્ધ વિચારો ધરાવતા જમીનદાર તથા માતા હરિસુંદરી ધાર્મિક વૃત્તિનાં સદ્ગુણી મહિલા હતાં. જદુનાથે પ્રાથમિક શિક્ષણ પોતાના ગામમાં, માધ્યમિક શિક્ષણ રાજશાહીમાં અને ઉચ્ચ શિક્ષણ પ્રેસિડેન્સી…

વધુ વાંચો >

સરકાર, દિનેશચંદ્ર

સરકાર, દિનેશચંદ્ર [જ. 8 જૂન 1907, કૃષ્ણનગર (જિ. ફરીદપુર, બાંગ્લાદેશ); અ. 10 જાન્યુઆરી 1985] : ભારતીય ઇતિહાસ, સંસ્કૃતિ અને સંસ્કૃત-પ્રાકૃત-પાલિના મૂર્ધન્ય વિદ્વાન, પ્રસિદ્ધ અભિલેખવિદ અને પ્રાચીન લિપિવિદ તથા સિક્કાશાસ્ત્રી. પિતાનું નામ યજ્ઞેશ્વર અને માતાનું નામ કુસુમકુમારી. 1925માં ફરીદપુર જિલ્લાની શાળામાંથી મૅટ્રિક્યુલેશન પાસ કરી. 1929માં ફરીદપુરની રાજેન્દ્ર કૉલેજમાંથી સંસ્કૃત વિષય સાથે…

વધુ વાંચો >

સરદેસાઈ, ગોવિંદ સખારામ

સરદેસાઈ, ગોવિંદ સખારામ (જ. 17 મે 1865, હાસોલ, જિ. રત્નાગિરી, મહારાષ્ટ્ર; અ. 29 નવેમ્બર 1959) : મહાન મરાઠી ઇતિહાસકાર, તેમણે 1884માં રત્નાગિરિ હાઈસ્કૂલમાંથી મૅટ્રિકની અને 1888માં મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી બી.એ.ની પરીક્ષા પાસ કરી. તેઓ 1 જાન્યુઆરી 1889થી વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડના રીડર તરીકે જોડાયા. તે પછી તેઓ રાજકુમારોના ટ્યૂટર અને…

વધુ વાંચો >

સર્વન્ટ્સ ઑવ્ ઇન્ડિયા સોસાયટી

સર્વન્ટ્સ ઑવ્ ઇન્ડિયા સોસાયટી : દેશને માટે જીવન સમર્પણ કરે એવા માણસોને તાલીમ આપવાના હેતુથી ગોપાળ કૃષ્ણ ગોખલેએ 12 જૂન, 1905ના રોજ સ્થાપેલી સંસ્થા. તેના હેતુઓ ગોખલે દ્વારા પાછળથી વિકસિત કરવામાં આવ્યા હતા. લોકોમાં ઉદાહરણ દ્વારા અને ઉપદેશ આપીને માતૃભૂમિ માટે ઊંડી અને ઉત્કટ ભક્તિ પેદા કરવી, જેથી તેને માટે…

વધુ વાંચો >