ઇતિહાસ – ભારત

શક્તિસિંહ

શક્તિસિંહ : રાણા પ્રતાપના અનુજ ભાઈ. રાણા પ્રતાપથી રિસાઈને તત્કાલીન મુઘલ બાદશાહ અખબરને શરણે જઈ તેનું સેનાપતિપદ સ્વીકાર્યું. શક્તિસિંહે અકબર સમક્ષ રાજપૂતોના બધા ભેદ ખોલી દીધા. કહેવાય છે કે રાણા પ્રતાપ ઉપર આક્રમણ કરવામાં તેનો હાથ હતો. હલ્દીઘાટીનું યુદ્ધ થયું જેમાં રાણા પ્રતાપનો પરાજય થયો અને એ યુદ્ધમાં સેંકડો રાજપૂતો…

વધુ વાંચો >

શર્મા, વેણુધર

શર્મા, વેણુધર (જ. 1894, ચેરિંગ, જિ. શિવસાગર, આસામ; અ. 1981) : આસામી ભાષાના અગ્રેસર ઇતિહાસકાર. આસામના ઇતિહાસ-પ્રસિદ્ધ સ્થળે મધ્યમવર્ગીય પરિવારમાં તેમનો જન્મ થયો હતો. ચેરિંગ એહોમ રાજ્યવંશની રાજધાનીનું ઐતિહાસિક ઘટનાઓનાં સંસ્મરણોથી ભરેલું પ્રાચીન શહેર હતું. આથી શાળાના અભ્યાસકાળથી જ તેમનામાં ઐતિહાસિક જિજ્ઞાસા જાગી ચૂકી હતી. શિવસાગરમાંથી મૅટ્રિકની પરીક્ષા પાસ કર્યા…

વધુ વાંચો >

શર્વવર્મા (શર્વવર્મન્)

શર્વવર્મા (શર્વવર્મન્) (આશરે ઈ. સ. 576-580) : ગુપ્ત સમ્રાટ નરસિંહગુપ્તના સામંત (માંડલિક) મૌખરી વંશના રાજા ઈશાનવર્મનનો (554-576) પુત્ર. તેણે હૂણોને હરાવ્યા હતા. તેણે હૂણોના પ્રદેશો જીતીને ત્યાં રાજ્ય કર્યું તથા તેમના જેવા સિક્કા પડાવ્યા હતા. મૌખરીઓ ઈ. સ. છઠ્ઠી સદીમાં ગયાની પાસેના પ્રદેશમાં રાજ્ય કરતા હતા. શર્વવર્મન્ પ્રતાપી રાજા હતો…

વધુ વાંચો >

શશાંક

શશાંક (અ. ઈ.સ. 619 પછી) : બંગાળના ગૌડ પ્રદેશનો પ્રતાપી રાજા. પ્રાચીન સમયમાં ઉત્તર અને પશ્ચિમ બંગાળ ગૌડ તરીકે ઓળખાતું. ગુપ્તોના પતન બાદ, છઠ્ઠી સદીનાં છેલ્લાં વર્ષોમાં શશાંકે ગૌડ પ્રદેશમાં શક્તિશાળી સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું હતું. છઠ્ઠી સદીના અંતભાગમાં ગૌડમાં શશાંકનું શાસન હોવાના પુરાવા મળ્યા છે. તેનાં કુળ, શરૂની કારકિર્દી વગેરે…

વધુ વાંચો >

શશીગુપ્ત

શશીગુપ્ત : ઈ.પૂ. ચોથી સદીમાં ભારતની વાયવ્ય સરહદના એક રાજ્યનો રાજા. ભારત ઉપર મેસિડોનિયાના રાજા સિકંદરે (ઍલેક્ઝાંડર) આક્રમણ કર્યું (ઈ.પૂ. 327) ત્યારે તેણે અને તક્ષશિલાના આંભીકુમારે સિકંદરને મદદ કરી હતી. તેથી તેઓ બંને ઇતિહાસમાં પ્રથમ દેશદ્રોહીઓ તરીકે નોંધાયા છે. જયકુમાર ર. શુક્લ

વધુ વાંચો >

શાઇસ્તખાન

શાઇસ્તખાન : મુઘલ સમયમાં 1646થી 1648 અને 1652થી 1654 દરમિયાન ગુજરાતનો સૂબો. મુઘલ શહેનશાહ શાહજહાંએ ઔરંગઝેબને પરત બોલાવીને ગુજરાતની સૂબેદારી અમીર શાઇસ્તખાનને સપ્ટેમ્બર 1646માં સોંપી. તેના સમયમાં ઉત્તર ગુજરાતના કોળીઓએ ત્રાસદાયક પ્રવૃત્તિઓ શરૂ કરી. ઇડરના સરહદી ડુંગરાળ પ્રદેશમાં લૂંટારાઓનો ભય વધી ગયો. શાઇસ્તખાને માથાભારે લૂંટારાઓ વિરુદ્ધ સખત કાર્યવાહી કરી. તેણે…

વધુ વાંચો >

શાતકર્ણિ 1લો

શાતકર્ણિ 1લો (ઈ. સ. પ્રથમ સદી) : શાતવાહન વંશનો રાજા અને કૃષ્ણનો પુત્ર. સાતવાહનોની ઓળખ વિશે ઇતિહાસકારોમાં જુદા જુદા મત પ્રચલિત છે. પુરાણોમાં સાતવાહનોનો ઉલ્લેખ આંધ્રભૃત્ય કે આંધ્ર તરીકે કરવામાં આવ્યો છે. પ્રાચીન સાહિત્યમાં તે શાલિવાહનના નામે જાણીતા છે. સાતવાહનો કૃષ્ણા અને ગોદાવરી નદીઓના તળેટીના પ્રદેશમાં વસતા હતા. પુરાણોમાં આ…

વધુ વાંચો >

શાતકર્ણિ 2જો

શાતકર્ણિ 2જો : આંધ્રના સાતવાહન વંશનો છઠ્ઠો રાજા. હાથીગુફા અને ભીલસાના અભિલેખોમાં તેનો ઉલ્લેખ મળે છે. પુરાણોમાં જણાવ્યા પ્રમાણે તેના શાસનનો સમય સૌથી લાંબો – 56 વર્ષનો હતો. પશ્ચિમ ભારતમાંથી તેના પુષ્કળ સિક્કા મળ્યા છે. કેટલાક વિદ્વાનોના મતાનુસાર તેણે પૂર્વ માળવા જીત્યું હતું. મત્સ્યપુરાણની વંશાવળી મુજબ તેના પછી લંબોદર, આપિલક,…

વધુ વાંચો >

શાયર મુતીઈ

શાયર મુતીઈ : ‘ગંજ મઆની’ નામના એક મસનવી કાવ્યનો રચનાર. તે લગભગ ઈ. સ. 15૩1માં મક્કાથી દીવ આવ્યો હતો. તે ગુજરાતના સુલતાન બહાદુરશાહ(1526-15૩7)ને મળ્યો હતો. મુતીઈએ લખેલ ઉપર્યુક્ત કાવ્યમાં સુલતાન બહાદુરશાહે માળવાના સુલતાન મહમૂદશાહને હરાવીને માળવા જીતી લીધું અને ગુજરાતમાં તેનું વિલીનીકરણ કર્યું એનો તથા બહાદુરશાહે પોર્ટુગીઝો પર વિજય મેળવ્યો…

વધુ વાંચો >

શાસ્ત્રી, ગંગાધર

શાસ્ત્રી, ગંગાધર : પેશવા અને વડોદરાના ગાયકવાડ વચ્ચે ખંડણીની તથા અન્ય રકમોની બાબતમાં ઉકેલ લાવવા વડોદરાથી પુણે મોકલવામાં આવેલ મુત્સદ્દી. તેમણે પહેલાં પેશવાની ઑફિસમાં હોશિયાર કારકુન તરીકે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી હતી. ઈ. સ. 1802માં બ્રિટિશ રેસિડેન્સી વડોદરામાં શરૂ થઈ ત્યારે તેઓ વડોદરા આવ્યા, રેસિડેન્સીમાં દેશી સહાયકની નોકરી લીધી. વડોદરામાં બનતી…

વધુ વાંચો >