ઇતિહાસ – ભારત

વત્સરાજ

વત્સરાજ (શાસનકાળ : લગભગ ઈ. સ. 778805) : પ્રતીહાર વંશનો શક્તિશાળી અને મહત્ત્વાકાંક્ષી રાજા. તે રાજા દેવરાજનો પુત્ર હતો. તેના રાજ્યમાં માલવા અને પૂર્વ રજપૂતાનાનો સમાવેશ થતો હતો. મધ્ય રજપૂતાના ઉપર પણ તેનું શાસન ફેલાયું હતું. વત્સરાજ ઉત્તર ભારતમાં તેનું રાજ્ય વિસ્તારવા ઉત્સુક હતો અને તેમાં ઘણુંખરું સફળ થયો હતો.…

વધુ વાંચો >

વન્દે માતરમ્

વન્દે માતરમ્ : ભારતની આઝાદીની લડત દરમિયાન સ્વાતંત્ર્ય સૈનિકોને સર્વોચ્ચ બલિદાનની પ્રેરણા પૂરી પાડનાર તથા સ્વતંત્ર ભારતમાં રાષ્ટ્રગીતની સમકક્ષ અધિકૃત દરજ્જો ધરાવનાર રાષ્ટ્રીય પ્રેરણાગાન. ‘વન્દે માતરમ્’ ગીત ભારતીય સંસ્કૃતિનું અણમોલ રત્ન છે. સ્વાતંત્ર્ય-સંગ્રામમાં લોકજાગૃતિ દ્વારા અને પ્રેરણા પૂરી પાડવાના હેતુથી દેશભક્તિના સ્રોત સમું આ ગીત બંગાળના જાણીતા સાહિત્યકાર બંકિમચંદ્ર ચૅટરજી…

વધુ વાંચો >

વર્ધમાન ભુક્તિ

વર્ધમાન ભુક્તિ : મૈત્રકકાલના ‘ભુક્તિ’ નામના વહીવટી ભૂભાગ તરીકે વર્ધમાન (વઢવાણ). આ કાલ દરમિયાન મોટા વહીવટી વિભાગોમાં ‘વિષય’ શબ્દ વધુ પ્રચલિત હતો. એ હાલના જિલ્લા જેવો વિભાગ હતો. ‘ભુક્તિ’ ઉત્તર ભારત તથા પૂર્વ ભારતમાં વિષય કરતાં મોટો વહીવટી વિભાગ હતો, જ્યારે પશ્ચિમ ભારતમાં એ વિષયના પર્યાયરૂપ લાગે છે; ઉ.ત., વર્ધમાન…

વધુ વાંચો >

વસુજ્યેષ્ઠ (વસુજેષ્ઠ)

વસુજ્યેષ્ઠ (વસુજેષ્ઠ) : મગધનો શુંગ વંશનો રાજા. તેનો શાસનકાળ આશરે ઈ. પૂ. 143થી 136નો હતો. શુંગ વંશમાં પુષ્યમિત્ર પછી અગ્નિમિત્ર ગાદીએ આવ્યો. તેનું બીજું નામ સુજ્યેષ્ઠ હતું. એના કેટલાક સિક્કા મળ્યા છે. એણે સાત વર્ષ રાજ્ય કર્યું હતું. તેના વિશે વધુ માહિતી મળતી નથી. રામજીભાઈ ઠા. સાવલિયા

વધુ વાંચો >

વસુમિત્ર

વસુમિત્ર : મગધના શૂંગ વંશના સમ્રાટ પુષ્યમિત્રનો પૌત્ર તથા અગ્નિમિત્રનો પુત્ર. કાલિદાસે ‘માલવિકાગ્નિમિત્ર’ નાટકમાં જણાવ્યા મુજબ પુષ્યમિત્રે અશ્વમેધ યજ્ઞ કર્યો ત્યારે ઘોડાના રક્ષણ વાસ્તે મોકલવામાં આવેલ લશ્કરનો સેનાપતિ વસુમિત્ર હતો. યજ્ઞના આ ઘોડાને યવનોએ અટકાવ્યો. તેથી સિંધુ નદીના દક્ષિણ કાંઠે થયેલી લડાઈમાં વસુમિત્રે યવનોને પરાજય આપ્યો અને યજ્ઞનો ઘોડો સલામતીપૂર્વક…

વધુ વાંચો >

વહાબી આંદોલન (1820-1870)

વહાબી આંદોલન (1820-1870) : રાયબરેલીના સૈયદ અહમદ બરેલવી(1786-1831)એ ઇસ્લામ ધર્મમાં સુધારા કરવા માટે ભારતમાં શરૂ કરેલ આંદોલન. પાછળથી તે પંજાબમાંથી શીખોને અને બંગાળમાંથી અંગ્રેજોને દૂર કરીને મુસ્લિમ સત્તા સ્થાપવા માટેનું રાજકીય આંદોલન બન્યું હતું. ઇસ્લામ ધર્મમાં સુધારા કરવાના ઇરાદાથી અરબસ્તાનમાં અઢારમી સદીના છેલ્લાં વરસોમાં અબ્દુલ વહાબે આ આંદોલન શરૂ કર્યું…

વધુ વાંચો >

વંગ

વંગ : પ્રાચીન તથા મધ્યકાલમાં પૂર્વ અને દક્ષિણ બંગાળનું રાજ્ય. તેની સરહદો નિશ્ચિત નહોતી, પરંતુ વખતોવખત બદલાતી રહેતી હતી. ઈ. સ.ની ચોથી સદીમાં ગુપ્તવંશના મહાન વિજેતા સમ્રાટ સમુદ્રગુપ્તને ખંડણી ભરતાં સરહદનાં રાજ્યોમાં વંગનો સમાવેશ થતો હતો. ઈસુની છઠ્ઠી શતાબ્દીમાં વંગના રાજાઓએ ગુપ્તોનું આધિપત્ય ફગાવી દીધું અને તેને સ્વતંત્ર રાજ્ય તરીકેનું…

વધુ વાંચો >

વંજી

વંજી : પ્રાચીન કાલમાં દક્ષિણ ભારતના ચેર (ચેરા) રાજાઓનું પાટનગર. વંજી પેરિયાર નદીના કિનારે, પશ્ચિમ ઘાટના છેડે કોચીન પાસે આવેલું હતું. તેના સ્થાન વિશે વિદ્વાનોમાં મતભેદ છે. કેટલાક વિદ્વાનો તેને ત્રિચિનોપલ્લી પાસે કારુરના સ્થાને મૂકે છે; જ્યારે બીજા કેટલાક વિદ્વાનો પશ્ચિમ કિનારે આવેલ હાલના તિરુવંજીકુલમના સ્થાને મૂકે છે. આ બીજો…

વધુ વાંચો >

વિક્રમાદિત્ય-1

વિક્રમાદિત્ય-1 (શાસનકાળ ઈ. સ. 655-681) : દખ્ખણના પ્રદેશમાં વાતાપી(બાદામી)ના ચાલુક્ય વંશનો રાજા. તે પુલકેશી બીજાનો નાનો પુત્ર હતો. તેણે એવો દાવો કર્યો હતો કે તેના પિતાએ તેના ઉત્તરાધિકારી તરીકે તેને પસંદ કર્યો હતો. આ અધિકારનો સ્વીકાર કરાવવા તેણે તેના ભાઈઓ તથા સ્વતંત્ર થયેલા માંડલિકો(સામંતો)નો સખત વિરોધ સહન કરવો પડ્યો હતો.…

વધુ વાંચો >

વિક્રમાદિત્ય બીજો

વિક્રમાદિત્ય બીજો (શાસનકાળ : ઈ. સ. 733-745) : દખ્ખણમાં વાતાપી (બાદામી)ના ચાલુક્ય વંશનો રાજા. વિજયાદિત્યના અવસાન બાદ તેનો કુંવર વિક્રમાદિત્ય બીજો ગાદીએ બેઠો. તે સત્યાશ્રય, શ્રી પૃથ્વીવલ્લભ જેવા શાહી ખિતાબો ધરાવતો હતો. તેના શાસનકાળમાં પલ્લવો સાથેની દુશ્મનાવટ ચાલુ રહી હતી. તેણે પલ્લવોના રાજ્ય ઉપર એકાએક હુમલો કર્યો અને પલ્લવ રાજા…

વધુ વાંચો >