ઇતિહાસ – ભારત

રાયગઢ (રાયગડ) (મહારાષ્ટ્ર)

રાયગઢ (રાયગડ) (મહારાષ્ટ્ર) : મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 17° 51´થી 19° 08´ ઉ. અ. અને 72° 51´થી 73° 40´ પૂ. રે. વચ્ચેનો 7,152 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે થાણે, પૂર્વમાં પુણે, અગ્નિ તરફ સતારા, દક્ષિણે રત્નાગિરિ તથા પશ્ચિમે અરબી સમુદ્ર આવેલા છે. જિલ્લાનું…

વધુ વાંચો >

રાય, રાજા રામમોહન

રાય, રાજા રામમોહન (જ. 1772; અ. 27 ઑક્ટોબર 1833, બ્રિસ્ટોલ) ભારતીય નવજાગૃતિના પિતા અને ભારતીય ઇતિહાસના નવાયુગના અગ્રદૂત. જન્મ બંગાળના એક બ્રાહ્મણ કુટુંબમાં. 1831-32ના અરસામાં તત્કાલીન દિલ્હીના શાસક અકબર બીજાને ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા જે મહેનતાણું આપવામાં આવતું હતું તે અંગે પોતાને પડતી મુશ્કેલીઓને ગ્રેટબ્રિટનના રાજા સમક્ષ રજૂ કરવા માટે…

વધુ વાંચો >

રાષ્ટ્રકૂટ વંશ

રાષ્ટ્રકૂટ વંશ (ઈ. સ. 733-973) : આઠમીથી દસમી સદી દરમિયાન દખ્ખણમાં થયેલો પ્રભાવશાળી વંશ. રાષ્ટ્રકૂટ વંશના ઉત્તરકાલીન અભિલેખો પ્રમાણે તેમની ઉત્પત્તિ યદુમાંથી થઈ હતી અને તેમના પૂર્વજનું નામ રટ્ટ હતું. તેના પુત્ર રાષ્ટ્રકૂટે પોતાના નામ ઉપરથી આ કુળનું નામ રાખ્યું હતું. ડૉ. એ. એસ. આલ્તેકરના મતાનુસાર, મહારાષ્ટ્ર અને કર્ણાટકના પ્રદેશો…

વધુ વાંચો >

રાંચી

રાંચી : ઝારખંડ રાજ્યનો મોટામાં મોટો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક અને પાટનગર. ભૌગોલિક સ્થાન : તે 23° 00´ ઉ. અ. અને 85° 00´ પૂ. રે.ની આજુબાજુનો 7,698 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે હઝારીબાગ અને ચત્રા, પૂર્વમાં પુરુલિયા (પ. બં.) અને પશ્ચિમ સિંગભૂમ, દક્ષિણે પશ્ચિમ…

વધુ વાંચો >

રુદ્રસેન પહેલો

રુદ્રસેન પહેલો : દખ્ખણમાં ચોથી સદીમાં થઈ ગયેલો વાકાટક વંશનો રાજા. પ્રવરસેનનો જ્યેષ્ઠ પુત્ર ગૌતમીપુત્ર ઘણુંખરું તેના પિતાની હયાતીમાં મરણ પામ્યો હતો. રુદ્રસેન પહેલો ગૌતમીપુત્રનો ભારશિવ વંશના રાજા ભવનાગની પુત્રી દ્વારા જન્મેલો પુત્ર હતો. રુદ્રસેન તેના દાદાનો વારસ બન્યો અને તેના વંશજોની નોંધોમાં તેને મહાભૈરવ(શિવનું સ્વરૂપ)નો શ્રદ્ધાળુ ભક્ત કહ્યો છે.…

વધુ વાંચો >

રુદ્રસેન બીજો

રુદ્રસેન બીજો (જ. ?; અ. ઈ. સ. 400 આશરે) : દખ્ખણમાં ચોથી સદીના ઉત્તરાર્ધમાં થયેલો વાકાટક વંશનો રાજા. તે ગુપ્તવંશના પ્રસિદ્ધ સમ્રાટ ચન્દ્રગુપ્ત બીજા અને તેની રાણી કુબેરનાગની પુત્રી પ્રભાવતી ગુપ્ત સાથે પરણ્યો હતો. આ લગ્નસંબંધ રાજકીય હેતુ સિદ્ધ કરવા વાસ્તે બંધાયો હતો. આ સંબંધ પછી ગુપ્ત કુળની તેની પત્ની…

વધુ વાંચો >

રૂપમતીની છત્રી, માંડુ

રૂપમતીની છત્રી, માંડુ : રૂપમતી માળવાના છેલ્લા અફઘાન સુલતાન મલિક બાયઝીદ ઉર્ફે બાજબહાદુરની પ્રેયસી હતી. એકસમાન સંગીતના રસને કારણે બાજબહાદુર અને રૂપમતી વચ્ચે પ્રગાઢ પ્રેમસંબંધ થયો હતો. તેમની વચ્ચેના નિ:સ્વાર્થ અને સમર્પિત પ્રેમનું કથાવસ્તુ માળવાનાં લોકગીતોનો મુખ્ય વિષય રહ્યો છે. આ બંનેની પ્રેમકથાને આધારે ઈ. સ. 1566માં અહમદ-ઉલ-ઉમરીએ ફારસીમાં એક…

વધુ વાંચો >

રેવા

રેવા : મધ્યપ્રદેશનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. તે 24° 45´ ઉ. અ. અને 81° 30´ પૂ. રે.ની આજુબાજુનો 6,134 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની વાયવ્ય, ઉત્તર અને પૂર્વમાં ઉત્તર પ્રદેશ રાજ્યની સરહદ, દક્ષિણમાં સિધી જિલ્લો તથા પશ્ચિમમાં સતના જિલ્લો આવેલા છે. તેનો આકાર સમદ્વિબાજુ ત્રિકોણ…

વધુ વાંચો >

રેવારી

રેવારી : હરિયાણા રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : 28° 11´ ઉ. અ. અને 76° 37´ પૂ. રે.. તે આજુબાજુનો 1,559 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની  ઉત્તરે રોહતક; ઈશાનમાં ગુરગાંવ; અગ્નિ, દક્ષિણ અને નૈર્ઋત્ય તરફ રાજસ્થાન; પશ્ચિમે મહેન્દ્રગઢ જિલ્લો તથા વાયવ્યમાં ભિવાની જિલ્લો…

વધુ વાંચો >

લક્ષ્મણસેન

લક્ષ્મણસેન (શાસનકાળ ઈ. સ. 1178–1202) : બિહાર અને બંગાળાનો સેન વંશનો રાજા. તે બલ્લાલસેનનો પુત્ર હતો. તે પરાક્રમી રાજા હતો. તેના પિતા બલ્લાલસેન તથા પિતામહ વિજયસેને વિજયો મેળવ્યા તેમાં તેણે સૈનિક તરીકે બહાદુરી બતાવી હતી અને યુદ્ધોનો પ્રત્યક્ષ અનુભવ મેળવ્યો હતો. તેણે કામરૂપ (આસામ) જીત્યું તથા દક્ષિણમાં જગન્નાથપુરી સુધીના પ્રદેશો…

વધુ વાંચો >