ઇતિહાસ – ભારત
રાજરાજ
રાજરાજ (શાસનકાળ 985-1014) : દક્ષિણ ભારતનો ચોલવંશનો મહાન રાજા. તે રાજરાજ સુંદર ચોલનો પુત્ર હતો અને ઈ. સ. 985માં ગાદીએ આવ્યો હતો. તે વિજેતા, સામ્રાજ્યનો સ્થાપક અને ઉચ્ચ કક્ષાનો વહીવટકાર હતો. ગાદી ઉપર બેઠો તે પહેલાં રાજકીય અને જાહેર કામકાજનું જ્ઞાન અને અનુભવ તેણે મેળવ્યાં હતાં. તેણે સામ્રાજ્ય સ્થાપવા ઉપરાંત…
વધુ વાંચો >રાજા અભયસિંહ
રાજા અભયસિંહ : મુઘલ હકૂમત હેઠળ ગુજરાતનો સૂબેદાર (1730-1737). તે જોધપુરનો મહારાજા હતો અને અગાઉ સોરઠના ફોજદાર તરીકે (1715-16) સેવા કરી હતી. તેના પિતા મહારાજા અજિતસિંહ પણ 1715થી 1717 દરમિયાન ગુજરાતના મુઘલ સૂબેદાર હતા. અગાઉના મુઘલ સૂબેદાર સરબુલંદખાનને અભયસિંહે હરાવ્યો અને પછી મિત્રોની દરમિયાનગીરીથી સમાધાન કર્યું, અને તેને અમદાવાદમાંથી વિદાય…
વધુ વાંચો >રાજાધિરાજ-1
રાજાધિરાજ-1 (શાસનકાળ 1018-1052) : દક્ષિણ ભારતના ચોલ વંશનો રાજા. ઈ. સ. 1018માં તેને તેના પિતા રાજેન્દ્ર પહેલા સાથે સંયુક્ત રાજા બનાવવામાં આવ્યો હતો. તેણે 1044થી 1052 સુધી સ્વતંત્ર શાસન કર્યું હતું. 104344માં ચોલ વંશના રાજાધિરાજે મોટા લશ્કર સાથે દખ્ખણમાં આવેલા ચાલુક્યોના રાજ્ય પર આક્રમણ કર્યું. ચાલુક્યોના સામંત વિરછય અથવા બાચ્ચરસે…
વધુ વાંચો >રાજારામ
રાજારામ (જ. 1664; અ. 2 માર્ચ 1700, સિંહગઢ) : ભોંસલે કુટુંબના છત્રપતિ શિવાજી અને સોયરાબાઈનો પુત્ર. શિવાજીનું મૃત્યુ થતાં (એપ્રિલ 1680) માતા સોયરાબાઈની મદદથી નાની ઉંમરમાં જ તેને ગાદી મળી હતી. શિવાજીનો તેમની બીજી પત્ની સઈબાઈથી થયેલો પુત્ર શંભાજી તેમનો જ્યેષ્ઠ પુત્ર અને ગાદીનો વારસદાર હતો; પરંતુ તે કેફી પદાર્થો…
વધુ વાંચો >રાજિમતી
રાજિમતી (ઈ. પૂ. દસમી સદી) : મથુરાના રાજા ઉગ્રસેનની પુત્રી. ઉગ્રસેન ભોજવૃષ્ણિના પુત્ર હતા. મથુરાના યાદવોની સાથે સૌરાષ્ટ્રમાં આવીને વસેલા અન્ધક વૃષ્ણિને દશ પુત્ર હતા. એમાંના સમુદ્રવિજય જ્યેષ્ઠ હતા અને વસુદેવ કનિષ્ઠ હતા. વસુદેવના પુત્ર કૃષ્ણે સમુદ્રવિજયના પુત્ર અરિષ્ટનેમિનો વિવાહ ઉગ્રસેન રાજાની પુત્રી રાજિમતી સાથે કરાવ્યો હતો. અરિષ્ટનેમિની જાન લગ્નમંડપે…
વધુ વાંચો >રાજેન્દ્ર-1
રાજેન્દ્ર-1 (શાસનકાળ 1012-1044) : દક્ષિણ ભારતના ચોલ વંશનો પ્રતાપી શાસક. ‘ગંગૈકોંડ’, ‘કડારનકોંડ’, ‘વિક્રમ ચોડ’, ‘પરકેસરી વર્મા’ અને ‘વીર રાજેન્દ્ર’ તેનાં બિરુદો હતાં. તેનું રાજ્ય ‘ચોલમંડલ’ એટલે કે વર્તમાન સમયના તાંજોર, ત્રિચિનાપલ્લી અને પુદુકોટ્ટઈ વિસ્તારમાં આવેલું હતું. તેની રાજધાની પ્રથમ તાંજોર(તંજૈવુર)માં અને પછી ગંગૈકોંડ ચોલપુરમમાં હતી. ચોલો સૂર્યવંશી હતા. રાજેન્દ્ર-1ની કારકિર્દી…
વધુ વાંચો >રાજેન્દ્રસિંહજી (જનરલ)
રાજેન્દ્રસિંહજી (જનરલ) (જ. 1899 સરોદર, ગુજરાત; અ. 1 જાન્યુઆરી 1964) : ભારતના લશ્કરના પૂર્વ સરસેનાપતિ. તેઓ લશ્કરના પ્રથમ ભારતીય સરસેનાપતિ જનરલ કે. એમ. કરિઅપ્પા(પાછળથી ફીલ્ડ માર્શલ)ના અનુગામી અને લશ્કરના આ સર્વોચ્ચ પદ પર પહોંચનાર એકમાત્ર ગુજરાતી હતા. મૂળ વતન જામનગર અને જાડેજા રાજવંશના નબીરા હોવાથી તેમની આગળ ‘મહારાજ’નું બિરુદ મૂકવામાં…
વધુ વાંચો >રાજ્યપાલ (1)
રાજ્યપાલ (1) (શાસનકાળ ઈ. સ. 960-1018) : પ્રતીહાર વંશનો કનોજનો રાજા. વિજયપાલ પછી તે કનોજની ગાદીએ બેઠો. તેના રાજ્યનો વિસ્તાર ગંગા અને યમુના નદીઓ વચ્ચેના પ્રદેશ પૂરતો મર્યાદિત થઈ ગયો હતો. બ્રાહ્મણ શાહિય વંશના રાજા જયપાલે સ્વદેશના રક્ષણ માટે હિંદુ રાજાઓનો સંઘ સ્થાપ્યો. રાજ્યપાલ પણ તેમાં જોડાયો. અફઘાનિસ્તાનમાં ગઝ્નાના સુલતાન…
વધુ વાંચો >રાજ્યવર્ધન (પ્રથમ)
રાજ્યવર્ધન (પ્રથમ) (શાસનકાળ ઈ. સ. 549 – આશરે 600) : પુષ્પભૂતિ વંશનો થાણેશ્વરનો બીજો રાજા. હર્ષના બાંસખેડા અને મધુવન તામ્રપત્રો તેમજ સોનપત અને નાલંદા મુદ્રા-મહોર પરથી થાણેશ્વરના પુષ્પભૂતિ રાજવંશના પ્રારંભિક રાજાઓની જે સૂચિ મળે છે, તેમાં પ્રથમ નામ છે નરવર્ધનનું. આનો ઉત્તરાધિકારી વજ્રિણીદેવીનો પુત્ર, તે રાજ્યવર્ધન (પ્રથમ). અભિલેખોમાં તેને ‘પરમાદિત્યભક્ત’…
વધુ વાંચો >રાજ્યવર્ધન (દ્વિતીય)
રાજ્યવર્ધન (દ્વિતીય) (શાસનકાળ : ઈ. સ. 604 – આશરે 606) : પુષ્પભૂતિ વંશના પ્રભાકરવર્ધનનો જ્યેષ્ઠ પુત્ર અને હર્ષવર્ધનનો ભાઈ. ઉત્તર ભારતમાં થાણેશ્વરના પુષ્યભૂતિ વંશના પ્રભાકરવર્ધનનાં યશોમતી રાણીથી થયેલ ત્રણ સંતાન તે રાજ્યવર્ધન, હર્ષવર્ધન અને પુત્રી રાજ્યશ્રી. ઉત્તરાધિકારી રાજ્યવર્ધન(જન્મ આશરે ઈ. સ. 586માં)ને પ્રારંભથી જ સંસાર તરફ વિરક્તિ હતી. તેના યુવરાજકાળ…
વધુ વાંચો >